શોધખોળ કરો

Accident: બગોદરા-લીમડી હાઇવે પર લકઝરી બસ – ટ્રક વચ્ચે અકસ્માત, 2 લોકોનાં મોત, 22 ઘાયલ

ઇજાગ્રસ્તો પૈકી 12 મુસાફરોને બાવળાની ખાનગી હોસ્પિટલમાં અને અન્ય મુસાફરોને બગોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Accident: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાયવત છે. બગોદરા-લીમડી હાઇવે પર અકસ્માત સર્જાયો છે. મીઠાપુર પાટીયા પાસે ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. બસમાં સવાર 22 લોકોને ઇજા પહોંચી છે અને બે લોકોના મોત થયા છે. ઇજાગ્રસ્તો પૈકી 12 મુસાફરોને બાવળાની ખાનગી હોસ્પિટલમાં અને અન્ય મુસાફરોને બગોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટના સંત કબીર રોડ પર બાઇક પર જતાં પિતા-પુત્રને ટેન્કરે થોડા દિવસ પહેલા કચડી નાખ્યા હતા. આ જ પ્રકારનો અકસ્માત શુક્રવારે મેટોડા જીઆઈડીસી પાસે સર્જાયો હતો. જેમાં 14 વ્હીલવાળા કન્ટેનરે બાઇક પર જતાં પિતા-પુત્રને ચગદી નાખતા અરેરાટી વ્યાપી ગઇ હતી. મેટોડા પોલીસે કન્ટેનર ચાલકની અટકાયત કરી હતી. બંને પિતા-પુત્ર લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડયો હતો. જેને કારણે પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો.

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ જેતપુરના ઉમરાળી તાલુકાના અને અને હાલ લોધીકા વડવાજડી ગામે રહેતા સંજયસિંહ (ઉ.વ. 35), પિતા જીલુભા ભાટી (ઉ.વ. 62)ને બાઇક પાછળ બેસાડી મેટોડા જીઆઈડીસી ગેઇટ નં. 1 પાસેથી પસાર થતા હતા ત્યારે ત્યાંથી નીકળેલા કન્ટેનરે હડફેટે લીધા બાદ તેમના શરીર પરથી કન્ટેનરના તોતીંગ વ્હીલ ફરી વળતાં સ્થળ પર કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જાણ થતાં મેટોડા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. તત્કાળ કાર્યવાહી કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડયા હતાં. મૃતક સંજયસિંહને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. મેટોડાના પીએસઆઈ ગોહીલે જણાવ્યું કે મૃતક સંજયસિંહ મેટોડા જીઆઈડીસીમાં ગેઇટ નં. 2માં આવેલ બાલાજી મલ્ટી પ્રેસ નામના કારખાનામાં નોકરી કરતા હતા. જ્યારે તેના પિતા વડવાજડી ગામે ખેતી કરે છે. બંને લગ્નપ્રસંગમાં જવા માટે વડવાજડી જતા હતા ત્યારે આ અકસ્માત નડયો હતો.

મેટોડા જીઆઈડીસીનાં ગેઇટ નં. 1 પાસેથી કન્ટેનરે ટર્ન લીધા બાદ પિતા-પુત્રના બાઇકને હડફેટે લીધા હતાં. બન્નેના પેટ સહિતના ભાગો પરથી કન્ટેનરના તોતીંગ વ્હીલ ફરી વળતાં માંસના લોચા નીકળી ગયા હતા. જેને કારણે સ્થળ પર અરેરાટીભર્યા દ્રશ્યો સર્જાયા હતાં.  જે તે વખતે અકસ્માત  સર્જી ભાગી ગયેલાં કન્ટેનરના ચાલકને બાદમાં મેટોડા પોલીસે ઝડપી લીધો હતો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર

અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન મુલાકાત પર ભારતની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, વિદેશ મંત્રાલયે કહ્યું - 'શાંતિ માટે.....'

મારી પત્ની પહેલાથી જ મહિલાઓમાં રસ ધરાવે છે....: અમદાવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિર ગાદીપતિના પુત્ર વજેન્દ્ર પ્રસાદની પત્ની-સાસરિયા સામે ફરિયાદ

શું સ્ટીલ અને સેમિકન્ડક્ટર પર ટેરિફ લાગશે? ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતથી સમગ્ર વિશ્વભરમાં હાહાકાર

વિડિઓઝ

Trump-Putin Meeting : અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, પુતિન-ટ્રમ્પ વચ્ચે 3 કલાક બેઠક
Ambalal Patel Rain Prediction: આ વિસ્તારોમાં પડશે પૂર જેવો વરસાદ: અંબાલાલની સૌથી ઘાતક આગાહી!
Janmashtami Celebration : દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ
Devayat Khavad News : તાલાલાના મારામારી કેસમાં આરોપી દેવાયત ખવડ હજુ ફરાર, પોલીસ નિષ્ફળ!
Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર
અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર
અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન મુલાકાત પર ભારતની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, વિદેશ મંત્રાલયે કહ્યું - 'શાંતિ માટે.....'
અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન મુલાકાત પર ભારતની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, વિદેશ મંત્રાલયે કહ્યું - 'શાંતિ માટે.....'
મારી પત્ની પહેલાથી જ મહિલાઓમાં રસ ધરાવે છે....: અમદાવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિર ગાદીપતિના પુત્ર વજેન્દ્ર પ્રસાદની પત્ની-સાસરિયા સામે ફરિયાદ
મારી પત્ની પહેલાથી જ મહિલાઓમાં રસ ધરાવે છે....: અમદાવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિર ગાદીપતિના પુત્ર વજેન્દ્ર પ્રસાદની પત્ની-સાસરિયા સામે ફરિયાદ
શું સ્ટીલ અને સેમિકન્ડક્ટર પર ટેરિફ લાગશે? ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતથી સમગ્ર વિશ્વભરમાં હાહાકાર
શું સ્ટીલ અને સેમિકન્ડક્ટર પર ટેરિફ લાગશે? ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતથી સમગ્ર વિશ્વભરમાં હાહાકાર
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી સાત દિવસ, આ જિલ્લામાં વરસશે  ભારે વરસાદ, એલર્ટ જાહેર

Ahmedabad News:ડિમોલિશન દરમિયાન આત્મવિલોપન કરનાર મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ

Gujarat Rain Forecast: 19 ઓગસ્ટથી ગુજરાતના આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Gujarat Rain: અમદાવાદ પૂર્વમાં ધોધમાર વરસાદ શરૂ, નરોડાથી મણીનગર સુધી ઠેર-ઠેર ભરાયા પાણી

Embed widget