ગુજરાતઃ કચ્છનું ધોરડો બન્યું શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ, UNWTO એ 54 ગામડાઓમાં ધોરડોનો કર્યો સમાવેશ
ગુજરાતમાં રણ ઉત્સવ 2023નું આયોજન કરતા પહેલા, યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) એ કચ્છ જિલ્લાના ધોરડોને શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે પસંદ કર્યું છે.
Dhordo of Kutch: ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ધોરડો ગામને વિશ્વ પ્રવાસન સંસ્થા દ્વારા 54 શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. ધોરડોએ G20 ની ભારતની અધ્યક્ષતા હેઠળ પ્રભાવશાળી જૂથની પ્રથમ પ્રવાસન કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કર્યું હતું. વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) એ તેના ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોની 2023ની યાદી જાહેર કરી છે. વર્લ્ડ ઓર્ગેનાઈઝેશને તેની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સન્માન એવા ગામોને આપવામાં આવે છે જે ગ્રામીણ વિસ્તારોના વિકાસ અને લેન્ડસ્કેપ્સ, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાનિક મૂલ્યો અને ખાદ્ય પરંપરાઓના જાળવણીમાં અગ્રેસર છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ધોરડો ગામની વસ્તી આશરે 600 લોકોની છે.
That's a sneak peek from today. Get a glimpse of @UNWTO #BestTourismVillages on the stage!@VisitJordan @MOTA_Jordan @chiletravel @bieijapan @TurismoEspGob @spain @Cantaviejaturis @MINCETUR @ExperienceEgypt @tourismgoi @UNWTO @motlebofficial @visitportugal @pololikashvili pic.twitter.com/8EMrRqDArS
— Best Tourism Villages by UNWTO (@BTV_UNWTO) October 19, 2023
વિશ્વ સંસ્થાએ નિવેદનમાં કહ્યું છે કે 2021માં શરૂ કરવામાં આવેલી આ પહેલ UNWTOના ગ્રામીણ વિકાસ પ્રવાસન કાર્યક્રમનો એક ભાગ છે. આ કાર્યક્રમ ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ અને સમાવેશને પ્રોત્સાહન આપવા, વસ્તીમાં ઘટાડા સામે લડવા, એડવાન્સ ઈનોવેશનને પ્રોત્સાહન આપવા અને પર્યટન દ્વારા મૂલ્ય સાંકળ એકીકરણ અને ટકાઉ પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરવા માટે કામ કરે છે. મેડ્રિડ સ્થિત સંસ્થાએ જણાવ્યું હતું કે એવોર્ડની ત્રીજી આવૃત્તિમાં લગભગ 260 અરજીઓમાંથી તમામ પ્રદેશોમાંથી 54 ગામોની પસંદગી કરવામાં આવી છે. નિવેદન અનુસાર, ધોરડો સિવાય, જે ગામોને આ યાદીમાં સ્થાન મળ્યું છે તેમાં ચિલીના બેરાંકાસ, જાપાનમાં બેય, સ્પેનમાં કાન્તાવેજા, ઇજિપ્તમાં દશૂર, કોરિયાના રિપબ્લિકમાં ડોંગબીક, લેબનોનનું ડુમા, પોર્ટુગલના એરિકેરાનો સમાવેશ થાય છે. અને કોલંબિયામાં ફિલેન્ડિયાનો સમાવેશ થાય છે.
Congratulations to Dhordo village in Kutch, Gujarat on being honoured with the ‘Best Tourism Village’ tag by @UNWTO.
The recognition highlights Dhordo's commitment to promote sustainable and responsible tourism practices.
Grab the opportunity to experience the annual cultural… pic.twitter.com/80cxqLxnNm — Bhupender Yadav (@byadavbjp) October 20, 2023
ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ધોરડોને શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે પસંદ કરવામાં આવતા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કરીને પૂછ્યું કે, તમે ધોરડોની તમારી ટ્રીપ ક્યારે બુક કરી રહ્યા છો? ગુજરાતના કચ્છના આ ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામનો ટેગ મળ્યો છે. અહીં ટેન્ટ સિટી ખાતે આ વર્ષે 10મી નવેમ્બરથી શરૂ થતા રણ ઉત્સવના વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવનો અનુભવ કરવાની તક ચૂકશો નહીં. થોડા દિવસો પહેલા પીએમ મોદીએ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને પણ ફરી કચ્છના રણની મુલાકાત લેવા કહ્યું હતું. પીએમ મોદીએ પણ પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમારી મુલાકાત પણ બાકી છે.