World Billionaires List: અમીરોની યાદીમાં ટૉપ-25માંથી બહાર ગૌતમ અદાણી, નેટવર્થમાં 21000 કરોડનું નુકસાન
સંપત્તિમાં આ ઘટાડાને કારણે ગૌતમ અદાણી અમીરોની યાદીમાં પાંચ સ્થાન નીચે સરકી ગયા હતા.
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીઓના શેર છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહ્યા હતા. તેના શેરોની કિંમત ઝડપથી વધી રહી હતી અને તે જ ગતિએ અદાણીની નેટવર્થ પણ વધી રહી હતી. પરંતુ, મંગળવારે અદાણી જૂથના શેર ફરી ઘટ્યા હતા, જે બુધવારે પણ ચાલુ રહ્યા હતા. સંપત્તિમાં આ ઘટાડાને કારણે તે અમીરોની યાદીમાં પાંચ સ્થાન નીચે સરકી ગયા હતા.
ગૌતમ અદાણી 26માં નંબરે પહોંચ્યા
છેલ્લા 24 કલાકમાં ગૌતમ અદાણીને 2.6 અબજ ડોલર એટલે કે લગભગ 21 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. શેરોમાં ઘટાડાને કારણે ગૌતમ અદાણી નેટવર્થમાં થયેલા આ ઘટાડાને કારણે ગૌતમ અદાણી ફરી 26માં નંબરે પહોંચી ગયા છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, અદાણીની નેટવર્થ ઘટીને $45.3 બિલિયન થઈ ગઈ છે. ભૂતકાળમાં શેરોમાં થયેલા વધારાને કારણે તે બિલિયોનેર્સની યાદીમાં ઝડપથી ઉપર ગયા હતા અને 21માં સ્થાને પહોંચી ગયા હતા.
સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે અદાણી ગ્રુપની ઘણી કંપનીઓના શેરમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. જ્યાં મંગળવારે ચાર શેરોમાં અપર સર્કિટ લાગી હતી. સમાચાર લખાય છે ત્યાં સુધી બપોરે 12 વાગ્યા સુધી અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશનમાં લોઅર સર્કિટ લાગી હતી. અદાણી પાવર 4.99 ટકા ઘટીને રૂ. 194.15 પર, અદાણી ટોટલ ગેસ 5 ટકા ઘટીને રૂ. 899.85 અને અદાણી ટ્રાન્સમિશન 5 ટકા ઘટીને રૂ. 857.10 પર ટ્રેડ કરી રહ્યો હતો.
નવી દિલ્હી ટેલિવિઝન લિમિટેડ (NDTV) ના શેર 2.91 ટકા ઘટીને રૂ. 204.95 પર ટ્રેડ થઈ રહ્યા હતા અને ACC સિમેન્ટ 1 ટકા થી વધુ ઘટીને રૂ. 1,715 પર ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે શેરબજારમાં તેજી વચ્ચે આ શેરો ઘટ્યા હતા, ત્યારે અદાણી વિલ્મર 1.46 ટકા, અદાણી ગ્રીન 3.25 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 1.47 ટકા, અદાણી પોર્ટ્સ 1.98 ટકા અને અંબુજા સિમેન્ટ્સ લિમિટેડના શેરો 0.61 ટકા વધીને ગ્રીન માર્ક પર હતા.
Imran Khan Arrest: ઇમરાન ખાનની ધરપકડ પર આમને-સામને પોલીસ અને PTI સમર્થકો, ઘર્ષણ હજુ પણ યથાવત
Pakistan Political Drama: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડને લઇને પાકિસ્તાનમાં મંગળવારે (14 માર્ચે)થી શરૂ થયેલી બબાલ હજુ પણ યથાવત છે, બુધવારે સવારે પણ ઘર્ષથ જોવા મળ્યું હતુ. લાહોરમાં હજુ પણ તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે. પીટીઆઇ અધ્યક્ષ ઇમરાન ખાનની ધરપકડ કરવા માટે જમાન પાર્ક સ્થિત તેમના નિવાસસ્થાને પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી.
અહીં ઇમરાન ખાનની ધરપડક માટે પાર્ટી સમર્થકો અને પોલીસ ફોર્સની વચ્ચે 14 કલાકથી વધુ સમયથી ગતિરોધ ચાલી રહ્યો છે. હાલમાં પાર્ટી સમર્થકોના હિંસક વિરોધના કારણે ઇમરાન ખાનની ધરપકડ નથી થઇ શકી.
ઇમરાન ખાનને કરવામાં આવ્યા સવાલો -
એકબાજુ જ્યાં તંત્રે ઇમરાન ખાનને અરેસ્ટ કરવા માટે વધુ ફૉર્સની વ્યવસ્થા કરી છે, તો વળી, બીજુબાજુ ઇમરાન ખાનને પોતાના સમર્થકોને જમાન પાર્કમાં ફરીથી ભેગા થવાની અપીલ કરીને વધુ ભીડ ભેગી કરી છે. ઇમરાન ખાને બુધવારે સવારે 4:20 વાગે પોતાના સમર્થકોને સંબંધિત કર્યા અને કહ્યું કે, તેની ધરપકડ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. એક વીડિયો સંદેશથી ઇમરાન ખાને કહ્યું જે રીતે પોલીસે અમારા લોકો પર હુમલો કર્યો છે, તેનું કોઇ ઉદાહરણ નથી. આટલા ઓછા લોકો પર આ રીતનો હુમલો કરવાનું કારણું શું છે