શોધખોળ કરો
‘નમસ્તે ટ્રમ્પ’: નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા અમદાવાદ પોલીસ છાવણીમાં ફેરવાયું, જાણો
સમગ્ર રૂટ પર 200 જેટલા CCTV કેમેરા લગાવાયા છે. NSG અને SPG ડ્રોન કેમેરાથી નજર રાખશે. 30 IPS, 70 ACP, 250 PI અને 1000 PSI સહિત 12 હજાર પોલીસ કર્મીઓ ખડેપગે હાજર રહેશે.

અમદાવાદ: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદમાં આગમન થવાનું છે. જોકે આ પહેલા મોટેરા સ્ટેડિયમ સહિત અમદાવાદના અનેક વિસ્તારો પોલીસ છાવણીમાં ફેરવાયા છે. એરપોર્ટથી લઈને મોટેરા સ્ટેડિયમ સુધી થ્રી લેયરમાં સુરક્ષા આપવામાં આવી છે. અડધા અમદાવાદમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જ્યારે અનેક વાર રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.
નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ માટે થ્રિ લેયરમાં સિક્યુરિટી ગોઠવવામાં આવી છે. ફર્સ્ટ લેયરમાં USની સિક્રેટ સર્વિસ એજન્સી તૈનાત રહેશે. આધુનિક હથિયાર સાથે US સુરક્ષા એજન્સી સુરક્ષા આપશે. સેકન્ડ લેયરમાં એસપીજી અને એનએસજી કમાન્ડો સુરક્ષા આપશે. થર્ડ લેયરમાં ATS અને ક્રાઈમ બ્રાંચના જવાન તૈનાત રહેશે.
પોલીસ સુરક્ષા કવચને આખરી ઓપ આપવામા આવ્યો છે. એરપોર્ટ પર એન.એસ.જી કમાન્ડો તૈનાત કરી દેવામાં આવ્યા છે. હથિયારધારી કમાન્ડો ટ્રમ્પ અને મોદીની સુરક્ષામાં ગોઠવાયા છે. ગુજરાત પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સી દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સિક્રેટ સર્વિસ એજન્સીઓ પણ સતર્ક છે.
સમગ્ર રૂટ પર 200 જેટલા CCTV કેમેરા લગાવાયા છે. NSG અને SPG ડ્રોન કેમેરાથી નજર રાખશે. 30 IPS, 70 ACP, 250 PI અને 1000 PSI સહિત 12 હજાર પોલીસ કર્મીઓ ખડેપગે હાજર રહેશે.
એરપોર્ટ, રોડ શોમાં એક હજાર પોલીસકર્મી તૈનાત રહેશે. એન્ટી સનાઈપરની NSGની ટુકડીઓ સ્ટેન્ડ બાય મોડ પર ગોઠવી દેવામાં આવી છે. મોટેરા અને ગાંધી આશ્રમ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. 120 જેટલા DFMD સ્કેનિંગ મશીન તૈયાર રાખવામાં આવ્યાં છે. ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર મશીન પણ લગાવવામાં આવ્યા છે.




વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement