શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: રૂમમાં પતિ પરસ્ત્રી સાથે રંગરેલિયા મનાવતો હતો ને પત્ની આવી ગઈ પછી શું થયું? જાણી વિગત
ઓઢવમાં પતિને અન્ય યુવતી સાથે રંગરેલિયા મનાવતો હતો તે દરમિયાન પત્ની રૂમમાં આવી ગઈ હતી. પત્નીએ માધવપુર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદ: ઓઢવમાં ‘પતિ, પત્ની ઔર વો’નો કિસ્સો સામે આવ્યો છે. 10 વર્ષનું સુખી લગ્ન જીવન હોવા છતાં પણ પતિએ ચોરી-છૂપીથી અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધો ચાલુ રાખતાં સમગ્ર કાંડનો ભાંડો ફૂટી ગયો હતો. ઓઢવમાં ભાડે રહેલા ગયેલા પોતાના પતિને પરસ્ત્રી સાથે કઢંગી હાલતમાં પત્ની જોઈ જતાં પતિ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો જ્યારે પત્ની આ જોઈને પતિ પર ગુસ્સે ભરાઈ હતી.
જોકે પતિ આ ઘટના બાદ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નીને માર મારીને આ અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેને લઈને પત્નીએ માધવપુર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. માધવપુરા પોલીસ હાલ આ અંગે તપાસ કરી રહી છે.
પતિ સાથેના લગ્નજીવનથી બે સંતાનો છે. લગ્નના 10 વર્ષ બાદથી પતિએ શારીરિક માનસીક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિના મોબાઈલ ફોનમાં અન્ય સ્ત્રી પતિનો ફોટો જોઈ પુછપરછ કરતાં યોગ્ય જવાબ આપ્યો ન હતો. ત્યાર બાદ ઓઢવ ખાતે 2018માં ભાડાના મકાનમાં રહેવા માટે લઈ ગયો હતો.
ઓઢવમાં પતિને અન્ય યુવતી સાથે રંગરેલિયા મનાવતો હતો તે દરમિયાન પત્ની રૂમમાં આવી ગઈ હતી. આ બાબતે પતિએ પત્નીને મારી મરજીથી હું ગમે તે કરું તારે શું તેમ કહી મારઝૂડ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement