શોધખોળ કરો
ગુજરાતમાં સરકારે કઈ ત્રણ કેટેગરીના લોકોને કોરોનાનો ટેસ્ટ સામેથી જ કરાવી લેવા આપી સલાહ? જાણો વિગત
ગુજરાત સરકારે કોરોનાના લક્ષણો ધરાવતા કે ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકોને સામેથી કોરોનાનો ટેસ્ટ કરાવી લેવાની આપી સલાહ.

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નથી નોંધાયો એ રાહતના સમાચાર છે પણ ગુજરાતીઓએ તેના કારણે હળવા થઈ જવાની જરૂર નથી. ગુજરાત સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે, ગુજરાત માટે આગામની પાંચ દિવસ કસોટીના છે. તેમજ સરકારે ત્રણ કેટેગરીમાં આવતાં લોકોને સામેથી કોરોનાનો ટેસ્ટ કરાવી લેવાની સલાહ પણ આપી છે.
આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના કોરોનાવાયરસના પોઝિટિવ દર્દીઓના કેસોની સ્થિતિ વિશે માહિતી આપી હતી. તેમણે ચેતવણી આપી છે કે, આગામી ચારથી પાંચ દિવસ ગુજરાત માટે મહત્વના છે. આ સંજોગોમાં આવનારા ચાર-પાંચ દિવસ ખૂબ અઘરા છે અને કસોટીના છે. તેમણે ગુજરાતનાં તમામ લોકોને સલાહ આપી છે કે, જે લોકો મુસાફરી કરી ન આવ્યા હોય અથવા તાવ જેવા લક્ષણો દેખાતા હોય કે પછી પોઝિટિવ વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હોય તેવા લોકો અચૂક મેડિકલ ચેકઅપ કરાવી લે. આ લોકો નંબર 104 અથવા તો 108 પર ફોન કરીને તરત જ સારવાર લે અને રિપોર્ટ કરાવી લે. હાલમાં ગુજરાતમાં 87 દર્દી છે તે પૈકી 71 દર્દી સ્ટેબલ છે જ્યારે બે દર્દી વેન્ટીલેટર ઉપર છે. આ બે દર્દી સાજા થઈ જશે તેવી આશા તેમણે વ્યક્ત કરી છે.
કોને ટેસ્ટ કરાવવો જરૂરી?
1. ટ્રાવેલ હિસ્ટ્રી હોય(આંતરરાજ્ય કે વિદેશ પ્રવાસ કર્યો હોય)
2. કોરોનાના લક્ષણો હોય
3. કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય
ટેસ્ટ માટે કોની મદદ લેવી?
1. 108થી સંપર્ક કરવો.
1. હેલ્પલાઇન 104 પર સંપર્ક થઈ શકશે.
3. નજીકની કોવિદ હોસ્પિટલનો સંપર્ક કરવો
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement