શોધખોળ કરો

Ahmedabad: ધનતેરસના દિવસે રાજ્યભરમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 155 નવા કેન્દ્રોનો પ્રારંભ, CMએ જાતે પીરસ્યું ભોજન

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કોરોના કાળમાં કોઈ ગરીબને ભૂખ્યા ન સૂવું પડે તેની ચિંતા કરીને સૌને અન્ન પહોંચાડ્યું હતું. આરોગ્ય સેવાઓ પણ આપી હતી અને કોરોના પછી નાના વેપારીઓ, ધંધો-વ્યવસાય કરનારાઓને લોન સહાય આપી આર્થિક આધાર પણ પૂરો પાડ્યો છે. ગુજરાતમાં ૩ લાખ ફેરિયાઓને આવી સહાય પી.એમ. સ્વનિધિ અન્વયે અપાઇ છે.

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ૧૫૫ નવા કેન્દ્રોનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ગરીબ, વંચિત અને સમાજના નાનામાં નાના માનવીને આરોગ્ય, આવાસ, આવક અને અભ્યાસ માટેની અનેક સફળ યોજનાઓ સરકાર દ્વારા આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ રાજ્યના બાંધકામ શ્રમિકોને પાંચ રૂપિયાના નજીવા દરે ભરપેટ ભોજન પૂરું પાડતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ૧૫૫ નવા કેન્દ્રોનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવતા સંબોધન કર્યું હતું. ઊદ્યોગ તથા શ્રમ-રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુત આ પ્રસંગે હાજર રહ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ મંત્રીમંડળના મંત્રીઓ, પદાધિકારીઓએ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનો શુભારંભ કરાવ્યો હતો.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કોરોના કાળમાં કોઈ ગરીબને ભૂખ્યા ન સૂવું પડે તેની ચિંતા કરીને સૌને અન્ન પહોંચાડ્યું હતું. આરોગ્ય સેવાઓ પણ આપી હતી અને કોરોના પછી નાના વેપારીઓ, ધંધો-વ્યવસાય કરનારાઓને લોન સહાય આપી આર્થિક આધાર પણ પૂરો પાડ્યો છે. ગુજરાતમાં ૩ લાખ ફેરિયાઓને આવી સહાય પી.એમ. સ્વનિધિ અન્વયે અપાઇ છે.

તેમણે ઉમેર્યું કે, ગરીબોને આવાસ અને તેમના સંતાનોને અભ્યાસની તક મળે તેની પણ ચિંતા કરીને સરકારે ગરીબો, વંચિતોના કલ્યાણ માટે સર્વ સમાવેશી, સર્વવ્યાપી વિકાસનો ધ્યેય રાખ્યો છે. બાંધકામ શ્રમિકોની આરોગ્ય સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા બાંધકામ સાઈટ પર જ ધનવંતરી રથની સુવિધા પૂરી પાડવામાં આવે છે તેની પણ સરાહના કરી હતી. તેમણે ‘હર હાથ કો કામ અને ભૂખ્યાને ભોજન’ નો મંત્ર પાર પાડી કલ્યાણ રાજ્ય-રામરાજ્ય બનાવવાની નેમ દર્શાવી હતી.

બાંધકામ શ્રમિકોને શ્રમિક અન્નપૂર્ણા યોજના અન્વયે અપાતા ભોજનની ગુણવત્તા અને નિયમિતતા જળવાઈ રહે તે માટે પણ મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે  જણાવ્યું હતું કે, વડાપ્રધાનના પોષણ અભિયાનને અનુલક્ષીને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં પણ શ્રમિકોને પૂરતું પોષણ મળી રહે અને તેમનું સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે શ્રમિક અન્નપુર્ણા યોજના શરુ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યના ૧૦ જિલ્લાઓમાં ૧૧૮ કડિયાનાકા પર શ્રમિક ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત હતા, તેને મળેલા શ્રમિકોના ખૂબ જ બહોળા પ્રતિસાદ અને શ્રમિકોની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારીને નવા શરૂ કરવામાં આવનારા ૧૫૫ કેન્દ્રો સહિત ૧૭ જીલ્લામાં કુલ ૨૭૩ કડિયાનાકા પરથી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ નોંધણી કરાવેલ હોય તેવા બાંધકામ શ્રમિકોને પોતાના પૂરા પરિવાર માટે એક ટંકનું ભોજન મળશે. રાજ્યભરમાં આશરે ૭૫,૦૦૦ જેટલાં શ્રમિકો લાભાન્વિત થશે. મુખ્યમંત્રીએ પોતે વૈષ્ણોદેવી ખાતે નવા શરૂ થયેલ ભોજન કેન્દ્રની મુલાકાત લઈને શ્રમિકો સાથે બેસીને ભોજન કર્યું હતું તેની વિગતો તેમણે આપી હતી.

