Ambaji Mandir: આજથી અંબાજીમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૪નો પ્રારંભ, જાણો કાર્યક્રમ વિશે...
આજથી બનાસકાંઠા જિલ્લામાં આવેલી પ્રસિદ્ધ અંબાજીમાં અંબાજી ગબ્બર ખાતે ભવ્ય પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે
Ambaji Mandir News: આજથી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૪નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજથી અંબાજીના ગબ્બર ખાતે પરિક્રમા મહોત્સવ યોજાશે, જેમાં મોટા પ્રમાણમાં માઇભક્તો પહોંચશે. ૧૨મીથી ૧૬મી ફેબ્રુઆરી સુધી અંબાના ચરણોમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજથી પ્રારંભ થશે. દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અંબાજીમાં ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ ઉજવવામાં આવે છે, જે પાંચ દિવસ સુધી ચાલશે, અને આમાં અલગ અલગ યાત્રાઓ પણ યોજાશે.
આજથી બનાસકાંઠા જિલ્લામાં આવેલી પ્રસિદ્ધ અંબાજીમાં અંબાજી ગબ્બર ખાતે ભવ્ય પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. આ મહોત્સવ પાંચ દિવસ સુધી ચાલશે અને આમાં અલગ-અલગ દિવસે અલગ-અલગ યાત્રા યોજાશે, પ્રથમ દિવસે 51 શક્તિપીઠની 51 પાલખીયાત્રા યોજાશે. જય ભોલે ગ્રુપ દ્વારા 51 શંખનાદ યાત્રા પણ સાથે સાથે યોજાશે. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રામ મંદિરની પ્રતિકૃતિ પણ પરિક્રમા પથ ઉપર મુકાઈ છે. આજે આનંદ ગરબા મંડળ દ્વારા 24 કલાકની અખંડ ધૂન યોજાશે. આજે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાંત્વની ત્રિવેદી હાજર રહેશે.
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક જ સ્થળે તમામ ૫૧ શક્તિપીઠના દર્શન કરવા માટે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૪નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આમાં ૧૨થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાનમાં અંબાના ચરણોમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે. જેમાં ૧૨મી ફેબ્રુઆરી સોમવારે મૂર્તિઓની પ્રક્ષાલન વિધિ, શોભા યાત્રા, ચામર યાત્રા, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યાગ(યજ્ઞ), ભજન મંડળીઓ ધ્વારા ભજન સત્સંગ, આનંદ ગરબા પાલખી પરિક્રમા યાત્રા, વિવિધ મંડળો ધ્વારા પરિક્રમા યાત્રા, ગબ્બર તળેટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. ૧૩મી ફેબ્રુઆરી મંગળવારે શક્તિપીઠના મંદિર ખાતે ધજા અર્પણ કાર્યક્રમ, આનંદ ગરબા અખંડ ધૂન પૂર્ણાહુતિ, માતાજીની પાદુકા યાત્રા, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યાગ(યજ્ઞ), ભજન મંડળીઓ ધ્વારા ભજન સત્સંગ, વિવિધ મંડળો ધ્વારા પરિક્રમા યાત્રા, ગબ્બર તળેટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને પાલખી યાત્રા યોજાશે. ૧૪મી ફેબ્રુઆરી બુધવારે જયોત યાત્રા, પાલખી યાત્રા, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યાગ(યજ્ઞ), ભજન મંડળીઓ ધ્વારા ભજન સત્સંગ, ગબ્બર ટોચ ખાતે રાત્રે ૧૨ વાગ્યે મહાઆરતી, વિવિધ મંડળો ધ્વારા પરિક્રમા યાત્રા, ગબ્બર તળેટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે.