કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મણિપુર જવા રવાના, રાહત શિબિરોની મુલાકાત લઈ સાંભળશે પીડિતોની વ્યથા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ માટે મણિપુરના પ્રવાસે છે. તેઓ ગુરુવારે સવારે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાનેથી મણિપુર જવા રવાના થયા છે.ત્યાં તે રાહત શિબિરોની મુલાકાત લેશે અને પીડિતોની સ્થિતિ જાણશે.
Manipur Violence: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસ માટે મણિપુરના પ્રવાસે છે. તે ત્યાં રાહત શિબિરોની મુલાકાત લેશે અને પીડિતોને મળશે. કોંગ્રેસે એક નિવેદનમાં કહ્યું કે, મણિપુર લગભગ બે મહિનાથી હિંસાથી સળગી રહ્યું છે અને ત્યાં શાંતિની જરૂર છે જેથી સમાજ સંઘર્ષમાંથી શાંતિ તરફ પરત ફરી શકે. તે માનવીય દુર્ઘટના છે. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.
#WATCH दिल्ली: कांग्रेस नेता राहुल गांधी दिल्ली स्थित अपने आवास से दिल्ली हवाई अड्डा पहुंचे। pic.twitter.com/mtmKMGAF1m
— ANI_HindiNews (@AHindinews) June 29, 2023
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મણિપુર જવા રવાના
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ માટે મણિપુરના પ્રવાસે છે. તેઓ ગુરુવારે સવારે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાનેથી મણિપુર જવા રવાના થયા છે. રાહુલ 29 અને 30 જૂને મણિપુરમાં હશે. ત્યાં તે રાહત શિબિરોની મુલાકાત લેશે અને પીડિતોની સ્થિતિ જાણશે. આ સિવાય રાહુલ મણિપુરની રાજધાની ઈમ્ફાલ અને ચુરાચંદપુરમાં નાગરિક સમાજના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે.
#WATCH दिल्ली: कांग्रेस नेता राहुल गांधी दिल्ली स्थित अपने आवास से मणिपुर के लिए रवाना हुए।
— ANI_HindiNews (@AHindinews) June 29, 2023
राहुल गांधी 29 और 30 जून को मणिपुर में रहेंगे। इस दौरान वह राहत शिविरों का दौरा करेंगे और इंफाल तथा चुराचांदपुर में नागरिक समाज के प्रतिनिधियों के साथ बातचीत करेंगे। pic.twitter.com/mqWKcjMehT
રાહત શિબિરોની મુલાકાત લઈ સાંભળશે પીડિતોની વ્યથા
રાહુલ ગાંધી ગુરુવારે રાહત શિબિરોની મુલાકાત લેશે. તે પીડિત પરિવારોને મળશે અને તેમની પીડા સાંભળશે. બપોરે તુઇબોંગની ગ્રીનવુડ એકેડેમી અને ચુરાચંદપુરની સરકારી કોલેજની મુલાકાત લેશે. તે પછી કોનઝેંગબામમાં કોમ્યુનિટી હોલ અને મોઇરાંગ કોલેજ જશે.
તમને જણાવી દઈએ કે પૂર્વોત્તર રાજ્ય મણિપુર 58 દિવસથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. અહીં હિંસામાં 120 લોકોએ જીવ ગુમાવ્યા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મણિપુર ગયા હતા અને રાહત શિબિરોની મુલાકાત લીધી હતી અને પીડિતોની વાત સાંભળી હતી. એક સપ્તાહ પહેલા ગૃહમંત્રીએ દિલ્હીમાં મણિપુરની સ્થિતિને લઈને 18 પક્ષો સાથે સર્વપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં સપા અને આરજેડીએ મણિપુરના સીએમ બિરેન સિંહના રાજીનામાની માંગ કરી હતી. આ સાથે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની પણ માંગ કરવામાં આવી હતી.