શું મ્યુચ્યુઅલ ફંડથી રોકાણકારોનો મોહભંગ થયો? મે મહિનામાં SIP બંધ થવાની સંખ્યા 7.4 વધી, ₹31,100 કરોડનું રિડેમ્પશન
Mutual Fund: મે મહિનામાં રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડ્સમાં SIP દ્વારા રૂ. 14,749 કરોડનું રોકાણ કર્યું છે, જે એપ્રિલમાં રૂ. 13,728 કરોડ હતું.
Mutual Fund Update: શેરબજારમાં અદભૂત તેજી વચ્ચે, મે મહિનામાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા રોકાણ કરનારા રોકાણકારોની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. મે 2023 માં, નવી SIP નોંધણીઓની સંખ્યા 24.7 લાખ હતી જ્યારે એપ્રિલમાં 19.56 લાખ નવી SIP નોંધાઈ હતી. એટલે કે મે મહિનામાં વધુ 5 લાખ લોકોએ SIP એકાઉન્ટ ખોલાવ્યા છે.
એક તરફ, મે મહિનામાં નવી SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન)ની નોંધણીમાં મોટો ઉછાળો આવ્યો છે. પરંતુ તેની સાથે જ લોકોએ 14.19 લાખ SIP એકાઉન્ટ પણ બંધ કરી દીધા છે. આ ત્યારે છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડના સંચાલન હેઠળની એસેટ 3.8 ટકાના વધારા સાથે રૂ. 43.2 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. મે મહિનામાં રૂ. 31,100 કરોડનું રિડેમ્પશન જોવા મળ્યું છે, જે પાછલા મહિના કરતાં 36.6 ટકા વધુ છે. જ્યારે ઈક્વિટી સ્કીમ્સમાં કુલ રોકાણ રૂ. 34,100 કરોડ થયું છે, જે 21 ટકા વધુ છે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડના ડેપ્યુટી એમડી ડીપી સિંઘના જણાવ્યા અનુસાર, નવી એસઆઈપીની નોંધણીની સંખ્યા બંધ થવાની સંખ્યા કરતાં વધુ છે, જે રોકાણકારોનો વિશ્વાસ દર્શાવે છે. તેમણે કહ્યું કે ઓનલાઈન મોડમાં રદ કરવાની પ્રક્રિયાની સરળતા પણ એક કારણ છે.
મે મહિનામાં રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા રૂ. 14,749 કરોડનું રોકાણ કર્યું છે, જે એપ્રિલમાં રૂ. 13,728 કરોડ હતું. માર્ચમાં 14,276 કરોડ. SIP દ્વારા રોકાણ કર્યા પછી, આ મોડમાં કુલ ઇનફ્લો વધીને રૂ. 7.53 લાખ કરોડ થયો છે, જે અગાઉના મહિનામાં રૂ. 7.17 લાખ કરોડ હતો.
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની AUM મે મહિનામાં 4.5 ટકાના ઉછાળા સાથે રૂ. 16.56 લાખ કરોડ પર પહોંચી છે. જે એપ્રિલમાં 15.84 લાખ કરોડ રૂપિયા હતી. એવું માનવામાં આવે છે કે બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટીમાં 2.6 ટકાના ઉછાળાને કારણે AUMમાં આ વધારો જોવા મળ્યો છે.
સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન - SIP શું છે?
સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) એ મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ઓફર કરવામાં આવતો એક રોકાણ કરવા માટે નો માર્ગ છે જેમાં વ્યક્તિ નિયમિત સમયાંતરે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં નિશ્ચિત રકમનું રોકાણ કરી શકે છે- એકસાથે રોકાણ કરવાને બદલે સાપ્તાહિક/માસિક/ત્રિમાસિક/અર્ધ-વાર્ષિક અથવા વાર્ષિક એકવાર રોકાણ કરવામાં આવે છે. હપ્તાની રકમ મહિને રૂ.500 જેટલી ઓછી હોઈ શકે છે અને તે રિકરિંગ ડિપોઝિટ જેવી જ છે. તે અનુકૂળ છે કારણ કે તમે દર મહિને રકમ ડેબિટ કરવા માટે તમારી બેંકને સ્ટેન્ડિંગ સૂચનાઓ આપી શકો છો.