(Source: ECI/ABP News/ABP Majha)
International Women's Day 2024: મહિલાઓને મળે છે આ ખાસ અધિકારો,જે જાણવા જરૂરી, જિંદગી થઇ જશે સરળ
International Women's Day 2024: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.
International Women's Day 2024: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. મહિલાઓ સમાજનો અભિન્ન અંગ છે, જેઓ રાષ્ટ્ર નિર્માણમાં અભૂતપૂર્વ યોગદાન આપી રહી છે. જો કે, સ્ત્રીઓને પુરૂષો જેટલું સન્માન અને અધિકારો મળતા નથી. ઘણી વખત મહિલાઓને 'તે સ્ત્રી છે' કહીને પાછળ ધકેલી દેવામાં આવે છે. મહિલાઓને સમાન અધિકારો, પ્રગતિની સમાન તકો અને દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વના તમામ દેશોમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. મહિલાઓની સ્થિતિને મજબૂત કરવા અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે ભારતીય બંધારણમાં મહિલાઓને ચોક્કસ અધિકારો આપવામાં આવ્યા છે. પરંતુ મહિલાઓ તેમના અધિકારો વિશે જાગૃત નથી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર, ભારતીય બંધારણમાં સમાવિષ્ટ કેટલાક મુખ્ય મહિલા અધિકારો વિશે માહિતી આપવામાં આવી રહી છે, જેના વિશે દરેક મહિલાએ જાણવું જોઈએ.
સમાન વેતનનો અધિકાર
મજૂરથી લઈને નોકરી કરતા કર્મચારીઓ સુધી એવું જોવા મળે છે કે સમાન કામ માટે પણ સ્ત્રી અને પુરુષના પગારમાં તફાવત છે. મહિલાઓને પુરૂષો કરતાં ઓછું વેતન આપવામાં આવે છે. બંધારણ મહિલાઓને સમાન પગારનો અધિકાર આપે છે. સમાન વેતન અધિનિયમ હેઠળ, વેતન અથવા મજૂરીમાં લિંગના આધારે કોઈ ભેદભાવ કરી શકાય નહીં. સ્ત્રી અને પુરુષને સમાન કામ માટે સમાન વેતન આપવાની જોગવાઈ છે.
માતૃત્વ સંબંધી લાભનો અધિકાર
નોકરી કરતી મહિલાઓને માતૃત્વ સંબંધિત લાભો અને સુવિધાઓ મેળવવાનો અધિકાર મળે છે. મેટરનિટી બેનિફિટ એક્ટ હેઠળ, મહિલા ડિલિવરી પછી 6 મહિનાની રજા લઈ શકે છે અને આ સમયગાળા દરમિયાન તેના પગારમાં કોઈ કાપ થશે નહીં. બાદમાં તેને કામ પર પાછા ફરવાનો અધિકાર પણ હશે.
નામ અને ઓળખ ગુપ્ત રાખવાનો અધિકાર
મહિલાઓ સામેના ગુના અંગે મહિલાઓને પણ કેટલાક અધિકારો છે. ભારતમાં જાતીય શોષણના કિસ્સામાં, પીડિતાને નામ અને ઓળખ ગુપ્ત રાખવાનો અધિકાર છે. જાતીય સતામણીના કેસમાં ગોપનીયતા જાળવવા માટે મહિલાને કોઇ મહિલા પોલીસ અધિકારીની હાજરીમાં એકલા પોતાનું નિવેદન નોંધવાનો અધિકાર છે. મહિલા પોતાની ફરિયાદ સીધી જિલ્લા મેજિસ્ટ્રેટને પણ કરી શકે છે. તેમજ પોલીસ, મીડિયા અને અધિકારીઓને મહિલાની ઓળખ જાહેર કરવાનો અધિકાર નથી.
મફત કાનૂની સહાયનો અધિકાર
બળાત્કાર અથવા જાતીય શોષણનો ભોગ બનેલી મહિલાઓને મફત કાનૂની સહાયનો અધિકાર ભારતીય બંધારણ આપે છે. પીડિત મહિલા પોલીસ સ્ટેશનમાં SHOની મદદ લઈ શકે છે અને SHO કાયદાકીય સત્તાધિકારીને વકીલની વ્યવસ્થા કરવા માટે જાણ કરે છે.
રાત્રે ધરપકડથી બચવાનો અધિકાર
કાયદો કહે છે કે સૂર્યાસ્ત કે સાંજ પછી મહિલાની ધરપકડ કરી શકાતી નથી. મહિલાનો ગુનો ગંભીર હોય કે વિશેષ કેસ હોય તો પણ પોલીસ પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટના આદેશ વિના સાંજથી સૂર્યોદય સુધી મહિલાની ધરપકડ કરી શકતી નથી.