મંત્રીએ જણાવ્યું કે, કોરોનાના કપરાં સમયે સરકારે કુલ રૂપિયા ૧૫૦૦ કરોડ ફાળવીને ત્રણ લાખથી વધુ શ્રમિકોના રહેવાની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી હતી. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોના કલ્યાણ માટે કુલ ૨૦ જેટલી યોજનાઓ અમલમાં છે. કુલ બે કરોડ જેટલા શ્રમિકોને રાજ્ય સરકારે વેતનમાં ૨૫% નો વધારો આપ્યો છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં ઉદ્યોગોને કૌશલ્ય યુક્ત શ્રમબળ પૂરું પાડવાના ધ્યેય સાથે 'કૌશલ્યા - ધ સ્કીલ યુનિવર્સિટી'ની સ્થાપના પણ કરવામાં આવી છે એમ તેમણે ઉમેર્યું હતું.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. અંજુ શર્માએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર બાંધકામ શ્રમિક ભાઈ-બહેનોના કલ્યાણ માટે સરકારે સતત ચિંતા કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત સહિત મહાનુભાવોના હસ્તે શ્રમિક પરિવારોને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. શ્રમિકોને પ્રતિક સ્વરૂપે ટિફિન અને બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
‘સુબ્રતો રોયને જેલમાં મળવા આવતી હતી એર હોસ્ટેસ’, તિહાડના પૂર્વ અધિકારીનો મોટો ખુલાસો
‘સુબ્રતો રોયને જેલમાં મળવા આવતી હતી એર હોસ્ટેસ’, તિહાડના પૂર્વ અધિકારીનો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking New: લ્યો બોલો સરકારી શાળામાં ભરતી થશે પણ સરકારનો કોઈ રોલ નહીં, જુઓ વિચિત્ર નિર્ણયMehsana Stray Cattle Terror: લગ્નપ્રસંગમાંથી પરત આવતા રખડતા ઢોરની અડફેટે અકસ્માત, એકનું મોતMahashiratri 2025: મહાશિવરાત્રિ પર સોમનાથ દાદાના દર્શન | Abp Asmita | 26-2-2025Ahmedabad Bhadrkali Temple News:અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીની નગરયાત્રા | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
‘સુબ્રતો રોયને જેલમાં મળવા આવતી હતી એર હોસ્ટેસ’, તિહાડના પૂર્વ અધિકારીનો મોટો ખુલાસો
‘સુબ્રતો રોયને જેલમાં મળવા આવતી હતી એર હોસ્ટેસ’, તિહાડના પૂર્વ અધિકારીનો મોટો ખુલાસો
સુરતમાં રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં
સુરતમાં રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં
તમારી ગર્લફ્રેન્ડે કોની કોની સાથે વાત કરી! આ ટ્રિકથી જાણી શકશો Call History
તમારી ગર્લફ્રેન્ડે કોની કોની સાથે વાત કરી! આ ટ્રિકથી જાણી શકશો Call History
PICS: ભારતથી લઇ પાકિસ્તાન સુધી, જાણો 2025 ચેમ્પિયન્સ ટ્રૉફીના તમામ ટીમોના કોણ છે કેપ્ટન ?
PICS: ભારતથી લઇ પાકિસ્તાન સુધી, જાણો 2025 ચેમ્પિયન્સ ટ્રૉફીના તમામ ટીમોના કોણ છે કેપ્ટન ?
ભારતીય રેલવેમાં એપ્રેન્ટિસ પોસ્ટ્સ પર નોકરી મેળવવાની તક, જાણો કોણ કરી શકશે અરજી?
ભારતીય રેલવેમાં એપ્રેન્ટિસ પોસ્ટ્સ પર નોકરી મેળવવાની તક, જાણો કોણ કરી શકશે અરજી?
Embed widget