Gujarat Crime: ગોધરામાં વધુ એક મોટા કૌભાંડની આશંકા, સીટી સર્વે ઓફિસમાંથી 3500 પ્રૉપર્ટી કાર્ડ નિયમ વિરૂદ્ધ અપાયા ?
Gujarat Crime: રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, સરકારી ઓફિસોમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કૌભાંડ આચરવાનો સિલસિલો યથાવત છે
Gujarat Crime: રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, સરકારી ઓફિસોમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કૌભાંડ આચરવાનો સિલસિલો યથાવત છે. હાલમાં બહાર આવેલી માહિતી પ્રમાણે, ગોધરામાં સીટી સર્વે ઓફિસમાં મોટું કૌભાંડ થયાની આશંકા સેવાઇ રહી છે, આમાં 7 કરોડ કરોડ રૂપિયાનું કૌભાંડ થયુ હોવાની આશંકા છે, જોકે, રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરવાની વાત સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે, ગોધરા શહેરમાં સીટી સર્વે ઓફિસમાં મોટા પ્રમાણમાં કૌભાંડ થયુ હોવાનુ સામે આવ્યુ છે. જોકે, આ માત્ર હાલમાં શંકાસ્પદ કેસ છે અને રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે. સુત્રો અનુસાર, ગોધરાની સીટી સર્વે ઓફિસમાંથી 7 કરોડના પ્રૉપર્ટી કાર્ડ નિયમ વિરૂદ્ધ ઇશ્યૂ કરાયા હોવાનુ ખુલ્યુ છે. સીટી સર્વે કચેરીમાં 3500 પ્રૉપર્ટી કાર્ડ નિયમ વિરુદ્ધ ઇશ્યૂ થયાની આશંકા છે, આ શંકાસ્પદ પ્રૉપર્ટી કાર્ડ તેમજ ડૉક્યુમેન્ટ જપ્ત કરાયા હતા. કચેરીમાં એક પ્રૉપર્ટી કાર્ડનો ભાવ અત્યારે 20 હજાર બોલાઇ રહ્યો હોવાની પણ ચર્ચા છે. ગોધરા એસડીએમ પ્રવિણકુમાર જેતાવતે આ અંગે વાત કરતાં કહ્યું કે, રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે.
અરવલ્લીની 9 પ્રાથમિક શાળાને તાળાં, વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાના કારણે નિર્ણય લેવાયો, જુઓ લિસ્ટ
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી શાળામાં શિક્ષણનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. સરકારી શાળામાં શિક્ષણ લેવા આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, એકબાજુ સરકાર ભણશે ગુજરાત અને શિક્ષણને લગતા કાર્યક્રમો કરી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે હવે અરવલ્લી જિલ્લામાંથી શિક્ષણ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અહીં જિલ્લાની 9 શાળામાં તાળા મારવાનો વારો આવ્યો છે.
અરવલ્લી જિલ્લામાં સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે, જેના કારણે જિલ્લાની કુલ 9 પ્રાથમિક શાળાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાની 9 પ્રાથમિક શાળાને તાળા લાગશે, કારણ કે આ તમામ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 20થી ઓછી છે જેના કારણે DPEOની મુંબઇ પ્રાથમિક શિક્ષણ નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાની સાકરીયા કંપા, કરશનપુરા કંપામાં ધોરણ 1 થી 5 વર્ગ બંધ કરાયા છે, મુન્શીવાડામાં ધોરણ 1 થી 5ના વર્ગ બંધ કરાયા છે, બાયડની બાદરપુરા, વટવડીયા શાળા બંધ કરાઇ છે. આ ઉપરાંત ભિલોડાના મોતીપુરા અને મેઘરજની માળ કંપા પ્રાથમિક શાળાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ વાત છે કે, મોડાસા તાલુકાના મુન્શીવાડા શાળામાં 1 થી 5 ધોરણમાં માત્ર એક વિદ્યાર્થી સામે બે શિક્ષકો શિક્ષણ આપી રહ્યાં હતા.