શોધખોળ કરો

Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસો વધ્યા એ માટે રાજ્યના આરોગ્ય મંત્રીએ શું આપ્યું મોટું કારણ ?

ઋષિકેશ પટેલે કહ્યું કે, પાછલા થોડો સમય લોકો તહેવારમાં બહાર ગયા હતા. ત્યારે જ્યાંથી કેસ મળ્યા છે અને જ્યાંથી ટ્રાન્સફર થઈને આવ્યા છે તેને ટ્રેસિંગ કરવામાં આવી રહ્યા છે.

દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. 10 નવેમ્બરે રાજ્યમાં કોરોનાના નવા 42 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 36  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,521 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી ગઈકાલે એક પણ મોત થયું  નથી. ગઈકાલે  4,09,727 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

તહેવાર બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો આવવા મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર કોરોના મામલે ઢીલાપણું રાખવા માંગતી નથી. આજે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના કેસો સંદર્ભે અને વેકસીનેશન દ્રાઈવ સંદર્ભે સમીક્ષા કરવામાં આવી હતી. દેશમા કોરોનાની ત્રીજી લહેર ન આવે તે બાબતે ચર્ચા થઈ હતી. કોરોનાના બીજા ડોઝ માટે લગભગ 32 લાખ લોકોએ ડોઝ નથી લીધો ત્યારે આ 32 લાખ લોકો ને બીજો ડોઝ આપવામાં માટે અભિયાન ચલાવવામાં આવશે. આશા વર્કર બહેનો ને ઇનસેન્ટિવ આપી ને પણ બાકી રહેલ વેકસીનેશનની કામગીરી પુરી કરવામાં આવશે. સેલ્ફ હેલ્ફ ગ્રુપ કે આશા વર્કર ને કેટલું ઇનસેન્ટિવ આપવું તે નક્કી કરવામાં આવશે.

ઋષિકેશ પટેલે આગળ કહ્યું કે, પાછલા થોડો સમય લોકો તહેવારમાં બહાર ગયા હતા. ત્યારે જ્યાંથી કેસ મળ્યા છે અને જ્યાંથી ટ્રાન્સફર થઈને આવ્યા છે તેને ટ્રેસિંગ કરવામાં આવી રહ્યા છે. આશા રાખીએ કે કેસો વધુ ન આવે. જોકે કેસ વધશે નહીં તેની આગાહી કરી ન શકાય. બિન ચેપી રોગોના કારણે મૃત્યુ નું પ્રમાણ વધુ હોય છે. જેને લઈને રાજ્ય સરકાર નિરામય યોજના શરૂ કરવા જઈ રહી છે. શુક્રવારે નિરામય યોજના તરીકે ઉજવણી કરવામાં આવશે. જ્યાં તપાસ અને ચકાસણીની કામગીરી કરવામાં આવશે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 16, સુરત કોર્પોરેશનમાં 5, વલસાડમાં પાંચ, વડોદરા કોર્પોરેશનમાં ચાર, જૂનાગઢમાં બે, મોરબીમાં બે, રાજકોટ કોર્પોરેશનમાં બે, આણંદમાં એક, ભરૂચમાં એક, ગીર સોમનાથમાં એક, જામગર કોર્પોરેશનમાં એક, કચ્છમાં એક, અને તાપીમાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 215  કેસ છે. જે પૈકી 08 વેન્ટીલેટર પર છે, જ્યારે 207 નાગરિકો સ્ટેબલ છે. 8,16,521 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 8 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1316  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 8621 નાગરિકોને રસીનો પ્રથમ અને 96,528 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 26,975 નાગરિકોને રસીનો પ્રથમ અને 2,76,279 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,09,727 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,28,73,785 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,  બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા, મહીસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરામાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
Embed widget