EPFO News: ઈપીએફઓ સબ્સ્ક્રાઈબર્સ માટે સારા સમાચાર, સરકારે વ્યાજ કર્યુ જમા, આ રીતે ચેક કરો તમારું બેલેંસ
EPFO News: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને 23.34 કરોડ ખાતાધારકોને સારા સમાચાર આપ્યા છે. ઈપીએફઓએ 8.50 ટકાના વ્યાજદરથી રકમ જમા કરી છે.
EPFO News: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ તેના સબસ્ક્રાઈબર્સને સારા સમાચાર આપ્યા છે. EPFOએ 23.34 કરોડ ખાતાધારકોના ખાતામાં નાણાંકીય વર્ષ 2020-21નું વ્યાજ જમા કરાવ્યું છે અને એક ટ્વિટ દ્વારા આ માહિતી આપી છે. આ વર્ષે ઓક્ટોબર મહિનામાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને નાણાકીય વર્ષ 2020-21 માટે 8.50 ટકા વ્યાજ દર રાખવાની જાહેરાત કરી હતી અને હવે આ વ્યાજ EPF ખાતાધારકોના ખાતામાં આવી ગયું છે.
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને એક ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે. નાણાકીય વર્ષ 2020-21 માટે 8.50 વ્યાજ દર સાથે 23.34 કરોડ ખાતામાં જમા કરવામાં આવ્યા છે. જો તમે પણ EPF સબસ્ક્રાઇબર છો, તો તમારે હવે ચેક કરવું જોઈએ કે તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહી.
23.34 crore accounts have been credited with an interest of 8.50% for the FY 2020-21. @LabourMinistry
— EPFO (@socialepfo) December 13, 2021
@esichq @PIB_India @byadavbjp @Rameswar_Teli
આ ચાર રીતે ચેક કરો બેલેંસ
એસએમએસ દ્વારા
EPFO ના મેમ્બર રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી EPFOHO UAN નંબર લખીને 7738299899 પર મેસેજ મોકલો. થોડી વાર પછી છેલ્લું બેલેન્સ તમારા મોબાઈલ નંબર પર SMS ના રૂપમાં આવશે.
ફોન પરથી મિસ્ડ કોલ આપવો
EPFO સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ આપો. આ પછી મોબાઈલ નંબર પર એક SMS આવશે જેનાથી તમને તમારા PF એકાઉન્ટનું બેલેન્સ ખબર પડશે.
EPFOની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
- EPFO ની સત્તાવાર વેબસાઇટ https://unifiedportal-mem.epfindia.gov.in પર જાવ અને સર્વિસ ટેબ પર જાવ તથા અરજી પર ક્લિક કરો.
- મેમ્બર પાસબુક પર જાવ અને તમારો UAN નંબર અને પાસવર્ડ દાખલ કરો.
- લોગિન કર્યા પછી, પાસબુક ખુલશે જેમાં તમારા અને એમ્પ્લોયર દ્વારા જમા કરાયેલી રકમ સાથે વ્યાજનું સંપૂર્ણ ટેબલ ખુલશે. આ રીતે લેટેસ્ટ વ્યાજની સાથે લેટેસ્ટ બેલેન્સ જાણી શકો છો
UMANG એપ દ્વારા
- સૌ પ્રથમ ઉમંગ એપ ડાઉનલોડ ન હોય તો પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો.
- આ પછ, ફોનમાં UMANG એપ ખોલો અને EPFO પર ક્લિક કરો.
- ત્યાર બાદ Apply Centric Service પર ક્લિક કરો.
- વ્યૂ પાસબુક પર ક્લિક કરો અને તમારો UAN નંબર અને પાસવર્ડ દાખલ કરો.
- આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.
- OTP દાખલ કરીને PF બેલેન્સ ચેક કરી શકાય છે.