અંબાલાલ પટેલની આગાહીઃ અરબ સાગરમાં મહાકાય ચક્રવાત બનશે, ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ ચક્રવાતની વધુ અસર જોવા મળશે. ભાવનગરથી પોરબંદર અને કચ્છના દરિયા કિનારે આ ચક્રવાતની અસર થશે.
અંબાલાલ પટેલની આગાહીઃ અરબ સાગરમાં ઉત્પન્ન થયેલા ચક્રવાત અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર અરબ સાગરમાં મહાકાય ચક્રવાત બનશે. આ ચક્રવાતમાં પવનની ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે. દરિયાથી 1 હજાર માઈલ દૂર સુધી ચક્રવાતની અસર જોવા મળી શકે છે. આ ચક્રવાત ઓમાન અથવા પાકિસ્તાન તરફ જઈ શકે છે.
આગાહી અનુસાર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ ચક્રવાતની વધુ અસર જોવા મળશે. ભાવનગરથી પોરબંદર અને કચ્છના દરિયા કિનારે આ ચક્રવાતની અસર થશે. આ ચક્રવાતના કારણે ચોમાસુ થોડું મોડું બેસી શકે છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ અનુસાર બીપરજોય વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ ગયું છે અને અરેબિયન સી થી ઉત્તર તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું 2 કિમિ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને પગલે 8 જુનથી પવનની ગતિમાં વધારો થશે. આવતીકાલથી વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર અને ગુજરાત પર વર્તાશે. દરિયાઈ કાંઠે પવનની ગતિમાં વધરો થશે.
પૂર્વમધ્ય અને નજીકના દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનું ચક્રવાતી વાવાઝોડું “બિપરજોય” (જેને “બિપોરજોય” તરીકે ઉચ્ચારવામાં આવે છે) છેલ્લા 6 કલાક દરમિયાન 2 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધ્યું હતું, તે તીવ્ર ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બન્યું હતું અને IST 07ના 0530 કલાકે કેન્દ્રિય હતું. જૂન, 2023 એ જ પ્રદેશમાં અક્ષાંશ 12.6°N અને રેખાંશ 66.1°E, ગોવાના પશ્ચિમ દક્ષિણ પશ્ચિમમાં લગભગ 890 કિમી, મુંબઈથી 1000 કિમી દક્ષિણપશ્ચિમ, પોરબંદરથી 1070 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને કરાચીથી 1370 કિમી દક્ષિણે છે. આગામી 24 કલાક દરમિયાન તે લગભગ ઉત્તર તરફ આગળ વધે અને તે ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. તે પછીના 3 દિવસ દરમિયાન ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે.
ગુજરાતનાં તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. નવલખી, વેરાવળ, માંગરોળ તેમજ કચ્છ સહિતના બંદરો પર સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. જ્યારે 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા નજીક પહોંચી શકે. 12, 13 અને 14 જૂનના સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. આ વાવાઝોડાને બાંગ્લાદેશે બિપોરજોય નામ આપ્યું છે. જેનો અર્થ આફત થાય છે. જો કે વાવાઝોડાની દિશાને લઈ 12-13 જૂન સુધીમાં ઓમાન તરફ ફંટાય એવી પણ શક્યતા છે. આ વાવાઝોડાની અસર સમગ્ર પશ્ચિમ ભારતના કાંઠે થશે. જ્યારે વાવાઝોડાને કારણે જ કેરળના દરિયા કાંઠે ચોમાસાને વિપરિત અસર થઈ હોવાનું અનુમાન છે. એટલું જ નહીં હવામાન વિભાગે કેરળના કાંઠે ચોમાસુ ક્યારે આવશે એ પણ સ્પષ્ટ નથી કર્યું.