Gandhinagar: પોલીસ સ્પેશિયલ એલાઉન્સ એફિડેવિટ મુદ્દે જીતુ વાઘાણીએ આપ્યા આ સંકેત
પબ્લિક સિક્યૂરિટી અલાઉન્સમાં એફીડેવીટ કરવાના મામલે આજે રાજ્ય સરકાર મોટી જાહેરાત કરી શકે છે. આ પહેલાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
ગાંધીનગરઃ પબ્લિક સિક્યૂરિટી અલાઉન્સમાં એફીડેવીટ કરવાના મામલે આજે રાજ્ય સરકાર મોટી જાહેરાત કરી શકે છે. આ પહેલાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કરેલી એક પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ સ્પેશિયલ એલાઉન્ટ એફિડેવિટ મુદ્દે માહિતી આપી હતી.
જીતુ વાઘાણીએ શું કહ્યું?
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, "પોલીસ કર્મચારીઓને એફિડેવીટ કરાવા મામલે સરકાર સકારાત્મક રીતે વિચારી રહી છે. આજે રિવ્યુ મિટીંગ બાદ નિર્ણય લેવામાં આવશે. કર્મચારીઓને કોઈ તકલીફ ના પડે તેવો નિર્ણય લેવામાં આવશે. આજે આ અંગે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે. સરકાર તમામ વિભાગો માટે સકારાત્મક નિર્ણય લેવા માટે તૈયાર છે."
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે પોલીસ કર્મચારીઓના પગારમાં કરેલા વધારા બાદ પોલીસ કર્મચારીઓ પાસે એફિડેવીટ કરાવા માટે આદેશ કરાયા હતા. જો કે, સરકારના આ નિર્ણયનો સોશિયલ મીડિયામાં ભારે વિરોધ થયો હતો. ત્યારે હવે રાજ્ય સરકાર પોલીસ કર્મચારીઓ પાસે એફિડેવીટ કરાવા અંગે ફરીથી રિવ્યુ મિટીંગ કરી રહી છે.
સરકાર કરી રહી છે રિવ્યુ મિટીંગઃ
આ જે બપોરે ફરી એકવાર પોલીસ સ્પેશિયલ એલાઉન્સ એફિડેવિટ મામલે ગુજરાત સરકાર બેઠક કરીને કોઇ મોટો નિર્ણય લઇ શકે છે. હવે નારાજ પોલીસકર્મીઓને સમજાવવા માટે આજે સરકારનું ગૃહવિભાગ આ મુદ્દે રિવ્યુ મીટિંગ કરશે. ઉલ્લેખનીય છે કે, આ અંગે અગાઉ સરકારે સમજાવટ માટે એડિશનલ ડિજી લો એન્ડ ઓર્ડર નરસીમ્હા કોમારે તમામ કમિશનર, રેંજ આઈજી, એસપી તથા કમાંડંટને આદેશ કર્યો હતો. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિવિધ પડતર મુદ્દાઓને લઇને સરકારને ઘેરી છે અને સરકાર આ મામલે એક પછી એક એક્શન લઇ રહી છે.
પોલીસ સ્પેશિયલ એલાઉન્સ મુદ્દે અગાઉ ડિસીપી, એસપી, એસડીપીઓ તથા એસએચઓને પોલીસકર્મીઓને સમજાવવા આદેશ કર્યો છે. એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ તથા એલઆરડી માટે ભથ્થું જાહેર કરાયું છે.
આ પણ વાંચોઃ