Lok sabha 2024: સી.આર.પાટીલ આજે મિશન સૌરાષ્ટ્ર પર, કાર્યકર્તા સાથે બેઠક બાદ રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક
લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર વચ્ચે રોજકોટ બેઠકના ઉમેદવાર પરૂષોતમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપી ગયો છે. સી આર પાટિલે આ વિવાદને શાંત કરવાના પ્રયાસો હાથ ધર્યો છે.
Lok sabha 2024:લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ યુવાકાર્યાને માર્ગદર્શન આપવા માટે અને જીતની રણનિતી તૈયાર કરવા માટે સતત તેમની સાથે સંપર્ક કરી રહ્યાં છે, આજે તેઓ સુરેન્દ્રનગર અને રાજકોટમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે, રાજકોટ લોકસભા વિસ્તારમાં આવતા તમામ બૂથના પ્રમુખો સાથે બેઠક કરશે. શક્તિકેન્દ્રના પ્રમુખ અને પ્રભારીઓ પણ બેઠકમાં હાજર રહેશે. પ્રમુખ સ્વામી ઓડિટોરિયલમાં યુવાકાર્યકર્તાઓ સાથે એક મિટિંગ કરશે.
રાજકોટમાં આજે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ અલગ અલગ અનેકવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. સવારે 10 વાગ્યે વી.વી.પી એન્જિનિયરિંગ કોલેજ માં ભાજપના સોશિયલ મીડિયા ના લોકો સાથે મુલાકાત કરશે. પ્રમુખસ્વામી ઓડિટોરિયલ ખાતે યુવા કાર્યકર્તાઓ, શહેર અને જિલ્લાના વૉર્ડ પ્રમુખો,શહેર જિલ્લાના કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરશે.. બાદમાં પત્રકારો સાથે પત્રકાર મિલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ ભાજપના ક્ષત્રિય સમાજના અગ્રણીઓને સાથે પણ સીઆર પટેલ મીટીંગ કરી શકે છે.જોકે ક્ષત્રિય સમાજના કાર્યક્રમની કોઈ ઓફિશિયલ માહિતી નહીં...
ઉલ્લેખનિય છે કે, રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ લાલઘૂમ છે. તેમણે કરેલા નિવેદનથી વિવાદ અને વિરોધ વકર્યો છે. ત્યારે રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજના રોષને ખાળવા પાટીલ એક્શનમાં છે. સી. આર પાટિલ આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક બેઠક.. વિવાદ પર પૂર્ણ વિરામ લાવવા મુદ્દે વિચાર વિમર્સ કરાશે.રાજકોટ લોકસભા સીટ પરના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને લઈ ચાલી રહેલા વિવાદને શાંત પાડવા માટે સી. આર પાટિલે કમર કસી રહ્યાં છે. નોંધનિય છે કે વિવાદને શાંત પાડવા માટે સી આર પાટિલ ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોને કમાન સોંપી શકે છે. આજે બેઠકમાં કઈ રીતે વિવાદ મામલે પૂર્ણવિરામ આવે તે બાબતના પ્રયત્ન હાથ ધરવામાં આવશે.
પરુષોતમ રૂપાલે ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં આજે ક્ષત્રિય સમાજની 70 સંસ્થાઓની બેઠક મળશે. વિરોધને ઉગ્ર બનાવવા માટે રણનીતિ ઘડાઇ શકે છે.
તો બીજી તરફ લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે એક નવો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ગુજરાતમાં ભાજપ 4 હજારથી વધુ મોદી પરિવાર સભા યોજશે, 50 હજારથી વધુ બુથમાં મોદી પરિવાર સભા યોજવાનો ભાજપનો નિરઘાર છે. આ મિશન દ્રારા ભાજપ સરકારની સિદ્ધીઓ જનતા સુધી પહોંચાડાશે.