PANCHMAHAL : હવે ગોધરાની કોમર્સ કોલેજમાં ભાજપનું સદસ્યતા અભિયાન, તસ્વીરો વાયરલ થતા સ્થાનિક રાજકારણ ગરમાયુ
Godhra News : ગોધરાની કોમર્સ કોલેજમાં ભાજપના સદસ્યતા અભિયાનની તસ્વીરો વાયરલ થતા સ્થાનિક રાજકારણ ગરમાયુ છે.
Godhra : ભાવનગર, બહુચરાજી બાદ હવે ગોધરાની કોલેજમાં ભાજપના સદસ્યતા અભિયાનના સમાચારો સામે આવી રહ્યા છે. જેને કારણે રાજકારણ ગરમાયુ છે. ગોધરાની કોમર્સ કોલેજમાં ભાજપના સદસ્યતા અભિયાનની તસ્વીરો વાયરલ થતા સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. જૉકે થોડા જ સમયમાં જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા FB માંથી પોસ્ટ હટાવી લેવામાં આવી હતી.
મોટિવેશનલ કાર્યક્રમમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચલાવ્યું
પંચમહાલ જિલ્લામાં આવેલ ગોધરાની કોમર્સ કોલેજ ખાતે ગઇ કાલે મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી પહોંચ્યા હતા અને મોટીવેશન કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને નમો એપ દ્વારા ભાજપના સદસ્ય બનાવાયા હતાં, જે પોસ્ટ જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકીએ પોતે જ ફેસબુક પર મૂકી હતી અને પોસ્ટમાં લખવામાં આવ્યું હતું -
“પંચમહાલ જિલ્લાની નામાંકિત ગોધરા કોમર્સ તથા બી.એડ કોલેજમાં અભ્યાસ કરતા યુવા મતદારો એવા વિદ્યાર્થીઓને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ નમો એપ તથા સદસ્યતા નોંધણી કરાવી.”
પોસ્ટ વાયરલ થતા સ્થાનિક રાજકારણ ગરમાયુ
જોકે કોલેજના ભાજપ સદસ્યતા અભિયાનની પોસ્ટ વાયરલ થતા જિલ્લાનાં રાજકારણમાં ગરમાવો વાવ્યો જે બાદ થોડા જ સમયમાં જિલ્લા પંચાયત પ્રમુખે પોતાના ફેસબુકથી પોસ્ટ ડીલીટ કરી હતી
અને કોલેજના પ્રિન્સિપાલ પણ આ મામલે પોતાના બચાવમાં ઉતરી આવ્યા હતા. પ્રિન્સિપાલે આ કાર્યક્રમમાં અમારી હાજરીમા આ પ્રકારે કોઈ સદસ્યતા નોંધણી કરવામાં આવી ન હતી તેમ જણાવ્યું હતું.
આ તરફ જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી એ પોતાના જ દ્વારા ફેસબૂક પર મૂકવામાં આવેલી પોસ્ટને ખોટી ગણાવી વિદ્યાર્થીઓએ કાર્યક્રમ બાદ સામેથી ભાજપમાં જોડાવા જણાવ્યું હતું, મેં કોઈને ભાજપના સદસ્ય બનાવ્યા નથી તેમ જણાવ્યુ હતું.
આ પણ વાંચો :