શોધખોળ કરો

અપરિણીત યુવતી કોરોના રસી લેશે તો માતા નહીં બની શકે ? જાણો વાયરલ મેસેજ પર સરકારે શું ખુલાસો કર્યો

સોશિયલ મીડિયા પર જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે, અપરિણીત યુવતીઓ રસી લેશે તો તે માતૃત્વ ધારણ નહીં કરી શકે છે.

સમગ્ર દેશમાં કોરોના રસીકરણો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. બીજા તબક્કામાં કોને રસી આપવામાં આવશે અને કોને રસી નહીં આપવામાં આવે તેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી દીધી છે. તેમ છતાં સોશિયલ મીડિયા પર કોરોના રસીને અને અનેક અફવાઓ અને ભ્રામક તથ્યો વાયરલ થઈ રહ્યા છે. 

સોશિયલ મીડિયા પર જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે, અપરિણીત યુવતીઓ રસી લેશે તો તે માતૃત્વ ધારણ નહીં કરી શકે છે. નિમોનિયા જેવી શ્વાસની બીમારી હોય તેમણે રસી ન લેવી જોઈએ. દારૂ, સિગરેટ, તમાકુનું સેવન કરતાં હોય તેમણે રસી ન લેવી જોઈએ. માનસિક અને ન્યૂરલ બીમારી હોય તેમણે પણ રસી ન લેવી જોઈએ. ડાયાબિટીસ અને કેન્સરના દર્દીએ પણ કોરોના રસી ન લેવી જોઈએ જો તે લેશે તો તેમનું મોત થઈ શકે છે. આવી અનેક અફવાઓ વાયરલ થઈ રહી છે જેને લઈને હવે સરકાર તરફથી પણ ખુલાસો કરવામાં આવ્યો છે. સરકારી એજન્સી પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે આ અફવાને ફગાવી દીધી છે. 

પીઆઈબી ફેક્ટ ચેકની ટીમે શું કહ્યું

PIB Fact Check તરફથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિાય પર શેર કરવામાં આવી રહેલ ભ્રામક ગાઈડલાઈન્સમાં કરવામાં આવેલ દાવા ખોટા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકોને કોરોના રસી લેવા પર આડ અસર થઈ શકે છે. PIB લોકોને આગ્રહ કરે છે કે Covid Vaccine સંબંધિત યોગ્ય જાણકારી માટે પ્રમાણિક સ્ત્રોત પર જ વિશ્વાસ કરે. 

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

DevBhumi Dwarka: ખંભાળિયામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ

Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

IND W vs SA W 3rd ODI: અંતિમ વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી કર્યું ક્લીન સ્વીપ

Rajkot Rain: રાજકોટ જિલ્લાના જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Rajkot Rain: રાજકોટ જિલ્લાના જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Advertisement
metaverse

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | અમેરિકાથી ઈન્ડિયાનું ડ્રગ્સ કનેક્શનHu to Bolish | હું તો બોલીશ | પરીક્ષાની સિસ્ટમ લીક!Shaktisinh Gohil: દેશમાં સૌથી વધારે ડ્રગ્સ ગુજરાતમાં પકડાય છે, ભાજપના મળતીયાઓ હપ્તા લે છેRushikesh Patel: જવાહરભાઇ નારાજ હશે તો તેની નારાજગી દૂર કરવામાં આવશે: ઋષિકેશ પટેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DevBhumi Dwarka: ખંભાળિયામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
DevBhumi Dwarka: ખંભાળિયામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
IND W vs SA W 3rd ODI: અંતિમ વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી કર્યું ક્લીન સ્વીપ
IND W vs SA W 3rd ODI: અંતિમ વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી કર્યું ક્લીન સ્વીપ
Rajkot Rain: રાજકોટ જિલ્લાના જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Rajkot Rain: રાજકોટ જિલ્લાના જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

સફેદ સાડીમાં આ અંદાજમાં ઝહીર ઈકબાલની દુલ્હન બની સોનાક્ષી સિન્હા, જુઓ કપલની પ્રથમ તસવીરો

Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જમાવટ બોલાવી, સાવરકુંડલા, ધારી, લાઠી,ખાંભામાં વરસાદ

Gir Somnath Rain: ગીર સોમનાથના તાલાલા પંથકમાં બે ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Embed widget