શોધખોળ કરો

ઉના પોલીસનો પ્રવાસીઓ સાથે તોડકાંડનો વાયરલ વીડિયોથી ખળભળાટ, ચૌંકાવનારા થયા ખુલાસા

ઉલ્લેખનિય છે કે, ACBએ 30 ડિસેમ્બરે એક છટકું ગોઠવ્યું હતું. જે દરમિયાન નિલેશ તડવી નામનો એક વચેટિયો ઝડપાઈ ગયો હતો અને તેમના ફોનમાંથી કેટલાક ચોકાવનારા ખુલાસા થયા છે.

ગીર સોમનાથ જિલ્લામાં પોલીસના તોડકાંડનો પર્દાફાશ થયો છે. મળતિયાઓ મારફતે ઉનામાં પ્રવાસીઓનો  તોડ થતો હતો. ઉલ્લેખનિય છે કે, દીવથી આવતા પ્રવાસીઓ પાસે ધમકીથી ઉધરાણાનો પર્દાફાશ કરાવાતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. ભાડુતી મળતિયાઓ મારફતે તોડ કરાવવાનો પોલીસ ઈન્સ્પેક્ટર પર આરોપ છે. આ મામલે ઉનાના PI,ASI અને વચેટિયા વિરૂદ્ધ FIR  નોંધાઇ છે. ACBની છાપેમારીમાં સમગ્ર ઘટનાનો  પર્દાફાશ થયો હતો. PI એન.કે.ગોસ્વામી વિરૂદ્ધ  ફરિયાદ નોંધાયા બાદ વચેટિયા નિલેશ તડવીની ધરપકડથી મોટા ખુલાસા  થયા છે.

ઉના પોલીસના તોડકાંડનો વીડિયો  સોશલ મીડિયોમાં વાયરલ થયો છે. આ વીડિયોમાં પ્રવાસીઓ સાથે  પોલીસ તોડ કરતી હોવાના દ્રશ્યો જોવા મળે છે. આપને જાણીને ચોકી જશો કે, અહીં દીવથી આવેલા પ્રવાસીઓનો દારૂનો કેસ કરવાની ધમકીથી તોડ કરવામાં આવે છે. જો કે વાયરલ વીડિયો  કયા દિવસનો છે અને પોલીસકર્મી કોણ છે તેના પર સસ્પેન્સ છે.

ઉલ્લેખનિય છે કે, ગીર સોમનાથની અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર શનિવારે સાંજે ACBની રેડના અખબારી અહેવાલ પ્રસિદ્ધ થયા છે. ACB ત્રાટકતાં પોલીસ મુઠ્ઠીવાળીને ભાગી છૂટી હતી. ACB  એક વહીવટદારને દબોચ્યો હતો. રેડનો ખ્યાલ આવી જતા જ ફરજ પરના પોલીસમેન, જીઆરડી સ્ટાફ સહિતના ત્યાંથી નાસી છૂટ્યા હતા. તમામે પોતાના મોબાઇલ પણ સ્વીચ ઓફ કરી દીધા હતા.

લાંબા સમય બાદ એસીબીએ રનીંગ ટ્રેપ કરી. રનીંગ ટ્રેપ શબ્દ લોકો માટે નવો છે. પણ પોલીસ અને એન્ટી કરપ્શન બ્યુરો માટે નવો નથી. આ ટ્રેપમાં કોઈ નામ જોગ ફરીયાદી નથી હોતી. લાંબા સમયથી મૌખિક રીતે અથવા નનામી અરજીઓ મારફત ક્યાંય લાંચ લેવાતી હોવાની બાતમી મળતી હોય ત્યારે નીચેના અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ સાથે જાતે રેડ પાડવા અંગે પત્ર વ્યવહાર કરે છે. જેમાં મંજૂરી મળ્યા બાદ એસીબીની ટીમ ત્રાટકતી હોય છે. નોંધનીય છે કે સમશેરસીંગ એસીબીના વડા બન્યા બાદ આ પ્રથમ રનીંગ ટ્રેપ છે

ગીર સોમનાથ એસીબી કચેરીનો સ્ટાફ શનિવારે સાંજે 7 વાગ્યે ૩ ખાનગી કારમાં ઊનાની અહેમદપુર માંડવી પોલીસ ચેકપોસ્ટ પર ત્રાટક્યો હતો અને પોલીસ વતી લાંચ લેતા વહીવટદારને દબોચી લીધો હતો. એસીબી રેડનો ખ્યાલ આવી જતાં જ ફરજ પરના પોલીસમેન, જીઆરડી સ્ટાફ સહિતના મુઠ્ઠીઓ વાળી નાસી છૂટ્યા હતા. તેઓએ પોતાના મોબાઇલ પણ સ્વીચ ઓફ કરી દીધા હતા. રેડને પગલે ઊના પોલીસ મથકના તાબા હેઠળ આવતી અહેમદપુર માંડવી ચેક પોસ્ટ પર અફડા તફડી મચી ગઇ હતી. ખાસ કરીને 31 ડિસેમ્બર હોઈ ગુજરાત આખાના 'પ્યાસીઓ દીવ આવતા હોય છે અને ત્યાં દારૂની પાર્ટી કરી બીજા દિવસે પાછા ફરે છે. એમાંના ઘણાખરા પોતાની સાથે દારૂની બોટલો લઈ પણ જાય છે. તો ઘણા

લોકો ગુજરાતમાં દારૂની પાર્ટી કરવા દીવથી દારૂ લાવવા પણ જતા સો હોય છે. એ રીતે આજની રાત્રે અહીં બેફામપણે પોલીસ દ્વારા જ ઉઘરાણા થવાની બાતમીના છે. જેના આધારે એસીબી ત્રાટકી હોઈ શકે એવી ચર્ચાએ પણ જોર પકડયું છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
આ 5 કમનસીબ ખેલાડીઓને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમમાં ન મળ્યું સ્થાન, જાણો
આ 5 કમનસીબ ખેલાડીઓને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમમાં ન મળ્યું સ્થાન, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

North India Weather Updates: ઉત્તર ભારત ફરી એકવાર કાતિલ ઠંડી અને ધુમ્મસના સકંજામાં, જુઓ સ્થિતિGujarat Weather News: રાજ્યમાં વધ્યુ ઠંડીનું જોર, 20 કિમી પ્રતિકલાકની ઝડપે ફુંકાયો પવન Watch VideoAhmedabad: પિતાની પ્રેમિકાએ બે માસૂમ બાળકીઓને દંડા વડે માર્યો માર્ય, જુઓ કાળજુ કંપાવનારા દ્રશ્યોKhyati Hospital Case: કુ‘ખ્યાત’ કાર્તિકનું પકડાવવું એક નાટક?| Kartik Patel | Abp Asmita | 18-1-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
આ 5 કમનસીબ ખેલાડીઓને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમમાં ન મળ્યું સ્થાન, જાણો
આ 5 કમનસીબ ખેલાડીઓને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમમાં ન મળ્યું સ્થાન, જાણો
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પરની ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ રોકવામાં આવ્યું, આપ નેતાએ કહ્યું- અમારો અવાજ દબાવી નહીં શખે બીજેપી
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પરની ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ રોકવામાં આવ્યું, આપ નેતાએ કહ્યું- અમારો અવાજ દબાવી નહીં શખે બીજેપી
Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ
Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ
Exclusive: 'જહાંગીરના રૂમમાં હાજર હતો હુમલાખોર, જો સૈફ સમયસર ન આવ્યો હોત તો', કરીના કપૂરનો ચોંકાવનારો ખુલાસો
Exclusive: 'જહાંગીરના રૂમમાં હાજર હતો હુમલાખોર, જો સૈફ સમયસર ન આવ્યો હોત તો', કરીના કપૂરનો ચોંકાવનારો ખુલાસો
Smartphone: શું તમારો સ્માર્ટફોન પણ ધીમો ચાલી રહ્યો છે? તુરંત કરો આ કામ, રોકેટ બની જશે તમારો ફોન
Smartphone: શું તમારો સ્માર્ટફોન પણ ધીમો ચાલી રહ્યો છે? તુરંત કરો આ કામ, રોકેટ બની જશે તમારો ફોન
Embed widget