ગુજરાત લોકસભા બેઠક માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, જાણો ક્યા નેતા ગુજરાતમાં કરશે પ્રચાર
જોકે ચૂંટણી પહેલા જ કોંગ્રેસે સુરતની સીટ ગુમાવી દીધી છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસના ક્યા ક્યા નેતાઓને ચૂંટણી પ્રચાર કરશે તે જોઈ લો....
Congress Star campaigners: ગુજરાતમાં લોકસભાના ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયા બાદ હવે કોંગ્રેસે ગુજરાત માટે સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી છે. જેમાં 40 નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે ચૂંટણી પહેલા જ કોંગ્રેસે સુરતની સીટ ગુમાવી દીધી છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસના ક્યા ક્યા નેતાઓને ચૂંટણી પ્રચાર કરશે તે જોઈ લો...
ગુજરાત લોકસભા બેઠક માટે કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદી
મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા ગાંધી સ્ટાર પ્રચારક
રાહુલ ગાંધી, મુકુલ વાસનિક કૉંગ્રેસના સ્ટાર પ્રચારક
પ્રિયંકા ગાંધી વાડ્રા, અશોક ગેહલોત સ્ટાર પ્રચારક
સચિન પાયલટ,મુમતાઝ પટેલ સ્ટાર પ્રચારક
રઘુ દેસાઈ, ઈન્દ્રનિલ રાજ્યગુરૂ કૉંગ્રેસના સ્ટાર પ્રચારક
ભરતસિંહ સોલંકી, કદીર પિરઝાદા કૉંગ્રેસના સ્ટાર પ્રચારક
શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સ્ટાર પ્રચારક
જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક સ્ટાર પ્રચારક
લલિત કગથરા, જિજ્ઞેશ મેવાણી કૉંગ્રેસના સ્ટાર પ્રચારક
ગ્યાસુદ્દીન શેખ કૉંગ્રેસના સ્ટાર પ્રચારક
સોમવારે (22 એપ્રિલ) ગુજરાતની સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હતા. કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ થતાં તેઓ બિનહરીફ ચૂંટાયા છે. જો કે, હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભાજપના ઉમેદવારની જીત પર સવાલ ઉઠાવ્યા છે, તેમણે આ જીતને સરમુખત્યારશાહી સાથે સરખાવી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, "તાનાશાહનો અસલી 'સુરત' ફરી એકવાર દેશની સામે છે. લોકોનો તેમનો નેતા પસંદ કરવાનો અધિકાર છીનવી લેવો એ બાબા સાહેબ આંબેડકરના બંધારણને નષ્ટ કરવા તરફનું બીજું પગલું છે. હું ફરી એકવાર કહું છું - આ માત્ર સરકાર બનાવવાની ચૂંટણી નથી, આ દેશને બચાવવાની ચૂંટણી છે, બંધારણની રક્ષા માટેની ચૂંટણી છે.
જયરામ રમેશે ભાજપ પર નિશાન સાધ્યું હતું
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે ઘટનાક્રમ દ્વારા સુરત બેઠક પર ભાજપની જીતનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે લોકશાહી ખતરામાં છે. તમે ઘટનાક્રમ સમજો છો. સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન રદ કર્યું છે. ત્રણેય પ્રસ્તાવકર્તાઓની સહીઓની ચકાસણીમાં ખામી હોવાનું કારણ આપવામાં આવ્યું છે. સમાન કારણોને ટાંકીને અધિકારીઓએ સુરતમાંથી કોંગ્રેસના વૈકલ્પિક ઉમેદવાર સુરેશ પડસાલાનું નામાંકન નકારી કાઢ્યું હતું. કોંગ્રેસ પક્ષ ઉમેદવાર વગર રહી ગયો છે.