ગુજરાતમાં મ્યુકરમાયકોસિસનો કાળો કેર, કેટલાં લોકોનાં જડબાં-તાળવાં કાઢવાં પડ્યાં એ જાણીને લાગી જશે આઘાત
ખાસ વાત છે કે, મ્યૂકૉરમાયકૉસિસ થનારા દર્દીઓને જડબાં અને તાવડાંની મોટી સમસ્યા રહે છે, આ દર્દીઓમાંથી સારવાર માટે તેઓના દાંત-દાઢ સહિત જડબા અને તાળવા કાઢી નાંખવા પડ્યા છે, આથી કહી શકાય કે ગુજરાત હવે મ્યૂકૉરમાયકૉસિસના કાળો કેર સપડાયુ છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો કેર વર્તાયો છે, ઠેર ઠેર લોકો કૉવિડ સામે જંગ લડી રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે એક નવા રોગે ગુજરાતમાં માથુ ઉંચક્યુ છે, આ રોગ છે મ્યૂકૉરમાયકૉસિસ. ખાસ કરીને કોરોનાથી સાજા થયેલા પરંતુ ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવી બીમારી ધરાવતા લોકો હવે મ્યૂકૉરમાયકૉસિસના શિકંજામાં આવી રહ્યાં છે. અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલોમાં અત્યાર સુધીમાં ૯૨ જેટલા અને સિવિલ કેમ્પસની ડેન્ટલ હોસ્પિટલમાં ૧૫ જેટલા એમ ૧૦૭ મ્યૂકૉરમાયકૉસિસના દર્દીઓ સામે આવ્યા છે.
ખાસ વાત છે કે, મ્યૂકૉરમાયકૉસિસ થનારા દર્દીઓને જડબાં અને તાવડાંની મોટી સમસ્યા રહે છે, આ દર્દીઓમાંથી સારવાર માટે તેઓના દાંત-દાઢ સહિત જડબા અને તાળવા કાઢી નાંખવા પડ્યા છે, આથી કહી શકાય કે ગુજરાત હવે મ્યૂકૉરમાયકૉસિસના કાળો કેર સપડાયુ છે. અત્યાર સુધી આ રોગના દર્દીઓના એટલે કે ખાનગી હોસ્પિટલોમાં અત્યાર સુધીમાં ૯૨ જેટલા અને સિવિલ કેમ્પસની ડેન્ટલ હોસ્પિટલમાં ૧૫ જેટલા એમ કુલ મળીને ૧૦૭ મ્યૂકૉરમાયકૉસિસના દર્દીઓના જડબા અને તાળવા કાઢી લેવામા આવતા આ રોગ સામે ટક્કર લેવાની ગંભીર સ્થિતિ સર્જાઇ છે.
મ્યૂકૉરમાયકૉસિસના આ કેસો અને દર્દીઓ લઇને સરકારી અને ખાનગી હોસ્પિટલો સાથે સંકળાયેલા તબીબો જણાવી રહ્યા છે. મ્યૂકૉરમાયકૉસિસ ઉપરાછાપરી કેસો વધી રહ્યા છે, પરંતુ તેની સામે દવાઓ-ઈન્જેક્શન બજારમાં ઉપલબ્ધ જ નથી. આ અંગે અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી ડેન્ટલ કોલેજના ડીન ડો. ગિરીશ પરમારે જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર પછી મ્યૂકૉરમાયકૉસિસના કેસો વધ્યા છે, અત્યાર સુધીમાં ડેન્ટલ હોસ્પિટલમાં ૧૫ જેટલા દર્દીઓના દાંત-દાઢ સહિત જડબા-તાળવા કાઢી નાખવા પડયા છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલો સાથે સંકળાયેલા ઈએનટી સર્જન ડો. રાજેશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં દાંત-દાઢ સહિત જડબા-તાળવા કાઢી નાખવાના અંદાજે ૭થી ૮ ટકા કેસ એટલે કે ૯૨ જેટલા કિસ્સા સામે આવ્યા છે.
અમદાવાદમાં અંદાજે ૧૩૫૦થી મ્યૂકૉરમાયકૉસિસના દર્દીઓ.....
મ્યૂકૉરમાયકૉસિસ અંગે તબીબોનુ કહેવુ છે કે, ખાનગી હોસ્પિટલોમાં મ્યૂકૉરમાયકૉસિસના દર્દીઓ માટે દવા-ઈન્જેક્શન સરકારે ઝડપથી આપવા પુરા પાડવા જોઇએ. ઓપરેશન કર્યા પછી દવાઓ મળતી નથી આ કારણે અધકચરી સારવારથી દર્દીઓની હાલત પણ બગડી રહી છે.