શોધખોળ કરો

Fire: દિલ્હીમાં આગ, માયાપુરીમા ત્રણ માળની બિલ્ડિંગમાં આગ લાગતા નાસભાગ, ફાયર બ્રિગેડની 13 ગાડીઓ પહોંચી

દિલ્હીમાં આગની મોટી ઘટના ઘટી છે, આ ઘટનાને લઇને પ્રભાવિત વિસ્તારમાં નાસભાગ મચી ગઇ છે. પશ્ચિમ દિલ્હીના માયાપુરી (Mayapuri) વિસ્તારમાંથી ભીષણ આગની ઘટના સામે આવી છે.

Delhi Fire: દિલ્હીમાં આગની મોટી ઘટના ઘટી છે, આ ઘટનાને લઇને પ્રભાવિત વિસ્તારમાં નાસભાગ મચી ગઇ છે. પશ્ચિમ દિલ્હીના માયાપુરી (Mayapuri) વિસ્તારમાંથી ભીષણ આગની ઘટના સામે આવી છે. માહિતી મુજબ અહીં એક ત્રણ માળની બિલ્ડિંગમાં (Three Storey Building) આગ લાગી હોવાની માહિતી મળી રહી છે. આગની ઘટનાની જાણ થતાંની સાથે ફાયર બ્રિગેડની (Fire Tender) 13 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ ચાલુ કર્યા હતા. આગની આ ઘટનામાં હજુ સુધી કોઈને ઈજા થઈ નથી. માહિતી એવી છે કે, આ સર્જિકલ સાધનોના ગોડાઉનમાં આગ લાગી છે.

કોચિંગ ક્લાસમાં અચાનક લાગી ભીષણ આગ

દિલ્હીના મુખર્જી નગરમાં સંસ્કૃતિ કોચિંગ સેન્ટરમાં આગ લાગતા હોબાળો મચી ગયો હતો. કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ છત પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ સાથે આગને કાબૂમાં લેવા માટે 11 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને દોરડાની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કોચિંગ સેન્ટરના વિદ્યાર્થીઓ ત્રીજા માળેથી દોરડા પરથી નીચે કૂદી રહ્યા છે. ફાયર વિભાગે પણ સ્થળ પર પહોંચી અને વિદ્યાર્થીઓને બચાવ્યા અને જણાવ્યું કે તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર તમામ વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે. કોઈ વિદ્યાર્થીને ગંભીર ઈજા થઈ નથી. સ્થિતિ નિયંત્રણમાં છે. અમારા વાહનો પહોંચે તે પહેલા જ કેટલાક વિદ્યાર્થીઓએ દોરડા પરથી નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી.

વિદ્યાર્થીઓએ દોરડા પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો

મળતી માહિતી મુજબ, આ આગ ઈલેક્ટ્રીક મીટરમાં લાગી હતી, જે બાદ આખા કોચિંગ સેન્ટરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. જે બાદ વિદ્યાર્થીઓએ દોરડાની મદદથી બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ફાયર વિભાગની 11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. દોરડાની મદદથી કૂદવાને કારણે 4 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ઈલેક્ટ્રીક મીટરમાં આગ લાગ્યા બાદ આખી ઈમારતમાં ધુમાડો છવાઈ ગયો હતો. ધુમાડો વધ્યા બાદ કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા અને નીચે દોડવા માટે દોરડા વડે બિલ્ડિંગની બારીમાંથી કૂદવા લાગ્યા.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert:  કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Rain Alert:  કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Pahalgam Attack: 'શું તમે સુરક્ષા દળોનું મનોબળ તોડવા માંગો છો?', સુપ્રીમ કોર્ટે અરજદારોને લગાવી ફટકાર
Pahalgam Attack: 'શું તમે સુરક્ષા દળોનું મનોબળ તોડવા માંગો છો?', સુપ્રીમ કોર્ટે અરજદારોને લગાવી ફટકાર
પાકિસ્તાની આર્મીની ભારતને ધમકી, કહ્યું - યુદ્ધ ક્યાં શરૂ થશે તે તમે નક્કી કરો, ક્યાં પુરું થશે તે અમે બતાવીશું'
પાકિસ્તાની આર્મીની ભારતને ધમકી, કહ્યું - યુદ્ધ ક્યાં શરૂ થશે તે તમે નક્કી કરો, ક્યાં પુરું થશે તે અમે બતાવીશું'
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ઈન્ડિયન નેવીનું યુદ્ધ જહાજ સુરત પહોંચ્યું, હજીરામાં તૈનાત કરાશે INS સુરત
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ઈન્ડિયન નેવીનું યુદ્ધ જહાજ સુરત પહોંચ્યું, હજીરામાં તૈનાત કરાશે INS સુરત
Advertisement
ABP Premium

વિડિઓઝ

INS Surat At Hazira : મિસાઇલથી લોડ યુદ્ધ જહાજ INS સુરત હજીરા પોર્ટ પર તૈનાતIndia Vs Pak: હવે ભારતનો પાકિસ્તાન પર આકાશી વાર, PM આવાસની હાઈલેવલ મીટિંગમાં મોટા નિર્ણય| Abp AsmitaHiralba Jadeja: કાંધલ જાડેજાના કાકી પર ઈઝરાયલથી મહિલાએ લગાવ્યા ગંભીર આરોપો, જુઓ વીડિયોમાંHiralba Jadeja: કાંધલ જાડેજાના કાકીની કરાઈ ધરપકડ, ઈઝરાયલથી વીડિયો વાયરલ કરી મહિલાએ લગાવ્યા આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert:  કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Rain Alert:  કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Pahalgam Attack: 'શું તમે સુરક્ષા દળોનું મનોબળ તોડવા માંગો છો?', સુપ્રીમ કોર્ટે અરજદારોને લગાવી ફટકાર
Pahalgam Attack: 'શું તમે સુરક્ષા દળોનું મનોબળ તોડવા માંગો છો?', સુપ્રીમ કોર્ટે અરજદારોને લગાવી ફટકાર
પાકિસ્તાની આર્મીની ભારતને ધમકી, કહ્યું - યુદ્ધ ક્યાં શરૂ થશે તે તમે નક્કી કરો, ક્યાં પુરું થશે તે અમે બતાવીશું'
પાકિસ્તાની આર્મીની ભારતને ધમકી, કહ્યું - યુદ્ધ ક્યાં શરૂ થશે તે તમે નક્કી કરો, ક્યાં પુરું થશે તે અમે બતાવીશું'
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ઈન્ડિયન નેવીનું યુદ્ધ જહાજ સુરત પહોંચ્યું, હજીરામાં તૈનાત કરાશે INS સુરત
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ઈન્ડિયન નેવીનું યુદ્ધ જહાજ સુરત પહોંચ્યું, હજીરામાં તૈનાત કરાશે INS સુરત
બાંગ્લાદેશીને ‘ભારતીય’ બનાવવાનું લાલા બિહારીનું લાખોનું પેકેજ, આવી આપતો સ્કીમ
બાંગ્લાદેશીને ‘ભારતીય’ બનાવવાનું લાલા બિહારીનું લાખોનું પેકેજ, આવી આપતો સ્કીમ
Railway Recruitment 2025: ભારતીય રેલવેમાં બહાર પડી બમ્પર ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ
Railway Recruitment 2025: ભારતીય રેલવેમાં બહાર પડી બમ્પર ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ
'દાઢી-ટોપી વાળાઓને સીધા કરવા જ મારો જન્મ થયો છે' - BJP સાંસદનું સ્ફોટક નિવેદન
'દાઢી-ટોપી વાળાઓને સીધા કરવા જ મારો જન્મ થયો છે' - BJP સાંસદનું સ્ફોટક નિવેદન
પહેલગામ હુમલા મુદ્દે અમેરિકા ગુસ્સે ભરાયું, પાકિસ્તાન સરકારને ફોન કરીને શું કરવા કહી દીધું, જાણો
પહેલગામ હુમલા મુદ્દે અમેરિકા ગુસ્સે ભરાયું, પાકિસ્તાન સરકારને ફોન કરીને શું કરવા કહી દીધું, જાણો
Embed widget