આજથી આ બે કંપનીઓના IPO ભરણાં માટે ખુલ્યા, જાણો કેટલી છે પ્રાઈસ બેન્ડ
રોકાણકારો 3 સપ્ટેમ્બર સુધી આઈપીઓ માટે બિડ કરી શકશે......
આજથી વધુ 2 IPO બજારમાં આવ્યા છે. સ્પેશિયાલિટી કેમિકલ્સ ઉત્પાદક એમી ઓર્ગેનિક્સ અને હેલ્થકેર ચેઇન વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટરનો આઇપીઓ ખુલ્યો છે. રોકાણકારો 3 સપ્ટેમ્બર સુધી આઈપીઓ માટે બિડ કરી શકશે.
એમી ઓર્ગેનિક્સે ઈશ્યુ પ્રાઈસ બેન્ડ 603-610 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યો છે. કંપની 570 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટરની ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ 522-531 રૂપિયા પ્રતિ શેર છે. કંપની 1,895 કરોડ એકત્ર કરવાની તૈયારીમાં છે.
એમી ઓર્ગેનિક્સ આઈપીઓ
200 કરોડના નવા શેરો જારી કરાયા
કંપનીએ ઇશ્યૂમાં રૂ .200 કરોડના નવા શેર જારી કર્યા છે. આ સિવાય, પ્રમોટરો અને હાલના શેરધારકો ઓફ-ફોર-સેલ (OFS) મારફતે 60.6 લાખ શેર વેચશે. IPO દ્વારા 570 કરોડ એકત્ર કરવાની યોજના છે.
ન્યૂનતમ રોકાણ જરૂરી
એમી ઓર્ગેનિક્સના આઈપીઓ માટે શેરની કિંમત 603-610 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તે જ સમયે, એક લોટ 24 શેરનો હશે. IPO માં રોકાણ કરવા માટે 1 લોટ ખરીદવું જરૂરી છે. અપર પ્રાઇસ બેન્ડ મુજબ આ ઇશ્યૂમાં ઓછામાં ઓછું 14,640 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
દેવું ચૂકવવા માટે ભંડોળનો ઉપયોગ કરવામાં આવશે
140 કરોડનું દેવું ચૂકવવા માટે કંપની તેના IPO દ્વારા એકત્ર કરેલા ભંડોળનો ઉપયોગ કરશે. બીજી બાજુ ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા અને સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે પણ કરવામાં આવશે.
એમી ઓર્ગેનિકનો વ્યવસાય
રસાયણોના સંશોધન અને વિકાસ સાથે કંપની તેનાથી સંબંધિત ઉત્પાદન પણ કરે છે. કંપની યુરોપ, ચીન, જાપાન, ઇઝરાયલ, યુએસએ, યુકે જેવા બજારોમાં બહુરાષ્ટ્રીય ફાર્મા કંપનીઓને ફાર્મા ઇન્ટરમીડિએટ્સ પણ નિકાસ કરે છે. છેલ્લા નાણાકીય વર્ષમાં એમી ઓર્ગેનિકની આવક વધીને 340.61 કરોડ રૂપિયા થઈ હતી. ચોખ્ખો નફો રૂ. 27.47 કરોડથી વધીને રૂ. 53.99 કરોડ થયો છે.
વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટર આઈપીઓ
IPOમાં બિડિંગ માટે 14,868 રૂપિયાનું લઘુતમ રોકાણ કરવું પડશે
વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટરે 28 શેરની લોટ સાઇઝ નક્કી કરી છે. 531 રૂપિયા પ્રતિ શેરના પ્રાઇસ બેન્ડ પર એક લોટ માટે અરજી કરવા પર 14,868 રૂપિયાનું લઘુતમ રોકાણ કરવું પડશે.
સામાન્ય રોકાણકારો માટે 35% અનામત
50% IPO ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs) અને 35% રિટેલ રોકાણકારો માટે અનામત છે. બાકીના 15% બિન-સંસ્થાકીય ખરીદદારો માટે અનામત છે. આ IPO શુદ્ધપણે ઓફર ફોર સેલ (OFS) હશે. જેમાં હાલના પ્રમોટરો અને રોકાણકારો તેમના શેર વેચશે.
વિજય ડાયગ્નોસ્ટિક્સનો વ્યવસાય
કેદારા કેપિટલ દ્વારા ભંડોળ મેળવેલ વિજયા ડાયગ્નોસ્ટિક્સ તેના વિશાળ નેટવર્ક દ્વારા પેથોલોજી અને રેડિયોલોજી પરીક્ષણ સેવાઓ પૂરી પાડે છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, કોલકાતા અને એનસીઆરમાં તેના 80 નિદાન કેન્દ્રો અને 11 રેફરન્સ પ્રયોગશાળાઓ છે. નાણાકીય વર્ષ 2020-21માં કંપનીનો નફો વધીને 84.91 કરોડ થયો છે. તેની કુલ આવક વધીને 388.59 કરોડ થઈ હતી. જ્યારે નાણાકીય વર્ષ 2019-20માં નફો 62.5 કરોડ રૂપિયા હતો.