Stock Market Closing: સપ્તાહના પહેલા દિવસે સેન્સેક્સ 267 પૉઇન્ટ અપ, નિફ્ટી પણ 19,390ને પાર
શેર બજારમાં આજે સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ ઉપર રહી, કારોબારી સપ્તાહના આજે પહેલા દિવસે સેન્સેક્સ દિવસના અંતે 250 પૉઇન્ટથી વધુ અપ રહ્યો હતો,
![Stock Market Closing: સપ્તાહના પહેલા દિવસે સેન્સેક્સ 267 પૉઇન્ટ અપ, નિફ્ટી પણ 19,390ને પાર Stock Market Closing: Stock Market Closing On 21st August 2023, sexsex high with 267 points and nifty up 83 points at today Stock Market Closing: સપ્તાહના પહેલા દિવસે સેન્સેક્સ 267 પૉઇન્ટ અપ, નિફ્ટી પણ 19,390ને પાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/21/bb527a0eef2b44be27e56bb1e54d1046169261256455077_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Stock Market Closing On 21st August 2023: શેર બજારમાં આજે સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ ઉપર રહી, કારોબારી સપ્તાહના આજે પહેલા દિવસે સેન્સેક્સ દિવસના અંતે 250 પૉઇન્ટથી વધુ અપ રહ્યો હતો, આજે બીએસઇ સેન્સેક્સ દિવસના અંતે 0.41 ટકા સાથે 267.43 પૉઇન્ટ ચઢીને 64,216.09 પૉઇન્ટ સાથે બંધ રહ્યો હતો. જ્યારે એનએસઇ નિફ્ટીનો ઇન્ડેક્સ દિવસના અંતે કારોબાર દરમિયાન 0.43 ટકા સાથે 83.46 પૉઇન્ટ ચઢીને 19,939એ બંધ રહ્યો હતો. આમ દિવસના અંતે શેર બજારના બન્ને મોટા ઇન્ડેક્સ કારોબારમાં ઉપર રહ્યાં હતા, બન્ને ઇન્ડેક્સમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.
આજે સેન્સેક્સ 267 પૉઇન્ટ ચઢ્યો, નિફ્ટી પણ અપ રહ્યો -
આજે માર્કેટ ક્લૉઝિંગના સમયે બજાજ ફાઇનાન્સ, અદાણી પૉર્ટ્સ, પાવર ગ્રીડ કૉર્પ, અદાણી એન્ટરપ્રાઇઝ અને હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રી, નિફ્ટીના ટૉપ ગેનર રહ્યાં હતા, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એમએન્ડએમ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રી, એસબીઆઇ લાઇફ ઇન્શ્યૉરન્સ, અને બજાજ ઓટો નિફ્ટીના ટૉપ લૂઝર રહ્યાં હતા. આજે દિવસના અંતે કારોબાર કરવામાં સેન્સેક્સ 267.43 પૉઇન્ટ એટલે કે 0.41 ટકાના વધારે સાથે 65,216.09ના સ્ત પર બંધ થયો હતો, વળી, નિફ્ટી 83.45 પૉઇન્ટ એટલે કે 0.43 ટકાના વધારા સાથે 19393.60ના સ્તર પર બંધ થયો હતો.
આ અઠવાડિયાના પ્રથમ દિવસે, ભારતીય શેર બજાર તેજ ગતિએ બંધ થયું છે. સેન્સેક્સ ફરી 65,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. આજના કારોબારમાં મિડકેપ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી રહી છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 267 પૉઈન્ટના ઉછાળા સાથે 65,216 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 83 પૉઈન્ટના ઉછાળા સાથે 19,393 પૉઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
સેક્ટૉરિયલ સ્થિતિ -
આજના કારોબારમાં IT, FMCG અને બેંકિંગ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી હતી. આ ઉપરાંત એનર્જી, મેટલ્સ, ઈન્ફ્રા, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ, હેલ્થકેર સેક્ટરના શેરોમાં ખરીદી જોવા મળી હતી. માત્ર ઓઈલ એન્ડ ગેસ અને મીડિયા શેરો ઘટ્યા હતા. મિડ-કેપ અને સ્મૉલ-કેપ શેરો પણ જોરદાર બંધ રહ્યા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેરો ઉછાળા સાથે અને 5 બંધ રહ્યા હતા જ્યારે 50માંથી 39 શેરો ઉછાળા સાથે અને 11 નુકસાન સાથે બંધ થયા હતા.
ઇન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | ટકાવારીમાં ફેરફાર |
BSE Sensex | 65,216.09 | 65,335.82 | 64,852.70 | 0.41% |
BSE SmallCap | 35,535.38 | 35,558.62 | 35,326.80 | 0.71% |
India VIX | 11.96 | 12.59 | 11.17 | -1.50% |
NIFTY Midcap 100 | 38,126.40 | 38,160.85 | 37,830.65 | 0.82% |
NIFTY Smallcap 100 | 11,756.80 | 11,768.85 | 11,696.60 | 0.63% |
NIfty smallcap 50 | 5,331.95 | 5,343.70 | 5,302.15 | 0.37% |
Nifty 100 | 19,303.40 | 19,333.20 | 19,205.25 | 0.49% |
Nifty 200 | 10,290.75 | 10,305.05 | 10,235.50 | 0.54% |
Nifty 50 | 19,393.60 | 19,425.95 | 19,296.30 | 0.43% |
3.50 લાખ કરોડની વધી સંપત્તિ -
આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન 306.89 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે અગાઉના સત્રમાં 303.39 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં 3.50 લાખ કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
તેજીવાળા શેરો -
આજના વેપારમાં પાવર ગ્રીડ 2.76%, બજાજ ફાઇનાન્સ 2.70%, ઇન્ડસઇન્ડ બેંક 2.06%, ભારતી એરટેલ 1.92%, NTPC 1.51%, ITC 1.31%, બજાજ ફિનસર્વ 1.12%, ઇન્ફોસિસ 1.10%, 4.09%, એન. TCS 0.95 ટકા, ટાઇટન કંપની 0.95 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે રિલાયન્સ 1.50 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.87 ટકા, SBI 0.28 ટકા, મારુતુ સુઝુકી 0.24 ટકા ઘટીને બંધ થયા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)