શોધખોળ કરો

UPI: આ 20 દેશોના પ્રવાસીઓ માટે સારા સમાચાર, હવે ભારતમાં UPI દ્વારા કરી શકશે પેમેન્ટ, જાણો વિગતો

શરૂઆતમાં, ICICI બેંક, IDFC ફર્સ્ટ બેંક અને બે નોન-બેંક PPI ઇશ્યુઅર, Pine Labs Private Limited અને Transcorp International Limited UPI લિંક્ડ વોલેટ્સ ઇશ્યુ કરશે

UPI Facility: G-20 દેશોના પ્રવાસીઓ હવે UPI દ્વારા ચૂકવણી કરી શકશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કહ્યું કે G-20 દેશોમાંથી આવતા મુસાફરો બેંગલુરુ, મુંબઈ અને નવી દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર UPI-લિંક્ડ 'પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ વોલેટ્સ' મેળવી શકે છે અને તેના દ્વારા ભારતમાં પાંચ કરોડથી વધુ દુકાનો પર ચુકવણી માટે વાપરી શકાય છે.

આરબીઆઈએ ફેબ્રુઆરીની શરૂઆતમાં મંજૂરી આપી હતી

આરબીઆઈએ આ મહિનાની શરૂઆતમાં (ફેબ્રુઆરી 2023) ભારતની મુલાકાત લેતા વિદેશી નાગરિકો અને એનઆરઆઈને ભારતમાં આગમન પર યુપીઆઈ (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) નો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો હતો. સેન્ટ્રલ બેંકે કહ્યું હતું કે તે G-20 દેશોના મુસાફરોના પસંદગીના એરપોર્ટ (બેંગલુરુ, મુંબઈ અને નવી દિલ્હી) પર પહોંચવાની સાથે શરૂ કરવામાં આવશે. UPI સાથે જોડાયેલા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPI) વોલેટ્સ દુકાનો પર ચૂકવણી કરવા માટે પાત્ર મુસાફરોને જારી કરવામાં આવશે. RBIએ કહ્યું, "G20 દેશોના પ્રતિનિધિઓ પણ વિવિધ બેઠક સ્થળોએ આ સુવિધાનો લાભ લઈ શકે છે."

કઈ બેંકોના વોલેટ જારી કરવામાં આવશે

શરૂઆતમાં, ICICI બેંક, IDFC ફર્સ્ટ બેંક અને બે નોન-બેંક PPI ઇશ્યુઅર, Pine Labs Private Limited અને Transcorp International Limited UPI લિંક્ડ વોલેટ્સ ઇશ્યુ કરશે. આરબીઆઈએ જણાવ્યું હતું કે, "ભારતની મુલાકાત લેતા પ્રવાસીઓ હવે દેશભરની 50 મિલિયનથી વધુ દુકાનો પર UPI દ્વારા ચૂકવણી કરી શકે છે જે QR કોડ આધારિત UPI ચૂકવણી સ્વીકારે છે."

G-20માં કયા દેશો સામેલ છે

G-20 એ વિશ્વની મુખ્ય વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓનું આંતર-સરકારી મંચ છે. આમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા રિપબ્લિક, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.

જાન્યુઆરીમાં UPI આધારિત ટ્રાન્ઝેક્શન 13 લાખ કરોડ રૂપિયા હતા

આરબીઆઈએ માહિતી આપી છે કે જાન્યુઆરીમાં યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન માસિક ધોરણે 1.3 ટકા વધીને 13 લાખ કરોડ રૂપિયા થઈ ગયા છે.

નોંધનીય છે કે, 21 ફેબ્રુઆરી, 2023ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડા પ્રધાન લી સિએન લૂંગે આજે ડિજિટલ ચૂકવણીના ક્ષેત્રમાં એક વિશાળ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારતના UPI એટલે કે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ અને સિંગાપોરના PayNow ને જોડીને બંને દેશો વચ્ચે ક્રોસ બોર્ડર પેમેન્ટ કનેક્ટિવિટી શરૂ કરવામાં આવી હતી. સવારે બંને દેશના વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક કાર્યક્રમમાં ભાગ લઈને તેની શરૂઆત કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Embed widget