Multibagger Stock: જો તમે 2022માં આ મલ્ટિબેગર સ્ટોકમાં 10 લાખ રોક્યા હોત તો તમે આજે બની ગયા હોત કરોડપતિ!
Multibagger Stock News: જૂન 2022માં, કલ્યાણ જ્વેલર્સનો શેર ઘટીને રૂ. 55 થયો હતો, જે હવે રૂ. 722 પર ટ્રેડ થઈ રહ્યો છે.
Multibagger Stock: આજે મલ્ટિબેગર સ્ટોક્સ(Multibagger Stocks)ના એપિસોડમાં, કલ્યાણ જ્વેલર્સ વિશે વાત કરી રહ્યા છીએ. એ જ કલ્યાણ જ્વેલર્સ (Kalyan Jewellers) જેના બ્રાન્ડ એમ્બેસેડર છે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન. ભારતમાં સોનું ખરીદવાનો ક્રેઝ છે. પરંતુ સોનાને બદલે, જો તમે કલ્યાણ જ્વેલર્સના શેર ખરીદ્યા હોત, જે સોનાના દાગીના બનાવે છે અને વેચે છે, તો કલ્યાણ જ્વેલર્સના શેરો તમને સોનામાં રોકાણ કરતાં અનેક ગણું વધુ વળતર આપત.
કલ્યાણ જ્વેલર્સનો IPO 2021માં આવ્યો હતો
કલ્યાણ જ્વેલર્સનો IPO માર્ચ 2021માં આવ્યો હતો. કંપનીએ IPO દ્વારા રૂ. 87ના ઇશ્યૂ ભાવે નાણાં એકત્ર કર્યા હતા. લિસ્ટિંગના પ્રથમ દિવસે, શેર તેની IPO કિંમતની નીચે રૂ. 75.2 પર બંધ થયો હતો. અને તે સ્તરથી કલ્યાણ જ્વેલર્સના શેરમાં 10 ગણો ઉછાળો આવ્યો છે. કંપનીના શેરે રૂ. 786.25ની ઊંચી સપાટી બનાવી છે. 4 ડિસેમ્બર, 2024ના રોજ કલ્યાણ જ્વેલર્સનો શેર રૂ. 723 પર બંધ થયો હતો.
જૂન 2022 પછી 12 વખત આવ્યો ઉછાળો
જૂન 2022માં કલ્યાણ જ્વેલર્સનો શેર ઘટીને રૂ.55ના સ્તરે પહોંચી ગયો હતો. અને જો રોકાણકારે જૂન 2022માં સોનાને બદલે કલ્યાણ જ્વેલર્સના શેર ખરીદ્યા હોત, તો તેની મહેનતની કમાણી 12 ગણી વધી ગઈ હોત. જૂન 2022 થી અઢી વર્ષમાં, કલ્યાણ જ્વેલર્સના શેરોએ તેના રોકાણકારોને મલ્ટિબેગર વળતર આપ્યું છે.
જો તમે જૂન 2022માં કલ્યાણ જ્વેલર્સના રૂ. 10 લાખના શેર ખરીદ્યા હોત, તો તમારું રોકાણ વધીને રૂ. 1.30 કરોડ થઈ ગયું હોત. જ્યારે જૂન 2022 માં, જો તમે સોનું ખરીદ્યું હોત જે તે સમયે 51000 રૂપિયા પ્રતિ 10 ગ્રામમાં ઉપલબ્ધ હતું. જો તમે 10 લાખ રૂપિયામાં 200 ગ્રામ સોનું ખરીદ્યું હોત, તો આજે તેની કિંમત માત્ર 15.20 લાખ રૂપિયા છે.
કલ્યાણ જ્વેલર્સે કરાવી મોટી કમાણી
આનાથી સ્પષ્ટ છે કે માર્ચ 2021માં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ સમયે હોય કે, જૂન 2022માં કલ્યાણ જ્વેલર્સના શેરમાં માટો ઘટાડા પર, જેમણે કલ્યાણ જ્વેલર્સના શેર ખરીદી લીધા હશે તે રોકાણાકારોને મોટી આવક થઈ છે.
આ પણ વાંચો...
રૂપિયા તૈયાર રાખજો... આવી ગઇ સૌથી ધાંસૂ રિટેલ કંપનીનો IPO ખુલવાની તારીખ, જાણો GMP અને પ્રાઇસ બેન્ડ
(Disclaimer: આ સમાચાર માત્ર માહિતીના હેતુથી પ્રકાશિત કરવામાં આવ્યા છે. જો તમે આમાંના કોઈપણ શેરમાં નાણાંનું રોકાણ કરવા માંગતા હો, તો પહેલા પ્રમાણિત રોકાણ સલાહકારની સલાહ લો. ABP LIVE ક્યારેય કોઈને અહીં રાોકણ કરવાની સલાહ આપતું નથી.)