શોધખોળ કરો
Advertisement
કોરોનાને લઈને સારા સમાચારઃ એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 81 લોકો રિકવર થયા
એકલા અમદાવાદમાં 197 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત કેસનો આંક 3548 પર પહોંચ્યો છે અને કુલ મૃત્યુઆંક 162 થયો છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. 27 તારીખે સાંસરકારે બહાર પાડેલા આંકડા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 247 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 11 લોકોનાં મોત થયા છે. એકલા અમદાવાદમાં 197 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત કેસનો આંક 3548 પર પહોંચ્યો છે અને કુલ મૃત્યુઆંક 162 થયો છે.
રાજ્યમાં જે નવા 230 કેસ નોંધાયા છે, તેમાંથી અમદાવાદમાં 197 કેસ, સુરતમાં 30, આણંદ-2, બોટાદ 1,ડાંગ 1,ગાંધીનગર 5,જામનગર 1,પંચમહાલ 3,રાજકોટ 1 અને વડોદરામાં 6 કેસ નોંધાયા છે.
જોકે આ બધાની વચ્ચે સારા સમાચાર એ છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 81 લોકો કોરોનાના ભરડામાંથી બહાર આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 394 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 75797 ટેસ્ટ થયા જેમાં 3548 પોઝિટિવ આવ્યા છે.
રાજ્યમાં કોરોનાના એક જ દિવસમાં રિકવર થયેલ દર્દીની નજરે જોઈએ 27 એપ્રિલ મહત્ત્વનો દિવસ હતો કારણ કે એ દિવસે અત્યાર સુધીમાં સૌથી વધારે એટલે કે 81 લોકો રિકવર થયા હતા. આ પહેલા રિકવર દર્દીનો એક જ દિવસમાં આટલો મોટો આંકડો સામે ક્યારે આવ્યો નથી.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 394 લોકો રિકવર થયા તેની તારીખવાર વિગતો.
- 27 એપ્રિલ- 81
- 26 એપ્રિલ- 31
- 25 એપ્રિલ- 17
- 24 એપ્રિલ- 07
- 23 એપ્રિલ- 79
- 22 એપ્રિલ- 35
- 21 એપ્રિલ- 08
- 20 એપ્રિલ- 26
- 19 એપ્રિલ- 12
- 18 એપ્રિલ- 07
- 17 એપ્રિલ- 13
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement