શોધખોળ કરો

Surendranagar News: લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી

Latest News: આ ફુડ પોઇઝનિંગમાં નાના બાળકો ને જ વધારે અસર થઈ છે. હાલ બધા ની તબિયત સુધારા પર છે.

Surendranagar Latest news: રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને સાથો સાથ લગ્ન સીઝન પણ ચાલી રહી છે. આ દરમિયાન સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. બાળકો અને મહિલાઓ સહિત અંદાજે ૨૫ થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા  હતા. તમામને સારવાર માટે રાણાગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તમામ લોકો હાલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. આ ફુડ પોઇઝનિંગમાં નાના બાળકો ને જ વધારે અસર થઈ છે. હાલ બધા ની તબિયત સુધારા પર છે.

લોકસભાની ચૂંટણી માટે ગત મંગળવારે સમગ્ર રાજ્યની ૨૫ બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ વિધાનસભા મત વિસ્તારમાં અમદાવાદ પૂર્વની લોકસભા બેઠક માટે મતદાન પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર જિલ્લામાંથી અલગ અલગ અધિકારી કર્મચારીઓને મતદાન મથકો ઉપર ફરજ સોંપવામાં આપવામાં આવી હતી. જેમાં પ્રાથમિક શિક્ષકોનો પણ સમાવેશ થયો હતો. સોમવારે સવારે આ કર્મચારીઓ દ્વારા એવીએમ મશીન ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી મેળવીને મતદાન મથક સુધી પહોંચ્યા હતા. જ્યાં તેમના માટે બપોરે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારબાદ મંગળવારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી દહેગામ કોલેજ ખાતે રિસીવિંગ સેન્ટર ખાતે પણ કર્મચારીઓ માટે ચૂંટણી તંત્ર દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં કેટલા કર્મચારીઓ દ્વારા ઇવીએમ જમા કરાવીને જમ્યા બાદ પોતપોતાના ઘરે રવાના થઈ ગયા હતા. જોકે ભોજન લેનાર કર્મચારીઓને રાત્રે જ ઝાડા ઉલટી થઈ ગયા હતા તો ગઈકાલે સવારે પણ કર્મચારીઓને ઝાડા ઉલટી થયા હોવાની વિગતો બહાર આવી હતી. જેના પગલે જિલ્લાનું વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું જોકે કોઈ કર્મચારીને હોસ્પિટલ દાખલ કરવા પડયા હોય તેવી સ્થિતિ સર્જાઇ નથી પરંતુ મતદાન પ્રક્રિયાની કામગીરીમાં જોતરાયેલા ૧૦૦થી વધુ કર્મચારીઓ આ પ્રકારે ફૂડ પોઈઝનિંગનો ભોગ બનતા તંત્ર દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે.આ અંગે મામલતદાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે,  આ ફરિયાદ મળી છે અને જે કોઈ જવાબદાર હશે તેની સામે પગલા લેવામાં આવશે. તો મોટી સંખ્યામાં કર્મચારીઓ બીમારીમાં સપડાતા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની હાલત ગંભીર, અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ

મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....

ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે

Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?Fake ED Raid : AAPને છંછેડનારી ભાજપની તમામ પોલો ખૂલ્લી પાડીશુંઃ ઇસુદાન ગઢવીGujarat Accident News: રફ્તાર પર બ્રેક ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની હાલત ગંભીર, અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની હાલત ગંભીર, અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે
ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું

શું તમને શિયાળામાં કોઈ વ્યક્તિ કે વસ્તુને સ્પર્શ કરવાથી ઈલેક્ટ્રીક શોક લાગે છે? જાણો તેની પાછળનું કારણ

ગીઝર બોમ્બની જેમ ફૂટી શકે છે! શું તમે અજાણતાં આ ભૂલ કરી છે? ફટાફટ થઈ જાવ એલર્ટ

ઘર ખરીદતા પહેલા RERA કાર્પેટ એરિયાનું ગણિત સમજી લો, નહીંતર તમે પણ છેતરપિંડીનો ભોગ બનશો!

Embed widget