Gandhinagar: કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ, ઉમેદવારોએ બહિષ્કાર કરવાનો લીધો નિર્ણય
Gandhinagar: કરાર આધારિત શિક્ષકોની ભરતીના રાજ્ય સરકારના નિર્ણયનો ઉમેદવારોએ વિરોધ કર્યો હતો

ગાંધીનગરઃ કરાર આધારિત શિક્ષકોની ભરતીના રાજ્ય સરકારના નિર્ણયનો ઉમેદવારોએ વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે જ્ઞાન સહાયક ભરતી સંદર્ભે કરાર આધારિત શિક્ષકોની ભરતીનો નિર્ણય કર્યો છે. આ ભરતી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. જો કે આ ભરતીનો ઉમેદવારોએ બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો.
રાજ્યના શિક્ષણ વિભાગના નિર્ણય સામે ઉમેદવારોમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. શિક્ષણ વિભાગે કરાર આધારિત જ્ઞાનસહાયકની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. જે માટેની ભરતી સંદર્ભેની અરજી કરવાની શરૂઆત પણ થઈ ગઈ છે. જોકે ભરતી માટે લાયક ઉમેદવારોએ આ ભરતીમાં અરજી ન કરી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત કાયમી શિક્ષકની ભરતી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખવાનું અભિયાન પણ શરૂ કર્યું છે.
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં જ્ઞાનસહાયકની ભરતીની પ્રક્રિયા હાથ ધરી છે. જોકે આ ભરતી માટે લાયક ઉમેદવારોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોનું કહેવું છે કે તેમને કાયમી શિક્ષકની નોકરી માટે અભ્યાસ કર્યો હતો અને ટેટની પરીક્ષા પાસ કરી હતી. પરંતુ તેમની સાથે દગો કરવામાં આવ્યો છે. જેથી રાજ્યભરમાં ટેટની પરીક્ષા પાસ કરી ચૂકેલ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં સામેલ ન થઈ તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. સાથે સાથે રાજ્યની શાળાઓમાં કાયમી શિક્ષકની ભરતીની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ લખવાનું અભિયાન પણ શરૂ કર્યું છે, અત્યાર સુધી એક લાખ જેટલા પોસ્ટકાર્ડ લખાઇ ચુક્યા હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
રાજ્ય સરકારે રાજ્યભરમાં તબક્કાવાર જ્ઞાન સહાયકની ભરતી કરવાની જાહેરાત કરી હતી જેમાં 11 માસના કરાર આધારે રૂપિયા 24,000ના માસિક વેતન આપવાનો નિર્ણય કરાયો છે. ઉમેદવારોનું કહેવું છે કે શિક્ષણ વિભાગે શિક્ષકની પરિભાષા જ બદલી નાખી છે. કાયમી શિક્ષક એટલે કે વિદ્યા સહાયકની જગ્યાએ જ્ઞાન સહાયક લાવી છે. વિદ્યા તો યોગ્ય અને લાયકાત વાળા શિક્ષકો જ આપી શકે. રાજ્યભરમાં 80 હજાર જેટલા ઉમેદવારો છે કે છેલ્લા 5 થી 10 વર્ષથી પ્રાથમિક શાળામાં શિક્ષક માટે મહેનત કરી રહ્યા છે. પરંતુ કાયમી શિક્ષકની ભરતી ન થવાથી તેઓને માનસિક રીતે પરેશાન થવાનો વારો આવ્યો છે.
રાજના શિક્ષણ વિભાગે વર્ષ 2015 થી શિક્ષકોની ઘટને પહોંચી વળવા પ્રવાસી શિક્ષક ભરતી કરી હતી. જે યોજના હવે રદ કરીને જ્ઞાન સહાયકની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. જે માટે 26 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી ભરતી સંદર્ભે અરજી કરવાની પ્રક્રિયા ચાલવાની છે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
