શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટોકરન્સીની લેવડદેવડને આપી મંજૂરી, RBIના પ્રતિબંધને હટાવ્યો
ભારતીય રિઝર્વ બેન્કે એપ્રિલ 2018માં બેન્કોને બિટકૉઈન અને અન્ય ક્રિપ્ટોકરન્સી દ્વારા કોઈ પણ લેવડ-દેવડ ન કરવાનો આદેશ આપ્યો હતો. જેને ક્રિપ્ટોકરન્સીનો કારોબાર કરનારી સંસ્થા ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વાર પડકારવામાં આવ્યો હતો.
નવી દિલ્હી: ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ લગાવનાર રિઝર્વ બેન્કના આદેશને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટોકરન્સી પર લગાવવામાં આવેલા તમામ પ્રતિબંધ હટાવી દીધાં છે. ભારતીય રિઝર્વ બેન્કે એપ્રિલ 2018માં બેન્કોને બિટકૉઈન અને અન્ય ક્રિપ્ટો કરન્સી દ્વારા કોઈ લેવડ-દેવડ ન કરવાનો આદેશ આપ્યો હતો.
ભારતમાં ક્રિપ્ટોકરન્સીનો કારોબાર કરનારી સંસ્થા ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયાને તેને પડકારતમાં કહ્યું હતું કે ભારત સરકારે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવ્યો નથી. એવામાં રિઝર્વ બેન્કને આ પ્રકારનો આદેશ આપવાનો અધિકાર નહોતો. રિઝર્વ બેન્કે દલીલ આપી હતી કે બેન્કિંગ વ્યવસ્થાને કોઈ પણ સંભવિત નુકસાનથી બચાવવા માટે આ પ્રકારનું પગલું લેવું જરૂરી હતું. ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી મની લોન્ડ્રિંગ અને ટેરર ફંડિંગના ખતરાને ધ્યાનમાં લેતા આ નિર્ણય લીધો હતો.
ક્રિપ્ટોકરન્સી તથા બિટકોઈન શું છે ? ક્રિપ્ટોકરન્સી એક વર્ચુઅલ કરેન્સી છે. સરળભાષમાં તેને ડિજિટલ રૂપિયા પણ કહી શકાય. તેને જારી કરનાર જ કંટ્રોલ કરે છે. આ કરન્સીને સરકાર દ્વારા જાહેર કરવામાં આવી નથી તથા તેને રેગ્યુલેટ પણ નથી કરી શકતી. ભલે તેના નામમાં કરન્સી કે કોઈન જોડાયેલ હોય, પરંતુ દુનિયાના કોઈ પણ કેન્દ્રીય બેક, આરબીઆઈ દ્વારા તેને જારી કરવામાં આવી નથી.A three-judge Bench of Justice Rohinton Fali Nariman, Justice S Ravindra Bhat and Justice V Ramasubramanian allows the plea of the Internet and Mobile Association of India (IAMAI) challenging RBI’s 2018 circular that directed regulated entities to not deal with cryptocurrencies. https://t.co/BPl5JnZgYe
— ANI (@ANI) March 4, 2020
ક્રિપ્ટોકરન્સીમાં સૌથી વધુ લોકપ્રિય બિટોકાઈન છે. તેનો ઉપયોગ ડિજિટલ દુનિયામાં જ થાય છે. બિટકોઈને 2009માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને તેના બાદ તેને બીજા પણ કેટલીક ક્રિપ્ટોકરન્સી લોન્ચ થઈ ચૂકી છે.
ઈન્ટરનેટ કરન્સી હોવાના કારણે તેને સરળતાથી હેક પણ કરી શકાય છે. આ કરન્સીને કોઈ પણ સેન્ટ્ર એજન્સી દ્વારા નિયંત્રિત કરવામાં આવતી નથી. તેથી કોઈ પણ ગ્રાહકના પૈસા ડૂબવા કે વિવાદના ઉકેલ માટે કોઈ પણ વ્યવસ્થા નથી. બિટકોઈનથી લેવડદેવડ કરનારને લીગલ અને ફાઈનાન્સિયલ રિસ્ક ઉઠાવવું પડે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion