(Source: ECI/ABP News/ABP Majha)
Petrol Price Hike: જાણો કયા દેશમાં પેટ્રોલ 338 રૂપિયા પ્રતિ લિટરે મળી રહ્યું છે?
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં અચાનક ઉછાળો અને ડોલર સામે શ્રીલંકાના રૂપિયાના અવમૂલ્યનના નિર્ણયને કારણે કંપનીએ ઈંધણના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવો પડ્યો છે.
Sri Lanka Economic Crisis: આર્થિક સંકટ અને દેવાની જાળમાં ફસાયેલા શ્રીલંકામાં હવે પેટ્રોલ 338 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. શ્રીલંકાની સરકારી તેલ કંપની સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન (CPC) એ સોમવારે મધરાતથી 92 ઓક્ટેન પેટ્રોલની કિંમત 84 રૂપિયા વધારીને 338 રૂપિયા પ્રતિ લિટર કરી દીધી છે. લંકા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (LIOC) દ્વારા કિંમતોમાં વધારો કર્યાના એક દિવસ બાદ, સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશને પણ ભાવ વધારવાનો નિર્ણય લીધો છે.
લંકા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (LIOC) એ છ મહિનામાં પાંચ વખત ભાવ વધાર્યા છે, જ્યારે સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશને એક મહિનામાં બીજી વખત કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં અચાનક ઉછાળો અને ડોલર સામે શ્રીલંકાના રૂપિયાના અવમૂલ્યનના નિર્ણયને કારણે કંપનીએ દેશમાં ઈંધણના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવો પડ્યો છે.
શ્રીલંકા 1948માં પોતાની આઝાદી બાદ પ્રથમ વખત આટલા મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકામાં વિદેશી મુદ્રા ભંડારની અછત છે, જેના કારણે તે ખાદ્ય ચીજવસ્તુઓ સાથે ઇંધણની આયાત કરી શકતું નથી, જેના કારણે સ્થાનિક ભાવમાં આટલો ઊંચો ઉછાળો જોવા મળી રહ્યો છે. 7 માર્ચથી શ્રીલંકન ચલણમાં 60 ટકાનો ઘટાડો થયો છે.
ઈંધણના ભાવ વધારાના કારણે સ્થાનિક લોકોમાં પણ ભારે નારાજગી છે અને તેઓ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકોને ઈંધણ અને ગેસ મેળવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે, ત્યારે તેઓ વીજ સંકટનો પણ સામનો કરી રહ્યા છે.