HDFC બેંકનું HDFC સાથે મર્જર બાદમાં શેરધારકોને શું થશે ફાયદો, જાણો વિગતે
આ મર્જર બાદ HDFC બેંકમાં HDFCનો હિસ્સો 41 ટકા થઈ જશે. હાલમાં, આ મર્જર માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સહિત અન્ય રેગ્યુલેટર્સ પાસે મંજૂરી લેવી પડશે.
HDFC ને HDFC બેંક સાથે મર્જ કરવામાં આવશે. દેશની અગ્રણી હોમ લોન ધિરાણકર્તા HDFCનું HDFC બેંક સાથે મર્જર કરવામાં આવશે. હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન (HDFC) ના બોર્ડે તેની મંજૂરી આપી દીધી છે. મર્જર હેઠળ HDFC બેન્કના 25 શેરને બદલે HDFCના 42 શેર ઉપલબ્ધ થશે. આ મર્જર પછી HDFC બેંકનો હાઉસિંગ લોન પોર્ટફોલિયો ઘણો મજબૂત બનશે. આ ઉપરાંત તેને એચડીએફસીના ગ્રાહકોનો પણ લાભ મળશે.
આ મર્જર બાદ HDFC બેંકમાં HDFCનો હિસ્સો 41 ટકા થઈ જશે. હાલમાં, આ મર્જર માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સહિત અન્ય રેગ્યુલેટર્સ પાસે મંજૂરી લેવી પડશે. આજે આ બંને શેરોમાં બમ્પર તેજી જોવા મળી રહી છે. રિપોર્ટ અનુસાર, HDFCની કુલ સંપત્તિ 6.23 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે HDFC બેંકની કુલ સંપત્તિ 19.38 લાખ કરોડ રૂપિયા છે. એવું માનવામાં આવે છે કે આ ટ્રાન્ઝેક્શન પછી HDFC બેન્કનું અસુરક્ષિત લોનનું એક્સપોઝર ઘટશે. આનો અર્થ એ છે કે તેની એસેટ ગુણવત્તામાં સુધારો થશે. એવું માનવામાં આવે છે કે આ મર્જર નાણાકીય વર્ષ 2023-24 ના બીજા અથવા ત્રીજા ક્વાર્ટર સુધીમાં પૂર્ણ થઈ જશે.
મર્જરના સમાચાર બહાર આવ્યા બાદ બંને શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સવારે 10 વાગ્યે HDFC બેંકનો શેર 10.25 ટકાના વધારા સાથે 1660 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. રૂ. 1725 તેની 52 સપ્તાહની ઊંચી સપાટી છે. HDFCનો શેર 14.25 ટકાના વધારા સાથે રૂ. 2801 પર ટ્રેડ કરી રહ્યો હતો. 52 સપ્તાહની ઊંચી કિંમત 3021 રૂપિયા છે. HDFC લાઇફ ઇન્સ્યોરન્સનો શેર 6 ટકા વધીને રૂ. 583ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. રૂ. 775 તેની 52 સપ્તાહની ઊંચી સપાટી છે.
Housing Development Finance Corporation Limited (HDFC) will merge into HDFC Bank, reads the official document pic.twitter.com/Ky2Q9mXoas
— ANI (@ANI) April 4, 2022
બંધન બેંકનો સ્ટોક 2.3 ટકા વધીને રૂ. 327ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. 52 સપ્તાહની ઊંચી સપાટી 365 રૂપિયા છે. HDFC લિમિટેડ બંધન બેંકમાં 9.89 ટકા હિસ્સો ધરાવે છે.
હાલમાં, નિફ્ટીમાં HDFC અને HDFCનું કુલ વેઇટેજ 15 ટકા છે. આ જ કારણ છે કે જ્યારે આ બે શેરોમાં હલચલ થાય છે ત્યારે શેરબજારનો મૂડ બગડી જાય છે. આ મર્જર અંગે HDFCના ચેરમેન દીપક પારેખે કહ્યું કે આનાથી બેંકની બેલેન્સ શીટમાં સુધારો થશે. સંયુક્ત સંસ્થાઓ મોટી ટિકિટ લોનનું વિતરણ કરી શકશે, જે અર્થતંત્રને મદદ કરશે.