શોધખોળ કરો

Fake Aadhar: આધાર વિના જ આધાર બનાવી આપતો શખ્સ ઉનાથી ઝડપાયો, માર્કેટમાં દુકાન ખોલીને કરતો હતો વેપલો

રાજ્યમાં વધુ એક નકલીનો કિસ્સો સામે આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં નકલી આધાર કાર્ડનો વેપલો પકડાયો છે

Una Aadhar Card Scandal News: રાજ્યમાં વધુ એક નકલીનો કિસ્સો સામે આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં નકલી આધાર કાર્ડનો વેપલો પકડાયો છે. એક શખ્સ પોતાની દુકાનમાં લોકોને કોઇપણ જાતના આધાર પુરાવા વિના આધાર નકલી આધાર કાર્ડ બનાવી આપતો હોવાની ફરિયાદ નોંધાઇ છે. એલસીબીના દરોડામાં ઉના બસ સ્ટેશન પર આ શખ્સ નકલી આધાર કાર્ડ બનાવતી આપતો રંગેહાથે પકડાયો હતો. હાલ પોલીસની તપાસ ચાલુ છે.  

Fake Aadhar: આધાર વિના જ આધાર બનાવી આપતો શખ્સ ઉનાથી ઝડપાયો, માર્કેટમાં દુકાન ખોલીને કરતો હતો વેપલો

મળતી માહિતી પ્રમાણે, ગીર સોમનાથના ઉનામાં નકલી આધાર કાર્ડ બનાવવાના મોટો કૌભાંડનો એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. ખરેખરમાં, ઉનામાં બસ સ્ટેશનની નજીક એક શખ્સ કોઇપણ જાતના આધાર પુરાવા વિના જ લોકોને આધાર કાર્ડ બનાવી આપતો હતો, આ બતામીના આધારે પોલીસે અચાનક દરોડાના કાર્યવાહી કરી હતી, જેમાં પોલીસે આરોપી શખ્સ સહિત દુકાનમાંથી કૉમ્પ્યૂટર અને અન્ય બીજા સાધનોને કબજો કર્યા હતા. પોલીસની પુછપરછમાં અન્ય શખ્સો પણ આ મોટા કૌભાંડમાં સામેલ હોવાનું ખુલ્યુ હતુ. મહત્વનું છે કે, નકલી આધાર બનાવી આપનારો આરોપી શખ્સ આ પહેલા એક બેન્કમાં આધાર કાર્ડનું કામ કરતો હતો, જ્યાં તે આધારમાં જરૂરી સુધારા વધારા કરતો હતો, જોકે, ત્યાં પણ તેની ગતિવિધિઓ શંકાસ્પદ લાગતા તેને નોકરીમાથી કાઢી મુકાયો હતો. આ પછી આરોપી શખ્સે ઉના બસ સ્ટેશન નજીક એક દુકાન ખોલીને આધાર કાર્ડના મસમોટા કૌભાંડની શરૂઆત કરી હતી. હાલમાં આ મામલે પોલીસ માત્ર ને માત્ર તપાસ ચાલુ હોવાનું જ રટણ કરી રહી છે. 

વિકલાંગોનું કેવી રીતે બને છે આધાર કાર્ડ? કયા પુરાવાની પડશે જરૂર, જાણો સંપૂર્ણ વિગત

જો તમે વિકલાંગ વ્યક્તિઓ માટે આધાર કાર્ડ બનાવવા માંગતા હોવ અને તે જાણવા માંગતા હોવ કે વિકલાંગ વ્યક્તિઓ માટે આધાર કાર્ડ કેવી રીતે બને છે અને તેને બનાવવા માટે કયા દસ્તાવેજો જરૂરી છે, તો અમે તમારા માટે આ બધી સમસ્યાઓનું નિરાકરણ લાવવા જઈ રહ્યા છીએ. તમામ વિકલાંગ વ્યક્તિઓ ખૂબ જ સરળતાથી આધાર કાર્ડ બનાવી શકે છે, પછી તે વિકલાંગ હોય કે અંધ, તમામ વિકલાંગ વ્યક્તિઓના આધાર કાર્ડ ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે.

