શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Cases update: રાજ્યમાં સતત ત્રીજા દિવસે એક હજારથી ઓછા કેસ નોંધાયા, આજે ક્યાં કેટલા કેસ નોંધાયા ? જાણો
રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,38,205 પર પહોંચી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 92,17,823 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણ કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. સતત ત્રીજા દિવસે એક હજારથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 958 કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 6 લોકોના મૃત્યુ સાથે ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4254 પર પહોંચ્યો છે.
રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,38,205 પર પહોંચી છે.. રાજ્યમાં હાલ 11040 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,22,911 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 63 દર્દી વેન્ટીલેટર પર છે અને 10977 લોકો સ્ટેબલ છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4 અને સુરત કોર્પોરેશનમાં 2નાં મોત સાથે કુલ 6 લોકોના કોરોનાથી મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 195, સુરત કોર્પોરેશનમાં 123 , વડોદરા કોર્પોરેશનમાં 96, રાજકોટ કોર્પોરેશનમાં 97, સુરતમાં- 34, ખેડા-33, વડોદરા-32, મહેસાણા-31, રાજકોટ-29, કચ્છ-24, દાહોદ-23, ગાંધીનગર-19, સાંબરકાંઠા-17 અને સુરેન્દ્રનગરમાં-16 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1309 દર્દી સાજા થયા હતા અને 54,843 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 92,17,823 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.58 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement