(Source: ECI/ABP News/ABP Majha)
PIB Fact Check: RBIએ આધાર બેન્કિંગ નિયમોને કર્યા અપડેટ, જાણો સોશિયલ મીડિયા પર વાયરલ દાવાનું સત્ય
PIB Fact Check:વાસ્તવમાં સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા પ્રકારના સમાચાર અને વીડિયો વાયરલ થાય છે,
PIB Fact Check: ડિજિટલ વર્લ્ડે જ્યાં લોકોનું જીવન સરળ બનાવ્યું છે ત્યાં મુશ્કેલીઓ પણ વધારી છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા પ્રકારના સમાચાર અને વીડિયો વાયરલ થાય છે, જે પ્રમાણિત હોતા નથી અને વધુને વધુ લોકોને ગેરમાર્ગે દોરાય છે. આ સંદર્ભમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આરબીઆઈએ આધાર બેન્કિંગમાં નવું અપડેટ કર્યું છે, જે મુજબ હવે મહિનામાં ઓછામાં ઓછું એક વખત આધાર દ્વારા નાણાંની લેવડદેવડ કરવી ફરજિયાત છે, એમ નહી કરવા પર ગ્રાહકના આધારથી લેવડ દેવડની સુવિધાને લોક કરી દેવામાં આવશે.
दावा: @RBI ने आधार बैंकिंग में नए अपडेट किये हैं जिसके अनुसार अब महीने में कम से कम एक बार आधार से पैसों का लेन देन अनिवार्य है, ऐसा ना किये जाने पर कस्टमर का आधार से लेन देन की सुविधा को लॉक कर दिया जायेगा।#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) April 23, 2024
✅ ये दावा फ़र्ज़ी है, ऐसे फ़र्ज़ी कंटेन्ट शेयर न करें। pic.twitter.com/G9s6c2H6DA
ભારત સરકારની પ્રેસ એજન્સી પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો અથવા પીઆઈબીએ આ વાયરલ મેસેજની સચ્ચાઇ જાહેર કરી છે. PIBએ આ દાવાને સંપૂર્ણ રીતે નકલી ગણાવ્યો છે અને આ સામગ્રીને શેર ન કરવાનું સૂચન કર્યું છે. એજન્સીએ કહ્યું કે NPCI એ ખાતાધારકો માટે AEPS સેવાઓને એક્ટિવ રાખવા માટે દર મહિને ફરજિયાતપણે AEPS ટ્રાન્ઝેક્શન કરવા માટે કોઈ માર્ગદર્શિકા જાહેર કરી નથી.
સરકારને લગતા ભ્રામક સમાચારો વિશે અહીં ફરિયાદ કરો
સરકારને લગતા કોઈપણ ભ્રામક સમાચાર જાણવા માટે તમે PIB ફેક્ટ ચેકની મદદ પણ લઈ શકો છો. કોઈપણ વ્યક્તિ WhatsApp નંબર 8799711259 પર PIB ફેક્ટ ચેકને ભ્રામક સમાચારનો સ્ક્રીનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા URL મોકલી શકે છે અથવા તેને factcheck@pib.gov.in પર મેઇલ કરી શકે છે.