Corona Vaccine: મેડિકલ એસોસિએશને 18 વર્ષથી મોટા તમામ લોકોને રસી આપવા કોને કરી અપીલ ?
Coronavirus Vaccine Update: સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 96,982 નવા કોરોનાના કેસ આવ્યા અને 446 લોકોના મોત થયા છે. જોકે 50,143 લોકો ઠીક પણ થયા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ ખતરનાક (Coronavirus India) રીતે વધી રહ્યું છે. આજે પણ એક લાખ નજીક કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના વધી રહેલા કેસને લઈ ઈન્ડિન મેડિકલ એસોસિએશન (Indian Medical Association) પણ હવે આગળ આવ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ મુજબ, ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પત્ર લખીને પીએમ મોદીને કોવિડ-19 રસીકરણને વેગ આપવા 18 વર્ષથી મોટા તમામ લોકોને રસી આપવાની અપીલ કરી છે.
આરોગ્ય મંત્રાલયના (Ministry of Health and Family Welfare) જણાવ્યા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 8,31,10,926 લોકોને રસી આપવામાં આવી ચુકી છે. જેમાંથી 43,00,066 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 96,982 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 446 લોકોના મોત થયા છે. જોકે 50,143 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 26 લાખ 86હજાર 049
કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 17 લાખ 32 હજાર 279
કુલ એક્ટિવ કેસ - 7 લાખ 88 હજાર 23
કુલ મોત - એક લાખ 65 હજાર 547
કુલ રસીકરણ - 8 કરોડ 31 લાખ 10 હજાર 926 ડોઝ આપવામાં આવ્યા.
આઠ કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 8 કરોડ 31 લાખ 10 હજાર 966 ડોઝ આપવામાં આવ્યા છે.
રિકવરી રેટના મામલે ભારતનો નંબર અમેરિકા બાદ આવે છે. જ્યારે મોતના મામલે અમેરિકા, બ્રાઝીલ અને મેક્સિકો બાદ ભારત ચોથા નંબર પર છે. દેશમાં કોરોનાનો મૃત્યુ દર 1.34 ટકા છે જ્યારે રિકવરી રેટ 94 ટકાથી વધારે છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 4.55 ટકા છે. કોરોના એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભારત 5માં સ્થાન પર છે.
મોદીના માનીતા ગુજરાતના મુસ્લિમ અધિકારીની BCCIમાં નિમણૂક, એક સમયે ભાજપની ટિકિટ પર લડવાના હતા ચૂંટણી..
વેપારીઓ માટે નવી આફત, મોદી સરકારે શું લીધો મોટો નિર્ણય ?