શોધખોળ કરો

Gujarat Budget 2025: બજેટમાં શિક્ષણને મહત્વ, મોટાપાયે થશે શિક્ષકોની ભરતી, AI લેબ માટે કરોડોની જોગવાઇ

Gujarat Budget 2025: ગુજરાતનું વર્ષ 2025-26નું 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કરવામા આવ્યું હતું

Gujarat Budget 2025: ગુજરાતનું વર્ષ 2025-26નું 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કરવામા આવ્યું હતું. બજેટમાં શિક્ષણ વિભાગ માટે 59 હજાર 999 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી હતી. બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુભાઇ દેસાઇએ કહ્યું હતું કે ગુજરાતની શિક્ષણ પદ્ધતિ 21મી સદીની આવશ્યકતાઓ અને વૈશ્વિક બજારની માંગ અનુસાર બદલાઈ રહી છે. ટેકનોલોજી, ઇનોવેશન અને કુશળતા વિકાસ દ્વારા વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગત્યનો ભાગ ભજવશે. હજારોની સંખ્યાની શિક્ષકોની ભરતી કરવાની સરકારની યોજના છે. તથા સરકારની ટેકનિકલ સંસ્થાઓમાં એઆઇ લેબ બનાવવાની પણ જાહેરાત કરાઇ હતી.

તેમણે કહ્યું હતું કે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આશરે 25 હજારથી વધુ વર્ગખંડોના માળખાગત સુધારણા માટે 2914 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી. રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે 782 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે 250 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી. એસ.ટી.નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન માટે 223 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ હતી. જ્ઞાનશક્તિ રેસિડેન્શીયલ સ્કૂલ્સ ઑફ એકસલન્‍સ માટે 200 કરોડ રૂપિયાની જોગવાઇ કરી હતી. સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજીત 22 હજાર કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે.

મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ હેઠળ અંદાજે 75 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે 100 કરોડ રૂપિયા, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ અંતર્ગત અંદાજે 90 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે 70 કરોડ રૂપિયા, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત અંદાજે 78 હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા 410 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી.

એલ.ડી.ઈજનેરી કોલેજ-અમદાવાદ ખાતે ડેમોન્સ્ટ્રેટીવ આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ લેબ અને અન્ય છ સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ લેબની સ્થાપના માટે 175 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ હતી. મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના(CMSS) અંતર્ગત 2500 વિદ્યાર્થીઓને સહાય આપવા 32 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી.

વિદ્યાર્થીઓ ગ્રીન એનર્જી, સેમિકન્‍ડકટર, ફિનટેક, એરોસ્પેસ વગેરે વિષયોમાં કૌશલ્ય વિકાસ થકી આગામી સમયમાં ઉદ્‍ભવનાર તકનો લાભ મેળવી શકે તે હેતુથી ગુજરાત ઇન્‍સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (GIT) માટે 100 કરોડ રૂપિયા, રાજ્યનો વિદ્યાર્થી વધુ તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ અને સ્પર્ધાત્મક બને તે માટે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(G3Q) અંતર્ગત 30 કરોડ રૂપિયા, અમદાવાદના i-Hubની તર્જ પર રાજ્યમાં 04 પ્રાદેશિક કેન્દ્રોની સ્થાપનાનું આયોજન. i-Hub મારફતે સ્ટાર્ટઅપ્સ-ઇનોવેટર્સને નાણાકીય સહાય માટે 25 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી.

શોધ યોજના – (Scheme of Developing High quality research) અંતર્ગત પી.એચ.ડી. કોર્સમાં સંશોધન કરતાં વિદ્યાર્થીઓને આર્થિક સહાય માટે 20 કરોડ, NAAC અને NIRF રેન્‍કિંગમાં સારા પ્રદર્શન હેતુ પાંચ કાર્યરત સરકારી કોલેજોના વર્ગખંડોને સ્માર્ટ ક્લાસરૂમ બનાવવા માટે 8 કરોડ રૂપિયાની જોગવાઇ કરી હતી.

