India Forex Reserve: દુનિયા આખી મંદીના ખપ્પરમાં પણ ભારતની બલ્લે બલ્લે, આવ્યા ગુડ ન્યૂઝ
ભારતના વિદેશ મુદ્રા ભંડારમાં નોંધપાત્ર વધારો થયો છે. વિદેશી મુદ્રા ભંડારમાં $2 બિલિયનથી વધુનો ઉછાળો આવ્યો છે.
India Forex Reserve News: પાકિસ્તાન, શ્રીલંકા સહિતના અનેક દેશોનો ભંડાર ખાલી ખમ્મ થઈ રહ્યો છે અને બીજી બાજુ દુનિયા આખી મંદીનો માર સહન કરી રહી છે ત્યારે ભારતનો ખજાનો છલકાયો છે. ભારતના વિદેશ મુદ્રા ભંડારમાં નોંધપાત્ર વધારો થયો છે. વિદેશી મુદ્રા ભંડારમાં $2 બિલિયનથી વધુનો ઉછાળો આવ્યો છે. 28 એપ્રિલ, 2023ના રોજ પૂરા થતા સપ્તાહમાં વિદેશી વિનિમય અનામત $ 586.39 બિલિયન પર પહોંચી ગયું છે, જે અગાઉ 21 એપ્રિલના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં $ 584.25 બિલિયન હતું.
આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા) દ્વારા કરવામાં આવેલા ડેટા અનુસાર, આ સમયગાળા દરમિયાન વિદેશી મુદ્રા ભંડારમાં $2.14 બિલિયનનો ઉછાળો જોવા મળ્યો છે. જો કે વિદેશી મુદ્રા ભંડાર હજુ પણ તેની ઐતિહાસિક ઊંચાઈ કરતા $60 બિલિયન ઓછો છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર જ્યાં ભારતના વિદેશી મુદ્રા ભંડાર 586.39 અબજ ડોલર રહ્યો જ્યારે વિદેશી ચલણની સંપત્તિમાં $2.71 બિલિયનનો વધારો થયો છે અને તે વધીને $519.48 બિલિયન થઈ ગયો છે. જોકે ગોલ્ડ રિઝર્વમાં ઘટાડો થયો છે અને તે ઘટીને $45.65 બિલિયન થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન IMFમાં અનામત $5.17 બિલિયન રહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 2021માં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 645 અબજ યુએસ ડોલરના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો હતો, પરંતુ ત્યારથી વિદેશી મુદ્રા ભંડારમાં સતત ઘટાડો શરૂ થયો હતો. જે ઘટીને $525 અબજના સ્તરે આવી ગયો હતો. પરંતુ નીચલા સ્તરેથી વિદેશી રોકાણમાં ઉછાળો અને વિદેશી પોર્ટફોલિયો રોકાણમાં ઉછાળાને કારણે ફોરેક્સ રિઝર્વમાં વધારો થયો, જો કે તેમના ઉચ્ચ સ્તરો કરતાં ઘણો ઓછો છે.
2022માં જ્યારે યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધારો કર્યા બાદ વિદેશી રોકાણકારોએ તેમનું રોકાણ પાછું ખેંચવાનું શરૂ કર્યું, ત્યારે રૂપિયામાં નબળાઈ જોવા મળી હતી. ડોલર સામે રૂપિયો 10 ટકા ઘટીને રૂ.83ના સ્તરે પહોંચ્યો હતો. રૂપિયાને ટેકો આપવા માટે આરબીઆઈએ ડોલર વેચવા પડ્યા હતા, જેના કારણે વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો હતો.
નોટબંધીને લઈ RBI એ પ્રથમ વખત આપી મોટી જાણકારી, જાણો વિગત
રિઝર્વ બેંકે કહ્યું હતું કે, નોટબંધી દરમિયાન પરત આવેલી 500 અને 1000 રૂપિયાની જૂની નોટોની ગણતરી અને અસલીની ઓળખ કર્યા બાદ તેનો નાશ કરવા માટે ઈંટો બનાવાશે. નોટબંધી લાગુ કર્યા બાદ 30 જૂન, 2017 સુધી 15.28 લાખ કરોડ રૂપિયાની જૂની નોટો આરબીઆઈ પાસે આવી હતી.
આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક રિપોર્ટમાં કરવામાં આવેલા ખુલાસા મુજબ, 8 નવેમ્બર 2016ના રોજ 15 લાખ 44 હજાર કરોડથી વધારે રકમની નોટો ચલણમાં હતી. હાલ 15 લાખ 31 હજાર કરોડની નોટો ફરી ચલણમાં આવી ગઈ છે. વડાપ્રધાન મોદીએ 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કરીને નવી 500 અને 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. જૂની નોટો બેંકમાં પરત જમા કરાવવા માટે સરકારે 50 દિવસનો સમય આપ્યો હતો.