વિકલાંગ વ્યક્તિઓ માટે બે રીતે આધાર કાર્ડ બનાવી શકાય છે

  • શિબિરો દ્વારા:  વિકલાંગ લોકો માટે આધાર કાર્ડ બનાવવા માટે તમારા શહેર અથવા ગામમાં કેમ્પનું આયોજન કરવામાં આવે છે, તેથી જ્યારે પણ તમારા શહેરમાં વિકલાંગ લોકો માટે શિબિરનું આયોજન કરવામાં આવે છે, ત્યારે તમે ત્યાં જઈને તમારું આધાર કાર્ડ બનાવી શકો છો. ધ્યાનમાં રાખો કે આ શિબિર માત્ર વિકલાંગ વ્યક્તિઓ માટે જ આયોજિત કરવામાં આવે છે જેમાં તમામ વિકલાંગ વ્યક્તિઓ માટે આધાર કાર્ડ બનાવવામાં આવે છે જે સરકાર દ્વારા સંપૂર્ણ માન્ય છે.
  • CSC કેન્દ્ર દ્વારા: તમે તમારા શહેરના કોઈપણ નજીકના CSC કેન્દ્ર પર જઈ શકો છો જ્યાં આધાર કાર્ડનું કામ થાય છે, ત્યાંથી તમે વિકલાંગ વ્યક્તિઓ માટે બનાવેલ આધાર કાર્ડ મેળવી શકો છો.

વિકલાંગ વ્યક્તિઓ માટે આધાર કાર્ડ બનાવવા માટે, તમે નીચે દર્શાવેલ કોઈપણ દસ્તાવેજોના સરનામાનો પુરાવો અને આઈડી પ્રૂફ આપીને અને જેના પર ફોટો ચોંટાડીને વેરિફિકેશન કરેલ હોય તેના દ્વારા બનાવેલ આધાર કાર્ડ મેળવી શકો છો. તેના કેટલાક પુરાવા નીચે દર્શાવેલ છે.

  • અપંગતા પ્રમાણપત્ર
  • બેંક પાસબુક
  • પોસ્ટ ઓફિસ પાસબુક
  • રેશન કાર્ડ
  • ગાડી ચલાવવાની પરવાનગી
  • ઓળખપત્ર
  • વીજળીનું બિલ (3 મહિનાથી વધુ જૂનું ન હોવું જોઈએ)
  • પાણીનું બિલ (3 મહિનાથી વધુ જૂનું ન હોવું જોઈએ)
  • ટેલિફોન બિલ (3 મહિનાથી વધુ જૂનું ન હોવું જોઈએ)
  • વીમા પૉલિસી
  • લેટર હેડ પર બેંક દ્વારા જારી કરાયેલ ફોટો સાથેનો પત્ર
  • MNREGA જોબ કાર્ડ
  • શસ્ત્ર લાઇસન્સ
  • પગારદાર ફોટો કાર્ડ
  • ખેડૂત ફોટો પાસબુક
  • માતાપિતાનો પાસપોર્ટ (સગીરના કિસ્સામાં)
  • ગેસ કનેક્શન બિલ (3 મહિનાથી વધુ જૂનું ન હોવું જોઈએ)
  • ટપાલ વિભાગ દ્વારા જારી કરાયેલ નામ અને ફોટા સાથેનું સરનામું
  • વાહન નોંધણી પ્રમાણપત્ર
  • ગ્રામ પંચાયત સરપંચ દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર (ગ્રામ્ય વિસ્તારો માટે)

વિકલાંગ વ્યક્તિઓનું આધાર કાર્ડ કેવી રીતે બનાવવું

તમારે આધાર કેન્દ્ર પર જવું પડશે અને આધાર ઓપરેટર આધાર સોફ્ટવેરની મદદથી તમારો તે ભાગ બંધ કરે છે અને મશીનને ઓર્ડર આપે છે. જો વ્યક્તિનો આ ભાગ ત્યાં ન હોય અને તે દિવ્યાંગ વ્યક્તિ હોય, તો તે વ્યક્તિ તેના શરીરના તે ભાગોની છાપ આપવાની જરૂર નથી જેના કારણે તે અક્ષમ છે, ઉદાહરણ તરીકે, જો વ્યક્તિની એક આંખ ન હોય, તો તેની માત્ર એક જ આંખ સ્કેન કરવામાં આવશે અને જો તેનો એક હાથ ન હોય, પછી તેનો માત્ર એક જ હાથ સ્કેન કરવામાં આવશે. આ ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓની નોંધણી માટેની જોગવાઈઓ પણ છે જેમના આંખો અથવા આંગળીના બાયોમેટ્રિક્સ કોઈપણ કારણોસર લઈ શકાતા નથી તેઓ આધાર નોંધણી અથવા અપડેટ માટે કોઈપણ અધિકૃત આધાર કેન્દ્રની મુલાકાત લઈ શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget