Gujarat Hooch Tragedy : અત્યાર સુધીમાં 25 લોકોના મોત, વધુ બે શંકાસ્પદો પકડાયા
બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં 11 લોકોના મોત થયા છે.
અમદાવાદઃ બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં 11 લોકોના મોત થયા છે. ધંધુકા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 3 લોકોના મોત થયા છે. ભાવનગર, બરવાળાની હોસ્પિટલમાં 11 દર્દીઓના મોત થયા છે. હજુ પણ ભાવનગર સિવિલમાં 30થી વધુ લોકો સારવાર હેઠળ છે. હજુ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 13થી વધુ લોકો સારવાર હેઠળ છે.
બરવાળા પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ થયો છે. બરવાળા પોલીસ વધુ બે શકમંદોની અટકાયત કરી છે. બે શકમંદોને પોલીસ મથકે પૂછપરછ માટે લવાયા છે.
બોટાદના બરવાળાના નભોઇમાં ઝેરી દારૂ પીવાના કારણે 20થી વધુ લોકોના મોત થયા છે. મોતનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા જોવાઇ રહી છે. તો આ મામલે 15થી વધુ લોકોની ઘરપકડ કરાઇ છે.
બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 15ખી વધુ લોકોની ઘરપકડ કરાઇ છે. ઝેરી દારૂના કારણે બરવાળા અને ધંધુકામાં મોતનો માતમ,. બરવાળાના લઠ્ઠાકાડના કારણે આકરૂ,ઇચડી, અણિયારી, સહિતના આસપાસના ગામમાં મોતનું મામત છવાયું છે. ઝેરી દારૂની અસરથી ચંદરવામાં 2 અને દેવગણામાં 2 લોકોના મોત થયા છે.
ઝેરી દારૂ પીનાર લોકોની હાલત એટલી ગંભીર છે કે હજુ પણ મોતનો આંકડો વધી શકે છે. અસરગ્રસ્તોની અમદાવાદ, ભાવનગર,બોટાદ, ધંધુકાની હોસ્પિટલમાં સારવાર થઇ રહી છે. આ સમગ્ર ઘટનામાં મિથેનોલનો સપ્લાય કરનાર બે શખ્સની પણ પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદના લાંભા પાસેથી રાજુ નામના શખ્સની એટીએસએ ધરપકડ કરી છે તો પીપળજથી જયેશ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા તમામ શખ્સોની સઘન પૂછપરછ થઇ રહી છે. પૂછપરછમાં બરવાળાના ચોકડી ગામના સખ્સને રાજુએ કેમિકલ આપ્યોનો ખુલાસો થયો છે.