શોધખોળ કરો

Lok Sabha: કોંગ્રેસના ત્રણ ક્ષત્રિય ઉમેદવારો ભાથીજી મહારાજના શરણે, આજે ફાગવેલ પ્રવાસ કરી પ્રચારનો પ્રારંભ કરશે

લોકસભા ચૂંટણીનો રંગ જામ્યો છે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે પોત પોતાના ઉમેદવારો ઉતારી દીધા છે. તમામ 26 બેઠકો પર ભાજપ જીતની આશા રાખી રહ્યું છે

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીનો રંગ જામ્યો છે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે પોત પોતાના ઉમેદવારો ઉતારી દીધા છે. તમામ 26 બેઠકો પર ભાજપ જીતની આશા રાખી રહ્યું છે, તો કોંગ્રેસ ભાજપના જીતના રથને અટકાવવાના પ્રયાસમાં છે. ત્યારે આજે કોંગ્રેસના નેતાઓ ભગવાનના શરણે પહોંચશે. આજે કોંગ્રેસના ત્રણ લોકસભાના ઉમેદવારો ફાગવેલ પહોંચી રહ્યાં છે, જ્યાં ભાથીજી મહારાજના આશીર્વાદ લેશે અને ચૂંટણી પ્રચારમાં ઝંપલાવશે.

લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ આ વખતે તમામ હથકંડા અપવાની રહ્યું છે, ભાજપની હિન્દુત્વ અને હિન્દુની રાજનીતિ પર હવે કોંગ્રેસ પણ ઉતરવા લાગી છે. આજે ભાજપના ત્રણ ઉમેદવારોએ યાત્રાધામ ફાગવેલ જવાનું નક્કી કર્યુ છે. આજે સવારે 10 વાગ્યાની આસપાસ કોંગ્રેસના ત્રણ લોકસભાના ઉમેદવારો યાત્રાધામ ફાગવેલના પ્રવાસે જશે, જેમાં ખેડા લોકસભા બેઠકના કાળુસિંહ ડાભી, આણંદ બેઠકના અમિત ચાવડા અને પંચમહાલ બેઠકના ગુલાબસિંહ ચૌહાણ ફાગવેલ મંદિર પહોંચશે, જ્યાં ભાથીજી મહારાજના ચરણોમાં વંદન કરીને આશીર્વાદ મેળવશે. ખાસ વાત છે કે, ફાગવેલ ભાથીજી મહારાજનું ધામ ક્ષત્રિય સમાજનું આસ્થાનું ધામ કહેવાય છે. આ પછી ત્રણેય ઉમેદવારો ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે.

કૉંગ્રેસે ઉમેદવારોની છઠ્ઠી યાદી કરી જાહેર, જાણો કોને મળી ટિકીટ 

લોકસભા ચૂંટણી 2024ને લઈ કૉંગ્રેસ દ્વારા ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં કુલ 5 ઉમેદવારોના નામ છે. રાજસ્થાનના 5 ઉમેદવારોના નામ આ યાદીમાં જાહેર કરવામાં આવ્યા છે. હોળીના દિવસે આવેલી આ યાદીમાં કુલ પાંચ નામ છે, જેમાંથી ચાર રાજસ્થાનના છે, જ્યારે એક તમિલનાડુનું છે. કૉંગ્રેસ પક્ષ દ્વારા પાંચ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. 

આ ઉમેદવાર નીતિન ગડકરીની સામે ચૂંટણી લડશે

કોંગ્રેસે મહારાષ્ટ્ર માટે પણ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. વિકાસ ઠાકરે રાજ્યની નાગપુર બેઠક પરથી નીતિન ગડકરી સામે ચૂંટણી લડશે. જમ્મુથી રમણ ભલ્લા અને ઉધમપુરના લાલ સિંહ જેઓ તાજેતરમાં કોંગ્રેસમાં સામેલ થયા છે તેમને ટિકિટ મળી છે. બસ્તરના વર્તમાન સાંસદ દીપક બૈજની ટિકિટ કાપીને કાવાસી લખમાને ટિકિટ આપવામાં આવી છે. એ જ રીતે હરીદ્વારથી હરીશ રાવતના પુત્ર વીરેન્દ્ર રાવત અને નૈનીતાલથી પ્રકાશ જોશીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ તમિલનાડુના શિવગંગાઈથી કાર્તિ ચિદમ્બરમ અને વિરુધુનગરથી મણિકમ ટાગોરને ઉમેદવાર બનાવ્યા છે.

આ બેઠકો સાથી પક્ષો માટે છોડી દેવામાં આવી હતી

રાજસ્થાનની નાગૌર સીટ હનુમાન બેનીવાલ માટે છોડી દેવામાં આવી હતી, સીકર સીટ કોંગ્રેસે સીપીએમ માટે છોડી દીધી છે. તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થવાનું છે, જ્યારે સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને યોજાશે. 4 જૂને પરિણામ જાહેર થશે. 

4 જુનના રોજ પરિણામ આવશે

  • તબક્કો 1: 19 એપ્રિલ 2024 મતદાન
  • તબક્કો 2: 26 એપ્રિલ 2024 મતદાન
  • તબક્કો 3: 7 મે 2024 મતદાન
  • તબક્કો 4: 13 મે 2024 મતદાન
  • તબક્કો 5: 20 મે 2024 મતદાન
  • તબક્કો 6: 25 મે 2024 મતદાન
  • તબક્કો 7: 1 જૂન 2024 મતદાન

ગુજરાતમાં 7મેના રોજ મતદાન થશે

ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાશે. ગુજરાત સહિત તમામની મતગણતરી 4 જૂનના રોજ થશે. 

લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે, 19 એપ્રિલથી શરૂ થશે, 4 જૂને પરિણામ આવશે
લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
PSI Transfer : રાજ્યના 118 PSIની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?
PSI Transfer : રાજ્યના 118 PSIની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દમણમાં પણ ગુજરાતીઓનો તોડ
Hun To Bolish: હું તો બોલીશ : હાઈવે પર હેરાનગતિ
Hun To Bolish: હું તો બોલીશ : ગુજરાતમાં ફિલ્મફેર
Surat Rain : સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, વીરા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ
Amreli Rain : અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર સર્જાયા નદી જેવા દ્રશ્યો, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
PSI Transfer : રાજ્યના 118 PSIની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?
PSI Transfer : રાજ્યના 118 PSIની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
75 વર્ષે નિવૃત થઈ જવા પર RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
75 વર્ષે નિવૃત થઈ જવા પર RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
રેલવેમાં નોકરીની શાનદાર તક, દક્ષિણ રેલવેમાં 3500 થી વધારે પદ પર ભરતી 
રેલવેમાં નોકરીની શાનદાર તક, દક્ષિણ રેલવેમાં 3500 થી વધારે પદ પર ભરતી 
Rain Alert:  અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
Rain Alert: અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
Embed widget