શું છે કોરોના રક્ષક અને કોરોના ક્વચ પોલિસી શા માટે ખરીદવી જોઇએ. બંનેમાં શું તફાવત, જાણો
કોરોનાની મહામારીમાં હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની કોરોના રક્ષક અને કોરોના કવચ એમ બે પોલિસી લાવી છે. શું છે આ પોલિસીના ફાયદા જાણીએ
નવી દિલ્લી: કોરોનાની મહામારીમાં લોકોને હેલ્થ પોલીસીની કિંમત સમજાય આ સ્થિતિમાં કોવિડની બીમારીને કવર કરતી પોલીસીની ડિમાન્ડ વધી આ સ્થિતિમાં વીમા કંપનીએ કોરોનાને કવર કરતી બે પોલીસી લઇને આવી છે. કોરોના કવચ અને કોરોના રક્ષક. આ બંને પોલિશી શું છે અને બંનેમાં શું તફાવત છે. જાણીએ..
ધ ઇન્સ્યુરન્સ રેગ્યુલેટર અને ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે (irdail) હેલ્થ ઇન્સ્યુરન્સ કંપની કોરોનાની મહામારીને કવર કરતા બે પ્રકારના વીમો આપી રહી છે. જેમાં કોરોના કવચ અને કોરોના રક્ષક સામેલ છે.કોરોના ક્વચ અને કોરોના રક્ષક વિમાનો લગભગ ઉદેશ સમાન છે. જો કે લાભની દષ્ટીઓ થોડો તફાવત છે. જે અંતર સમજવું જરૂરી છે.
કોરોના ક્વચ અને કોરોના રક્ષક વીમામાં શું તફાવત છે.
કોવિજની બીજી લહેર હવે લગભગ અંતના આરે છે. સતત કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. જો કે હજું પણ આપણે જોઇ શકીએ છીએ કે કેરળ, મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોમાં કોરોનાનો પ્રકોપ યથાવત છે. તેનો અર્થ એવો કે, કોરોનાના બદલતા વેરિયન્ટના કારણે ફરી કોવિડની વેવ આવી શકે છે. કોરોનાથી આપણને સંપૂર્ણ છૂટકારો નથી મળ્યો. આ સ્થિતિ કોરોનાને કવર કરતી વિમા પોલિસી જરૂરી બની જાય છે. વીમા કંપની કોરોના રક્ષક અને કોરોના કવચ નામની બે પોલિસી આવી છે. જાણીએ બંને પોલિસીમાં શું અંતર છે.
શું છે કોરોના રક્ષક અને કોરોના કવચ પોલિસી?
વીમા કંપની લોકો માટે મહામારીમાં કોરોના કવચ અન કોરોના પોલીસી લઇને આવી છે. બંને હેલ્થ પોલીસીનું પ્રિમિયમ સામાન્ય છે. સામાન્ય પ્રિમિયમ સાથે લાંબા કવરેજ સાથે તેને ડિઝાઇન કરાઇ છે.કોરોના કવચમાં 50 હજારથી 5 લાખનો વીમામો મળે છે. 18થી65 વયના લોકો આ પોલિસી ખરીદી શકે છે. તો માતા-પિતા સી 1 દિવસથી માંડીને 25 વર્ષની વ્યક્તિ માટે આ પોલી લઇ શકાય છે. બેનં પોલીસીમાં ઉપચારના અને સારવાર દરમાયન થતી કો-મોર્બિડિટીઝને પણ કવર કરાઇ છે
કોરોના કવચ નીતિ હેઠળ, તમે 50 હજાર - 5 લાખ રૂપિયા સુધીની વીમા રકમ પસંદ કરી શકો છો, જ્યારે કોરોના રક્ષક પોલિસીમાં તમે 50 હજાર - 2.5 લાખ રૂપિયા સુધીની વીમા રકમ પસંદ કરી શકો છો.
હોસ્પિટલ સંબંધિત ખર્ચ: કોરોના કવચ પોલિશ , જો તમે ઓછામાં ઓછા 24 કલાક માટે હોસ્પિટલમાં દાખલ હો, તો તમને લાભો મળશે, જ્યારે કોરોના રક્ષક નીતિ હેઠળ, જો તમે ઓછામાં ઓછા 72 કલાક માટે દાખલ થશો તો જ તમને નીતિ લાભો મળશે.
કોરોના કવચ પોલિસી વળતર આધારિત યોજના છે. દાવાની ચૂકવણી હોસ્પિટલના બિલના આધારે કરવામાં આવશે. તેનાથી વિપરીત, કોરોના રક્ષક પોલિસી એક લાભ યોજના છે, એટલે કે કોરોના પોઝિટિવની સારવાર પર અધિકૃત રકમ આપે છે. કોરોના કવચ નીતિ હેઠળ, દિવસનું વધારાનું દૈનિક હોસ્પિટલ કેશ કવર છે. જે વીમા રકમના 0.5 ટકા છે અને પોલિસી દરમિયાન મહત્તમ 15 દિવસ માટે માન્ય છે જ્યારે કોરોના રક્ષક નીતિમાં આવો કોઈ લાભ નથી.