શોધખોળ કરો

ગોધરામાંથી ઝડપાયેલો દેશનો ગદ્દાર પાકિસ્તાની જાસૂસ ઈમરાનના ઘરમાંથી પોલીસને શું શું મળ્યું ? જાસૂસી માટે કોને કેટલા ચૂકવ્યા ?

ભારતની નેવી શિપ સબમરીન અને ડિફેન્સની મહત્વની જગ્યાઓની જાસૂસી કરવા પાકિસ્તાન આઇએસઆઇએ ષડયંત્ર ગોઠવ્યું હતું.

ગોધરાઃ નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી (NIA)ની ટીમે ગોધરાના પોલન બજાર વિસ્તારમાં રહેતા પાકિસ્તાનની જાસસી સંસ્થા આઈએસઆઈના એજન્ટ 37 વર્ષીય રિક્ષાચાલક ઈમરાન ગિતેલીની ધરપકડ કરતાં ખળભળાટ મચી ગયો છે. ગોધરાના પોલનબજાર વાલી ફળીયાના 37 વર્ષીય રીક્ષા ચાલક ઇમરાન યાકુબના ઘરે NIA એ સર્ચ કરીને ડિજિટલ ડિવાઇસ અને મહત્વના દસ્તાવેજો પણ કબજે કર્યા છે. રિક્ષા ચાલક ઇમરાન તેના માતાપિતા, ભાઇ , પત્ની અને ચાર સંતાનો સાથે રહેતો હતો. કેટલાક સંબંધી પાકિસ્તાનમાં રહેતા હોવાથી ઇમરાને પાકિસ્તાનના 5 થી 6 વખત ફેરા માર્યા છે. તે પાકિસ્તાનથી રેડીમેડ કાપડ મંગાવીને વેચાણ કરતો હતો. સ્થાનિકોને તે ફક્ત રીક્ષા ચાલક જ હોવાની ખબર હતી. તેના ધંધાથી તેનો પરિવાર પણ અજાણ હોવાનો દાવો કરી રહ્યો છે. ભારતની નેવી શિપ સબમરીન અને ડિફેન્સની મહત્વની જગ્યાઓની જાસૂસી કરવા પાકિસ્તાન આઇએસઆઇએ ષડયંત્ર ગોઠવ્યું હતું. પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત પોલન બજારના વાલી ફળિયામાં રહેતા ઇમરાન ગિતેલીની પણ આમાં સંડોવણી બહાર આવી હતી. રિક્ષા ડ્રાઇવિંગ અને કપડાંના વેપારની આડમાં ગિતેલી આ ષડયંત્રમાં સામેલ હોવાનો ઘટસ્ફોટ થયો છે. કપડાંના વેપારના બહાને તે પાકિસ્તાની આકાઓના ઇશારે ભારતીય નેવીના કર્મચારીઓના બેંક ખાતાઓમાં રૂપિયા જમા કરાવતો હતો. સૂત્રો અનુસાર ગિતેલી પાસે હવાલાના લાખો રૂપિયા આવ્યા હતાં. જે પૈકી નેવીના બે ખલાસીના ખાતામાં રૂપિયા 5 હજાર અનેરૂપિયા 4 હજાર મળી કુલ રૂપિયા 9 હજાર જમા કરાવ્યા હતાં. એનઆઇએની તપાસમાં આ વાત બહાર આવતાં તે રડારમાં આવ્યો હતો. એનઆઇએની ટીમ તેનું સતત મોનિટરિંગ કરી રહી હતી. સોમવારે રાત્રે ટીમ સ્થાનિક ગોધરા એસઓજીની મદદથી તેની ધરપકડ કરી હૈદરાબાદ લઇ ગઇ છે. ગિતેલી ગોધરામાં બેઠાં કેવી રીતે જાસૂસીનું નેટવર્ક ચલાવતો હતો તેમજ તેની સાથે ગોધરા, ભરૂચ કે અન્ય કોઇ જિલ્લાના શખ્સો સંડોવાયેલા છે કે કેમ તેની પૂછતાછ ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો

ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ

ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?

'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ

ABP Premium

વિડિઓઝ

Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદનRepublic Day: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લામાં કરાશે ઉજવણીKhyati Hospital Scandal: કુખ્યાત કાર્તિક પટેલને લઈ પોલીસ પહોંચી ખ્યાતિ હોસ્પિટલAmbalal Patel Prediction: ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ થશે શરૂ, અંબાલાલ પટેલની રાજકીય આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ

સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  

RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 

Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  

Embed widget