(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election 2022: ભાજપ અને કોગ્રેસનો આજે પ્રચંડ પ્રચાર, PM મોદીની ત્રણ તો રાહુલ ગાંધીની બે સભા
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજ્યમાં રાજકીય પાર્ટીઓએ પ્રચંડ પ્રચાર શરૂ કર્યો હતો.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજ્યમાં રાજકીય પાર્ટીઓએ પ્રચંડ પ્રચાર શરૂ કર્યો હતો. આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ ચૂંટણી સભાને સંબોધિત કરશે. ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે વડાપ્રધાન મોદી આજે બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં, બપોરે બે વાગ્યે જંબુસરમાં અને સાંજે ચાર વાગ્યે નવસારીમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે.
આવતીકાલે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના ગુજરાતમાં યોજાનાર વિજય સંકલ્પ સંમેલન
તારીખ: 21 નવેમ્બર, 2022
લાઈવ નિહાળો:
• https://t.co/dSqhPRRLS3
• https://t.co/3xD28d1IH2
• https://t.co/gDXaSLPIrG pic.twitter.com/cOveKbilwc— BJP Gujarat (@BJP4Gujarat) November 20, 2022
બીજી તરફ કોગ્રેસ પણ ચૂંટણી પ્રચારમાં કોઇ કસર છોડવા માંગતી નથી. કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી બ્રેક લઇને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવશે. રાહુલ ગાંધી આજે ગુજરાતમાં બે ચૂંટણી સભાને સંબોધિત કરશે. રાહુલ ગાંધી આજે બપોરે એક વાગ્યે સુરતના મહુવાના પાંચકાકડામાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. બાદમાં બપોરે ત્રણ વાગ્યે રાજકોટમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે.
21 नवंबर को राजकोट में कांग्रेस पार्टी के पूर्व अध्यक्ष आदरणीय श्री राहुल गांधी जी की आयोजित होने वाली जनसभा को लेकर तैयारियों का जायजा लिया व मीडिया को संबोधित किया। pic.twitter.com/e0ifSG0gvH
— Dr. Raghu Sharma (@RaghusharmaINC) November 19, 2022
બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આખો દિવસ સૌરાષ્ટ્રમાં પ્રચાર કરશે. અમિત શાહ સવારે 11 વાગ્યે ખંભાળીયાના શક્તિનગર ગામમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. બાદમાં બપોરે એક વાગ્યે ગીર સોમનાથના કોડીનાર, બપોરે ત્રણ વાગ્યે જૂનાગઢના માળીયા હાટીના અને સાંજે સાડા છ વાગ્યે ભૂજમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે.
આ તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ સાંજે પાંચ વાગ્યે અમરેલીમાં રોડ શો યોજશે.
આવતી કાલના કાર્યક્રમોની રૂપરેખા. pic.twitter.com/BhlBa5Nbm2
— Isudan Gadhvi (@isudan_gadhvi) November 20, 2022
Gujarat Election 2022: કમલમના ચોકમાં બાંકડે બેસી PM મોદીએ કાર્યકરો સાથે કર્યો સંવાદ
ગાંધીનગર: કમલમમાં વડાપ્રધાન મોદીએ આવીને હોદ્દેદારો અને કાર્યકરો સાથે ઔપચારિક વાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યકરો સાથે કમલમના ચોકમાં બેસ્યા હતા. નાનાથી લઈને જુના કાર્યકરોની તબિયત અને પરિવાર અંગે માહિતી મેળવી. સમગ્ર કાર્યાલયની કામગીરીની સમીક્ષા કરી હતી. પરિવારના લોકોની જેમ વડાપ્રધાને વાત કરી હતી. આ અંગે માહિતી ડૉ અનિલ પટેલે આપી હતી.
તેમણે કહ્યું કે, કાર્યકરોએ ચૂંટણી કાર્યમાં થાક ન લાગતો હોવાનું જણાવ્યું હતું. સાહિત્ય અંગે પણ વાત કરી હતી. જુના -કાર્યકરોને નામ સાથે બોલાવી તેમની વર્તમાન સ્થિતિ અંગે પૂછ્યું હતું. કાર્યાલયના સ્ટાફને ભેગો કરી વડાપ્રધાને વાત કરી હતી. કાર્યકર્તાઓના કામને લઈને અને ભોજનને લઈને વાત કરી હતી.