નડિયાદના ઉજાસ મેનગરનું અમેરિકામાં મોત, 46 દિવસ પહેલા થયું હતું ફાયરિંગ
દોઢ મહિના પહેલા અમેરિકાના નોર્થ કેરોલિનાના ગ્રીન્સબોરો સિટીમાં રહેતા અને વોલ્વો કંપનીમાં જોબ કરતાં ઉજાસ મેનગર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમને ત્રણ ગોળી વાગી હતી.
Kheda News: નડિયાદના ઉજાસ મેનગર નામના યુવક ઉપર અમેરિકાના નોર્થ કોરોલિના સ્ટેટમાં 46 દિવસ પહેલા ફાયરિંગ થયું હતું. લૂંટના ઇરાદે અજાણ્યા વક્તિએ ગ્રીન બોરો સિટીમાં રહેતા ઉજાસ ઉપર ઘર આંગણે જ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઉજાસને પેટના ભાગે ગોળી વાગતા હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો. સારવારના અંતે ગઈકાલે ઉજાસનું મોત થયું હતું. જેને લઈ પરિવારજનો શોકમગ્ન તઈ યા હતા.
દોઢ મહિના પહેલા અમેરિકાના નોર્થ કેરોલિનાના ગ્રીન્સબોરો સિટીમાં રહેતા અને વોલ્વો કંપનીમાં જોબ કરતાં ઉજાસ મેનગર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમને ત્રણ ગોળી વાગી હતી. મૂળ નડિયાદનો ઉજાસ અમેરિકામાં ઘણા સમયથી સેટલ થયો હતો અને ત્યાં એન્જિનિયર તરીકે સારી જોબ પણ કરતો હતો. ઉજાસ પોતાના ઘરની પાસે જ કારમાંથી બહાર નીકળ્યો તે જ વખતે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, જોબ પરથી વહેલી સવારે પાછો આવ્યો ત્યારે કદાચ આ ઘટના બની હતી. લૂંટારાએ કરેલા હુમલા બાદ ઉજાસને લોહીલૂહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તાત્કાલિક તેના પર સર્જરી કરી હતી. જોકે, ઉજાસને થયેલી ઈજા ખૂબ જ ગંભીર હોવાના કારણે તેની હાલત નાજુક હતી.
એવું પણ માનવામાં આવી રહ્યું છે કે હુમલાખોરો ઉજાસનો પહેલાથી જ પીછો કરી રહ્યા હતા અને જેવો તે કારની બહાર આવ્યો કે તે સાથે જ તેને હથિયાર બતાવીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ઉજાસે પ્રતિકાર કરતાં લૂંટારાએ તેના પર ધડાધડ ગોળીઓ છોડી હતી, જેમાંથી ત્રણ ગોળી ઉજાસને વાગતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો અને ત્યારબાદ લૂંટારૂં પણ ભાગી છૂટ્યો હતો. ઉજાસ મેનગરની ફેસબુક પ્રોફાઈલ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, તે વોલ્વો કંપનીમાં સિનિયર પ્રોડક્ટ પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતો હતો. ઉજાસે પોતાનો ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો માસ્ટર ડિગ્રીનો અભ્યાસ પણ અમેરિકામાંથી જ કર્યો હતો, જ્યારે 2014માં તેણે અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બેચલર્સની ડિગ્રી મેળવી હતી. અમેરિકામાં વોલ્વો કંપની સાથે જોડાયેલો ઉજાસની ઈલેક્ટ્રોમોબિલિટી પર કામ કરતો હતો.
કચ્છમાં ધો. 10ના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ આવ્યો હાર્ટ એટેક, સ્કૂલ અને પરિવારમાં શોકનો માહોલ
ભાવનગર-જેતલસર ટ્રેનને પોરબંદર સુધી લંબાવવામાં આવી, સાંસદ રમેશ ધડૂકે બતાવી લીલી ઝંડી