Airport : એરપોર્ટ પર મુસાફરોને આ મોટી માથાકુટમાંથી મળશે મુક્તિ, બચશે સમય
આગામી સમયમાં એરપોર્ટ પર થતા સિક્યુરિટી ચેકિંગની ઝંઝટમાંથી મુક્તિ મળશે. કેન્દ્ર સરકાર આવી ટેક્નોલોજી લાવવા જઈ રહી છે, જેનાથી એરપોર્ટ પર મુસાફરોને સુરક્ષા કર્મચારીઓ દ્વારા શારીરિક તપાસમાંથી મુક્તિ મળશે.
![Airport : એરપોર્ટ પર મુસાફરોને આ મોટી માથાકુટમાંથી મળશે મુક્તિ, બચશે સમય Airport : Civil Aviation Ministry Going to Deploy Full Body Scanners in All Airports Airport : એરપોર્ટ પર મુસાફરોને આ મોટી માથાકુટમાંથી મળશે મુક્તિ, બચશે સમય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/20/aa844414db1577be6250a05d8fc15a871687265233745724_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Civil Aviation Ministry : જો તમે વારંવાર એરપોર્ટ દ્વારા એક શહેરથી બીજા શહેરમાં મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. આગામી સમયમાં એરપોર્ટ પર થતા સિક્યુરિટી ચેકિંગની ઝંઝટમાંથી મુક્તિ મળશે. કેન્દ્ર સરકાર એક એવી ટેક્નોલોજી લાવવા જઈ રહી છે જેનાથી એરપોર્ટ પર મુસાફરોની સુરક્ષા કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી શારીરિક તપાસમાંથી મુક્તિ મળશે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોએ ન્યૂઝ18ને આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, દેશના તમામ એરપોર્ટ પર તબક્કાવાર બેથી ચાર ફુલ બોડી સ્કેનર લગાવવામાં આવશે. ત્યાર બાદ મુસાફરો, એરપોર્ટ સ્ટાફ અને કેબિન ક્રૂની શારીરિક તપાસ ફક્ત ગણતરીના કિસ્સામાં જ કરવામાં આવશે.
એક અધિકારીએ કહ્યું હતું કે, એકવાર તમે ફુલ બોડી સ્કેનર અને મેટલ ડિટેક્ટરમાંથી પસાર થઈ જશો ત્યાર બાદ સુરક્ષા કર્મચારીઓ દ્વારા માત્ર ગણતરીના લોકોની જ શારીરિક તપાસ કરવામાં આવશે. હાલમાં સુરક્ષા કર્મચારીઓ દ્વારા દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવે છે. પરંતુ એકવાર આ મશીનો ઇન્સ્ટોલ થઈ ગયા બાદ માત્ર વૈજ્ઞાનિક પદ્ધતીને જ અનુસરવામાં આવશે. જણાવવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ બોડી સ્કેન પછી પણ શંકાસ્પદ જણાશે તો જ સુરક્ષા કર્મચારીઓ દ્વારા તેની શારીરિક તપાસ કરવામાં આવશે.
જ્યારે એરપોર્ટ પર સીઆઈએસએફના જવાનો દ્વારા આક્રમક અને પ્રતિકૂળ ચેકિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અધિકારીએ કહ્યું હતું કે, ચેકિંગ એ આદર્શ ના હોવી જોઈએ પરંતુ જો તે કરવામાં આવે છે, તો તે સંપૂર્ણ હોવી જોઈએ.
દેશના કુલ 105 એરપોર્ટમાંથી 28ને અતિસંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા જેવા તમામ મોટા શહેરોના એરપોર્ટનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે અગાઉ દેશના 84 એરપોર્ટને બોડી સ્કેનર લગાવવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી મેટલ વગરની વસ્તુઓ પણ ચેક કરી શકાય.
વર્ષ 2019માં બ્યુરો ઓફ સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા એક પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, મેટલ ડિટેક્ટરમાંથી પસાર થતા મશીન અને સુરક્ષા કર્મચારીઓ દ્વારા હાથથી પકડાયેલા ઉપકરણ દ્વારા બિન-ધાતુના હથિયારો અને વિસ્ફોટકોને શોધી શકાતા નથી. બોડી સ્કેનરની મદદથી મેટલ અને નોન-મેટલ બંને વસ્તુઓ શોધી શકાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)