Gujarat Budget: હવે ઘરના ઘરનું સપનુ થશે સાકાર, બજેટમાં સરકારે કરી મોટી જાહેરાત

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

મનરેગા કૌભાંડની અસર? બચુ ખાબડને વધુ એક સરકારી કાર્યક્રમમાંથી સાઇડલાઈન કરાયા
મનરેગા કૌભાંડની અસર? બચુ ખાબડને વધુ એક સરકારી કાર્યક્રમમાંથી સાઇડલાઈન કરાયા
‘SIR  અને વોટ ચોરી’ મુદ્દે વિપક્ષનું EC ઓફિસ સુધી માર્ચ, પ્રિયંકા અને રાહુલ ગાંધીની પોલીસે કરી અટકાયત
‘SIR અને વોટ ચોરી’ મુદ્દે વિપક્ષનું EC ઓફિસ સુધી માર્ચ, પ્રિયંકા અને રાહુલ ગાંધીની પોલીસે કરી અટકાયત
‘SIR  વિરૂદ્ધ વિપક્ષનું ECની ઓફિસ સુધી માર્ચ, પોલીસે રોક્યાં તો અખિલેશ બેરેકેડ પર ચઢી ગયા,જુઓ વીડિયો
‘SIR વિરૂદ્ધ વિપક્ષનું ECની ઓફિસ સુધી માર્ચ, પોલીસે રોક્યાં તો અખિલેશ બેરેકેડ પર ચઢી ગયા,જુઓ વીડિયો
Accident:અમદાવાદમાં રોડ અકસ્માતમાં 2 લોકોના મોત, કાર ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર
Accident:અમદાવાદમાં રોડ અકસ્માતમાં 2 લોકોના મોત, કાર ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર
Advertisement

વિડિઓઝ

RP Patel : 3થી 4 બાળકોને જન્મ આપવો પડશે: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડાની પાટીદાર સમાજને સૂફિયાણી સલાહ
Amreli Protest news:  ટ્રમ્પના ટેરિફ તરકટ સામે અમરેલીમાં વિરોધ પ્રદર્શન
Somnath Corridor Protest: વિરોધ કરનારાને અમારો પણ સામનો કરવો પડશે, ભાજપ નેતાની લોકોને ચેતવણી
Opposition march to ECI : વોટ ચોરીના આરોપ સાથે સંસદથી સડક સુધી સંગ્રામ, જુઓ અહેવાલ
Ahmedabad Accident : અમદાવાદમાં કાર રેસે લીધો 2 યુવકોનો જીવ , કારની સ્પીડ અંગે પોલીસે શું કહ્યું?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મનરેગા કૌભાંડની અસર? બચુ ખાબડને વધુ એક સરકારી કાર્યક્રમમાંથી સાઇડલાઈન કરાયા
મનરેગા કૌભાંડની અસર? બચુ ખાબડને વધુ એક સરકારી કાર્યક્રમમાંથી સાઇડલાઈન કરાયા
‘SIR  અને વોટ ચોરી’ મુદ્દે વિપક્ષનું EC ઓફિસ સુધી માર્ચ, પ્રિયંકા અને રાહુલ ગાંધીની પોલીસે કરી અટકાયત
‘SIR અને વોટ ચોરી’ મુદ્દે વિપક્ષનું EC ઓફિસ સુધી માર્ચ, પ્રિયંકા અને રાહુલ ગાંધીની પોલીસે કરી અટકાયત
‘SIR  વિરૂદ્ધ વિપક્ષનું ECની ઓફિસ સુધી માર્ચ, પોલીસે રોક્યાં તો અખિલેશ બેરેકેડ પર ચઢી ગયા,જુઓ વીડિયો
‘SIR વિરૂદ્ધ વિપક્ષનું ECની ઓફિસ સુધી માર્ચ, પોલીસે રોક્યાં તો અખિલેશ બેરેકેડ પર ચઢી ગયા,જુઓ વીડિયો
Accident:અમદાવાદમાં રોડ અકસ્માતમાં 2 લોકોના મોત, કાર ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર
Accident:અમદાવાદમાં રોડ અકસ્માતમાં 2 લોકોના મોત, કાર ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર
નોઈડામાં ડે-કેરમાં માસૂમ સાથે કેરટેકરની હેવાનિયત, 15 મહિનાની બાળકીને માર માર્યો, જમીન પર પછાડી, બચકાં ભર્યા
નોઈડામાં ડે-કેરમાં માસૂમ સાથે કેરટેકરની હેવાનિયત, 15 મહિનાની બાળકીને માર માર્યો, જમીન પર પછાડી, બચકાં ભર્યા
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાશે સિસ્ટમ, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાશે સિસ્ટમ, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
રાજ્યની અનેક મહિલાઓને ઘરઆંગણે જ મળશે રોજગારી, 9000થી વધુ બહેનો માટે ગોલ્ડન તક
રાજ્યની અનેક મહિલાઓને ઘરઆંગણે જ મળશે રોજગારી, 9000થી વધુ બહેનો માટે ગોલ્ડન તક
મુંબઈમાં 5 BHKનું ઘર, પ્રાઈવેટ આઈલેન્ડ, લક્ઝરી લાઈફ જીવે છે જૈકલિન ફર્નાન્ડિઝ
મુંબઈમાં 5 BHKનું ઘર, પ્રાઈવેટ આઈલેન્ડ, લક્ઝરી લાઈફ જીવે છે જૈકલિન ફર્નાન્ડિઝ
Embed widget