(Source: ECI/ABP News/ABP Majha)
Jacqueline Extortion Case: જૈકલીન ફર્નાન્ડીસની મુશ્કેલી વધી, 215 કરોડના ખંડણી કેસ મામલે કોર્ટે મોકલ્યું સમન્સ
ફિલ્મ અભિનેત્રી જૈકલીન ફર્નાન્ડીસની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલ 215 કરોડ રુપિયાની જબરદસ્તીથી વસુલી કરવા મામલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે જૈકલીનને સમન્સ મોકલ્યું છે.
Jacqueline Fernandez Extortion Case: ફિલ્મ અભિનેત્રી જૈકલીન ફર્નાન્ડીસની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. કોનમૈન સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલ 215 કરોડ રુપિયાની જબરદસ્તીથી વસુલી કરવા મામલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે જૈકલીનને સમન્સ મોકલ્યું છે. કોર્ટે જૈકલીનને કહ્યું છે કે, આ કેસ મામલે 26 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થાવ.
તમને જણાવી દઈએ કે, આ મામલે કોર્ટમાં તપાસ એજન્સીએ બીજી સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી છે જેમાં જૈકલીનને આરોપી બનાવામાં આવી હતી. કોર્ટે આ ચાર્જશીટનું સંજ્ઞાન લઈને આજે થયેલી સુનાવણીમાં જૈકલીનને કોર્ટમાં હાજર થવા માટે સમન્સ મોકલ્યું છે.
12 સપ્ટેમ્બરે દિલ્લી પોલીસ કરશે પુછપરછઃ
આજે સુનાવણી દરમિયાન દિલ્લી પોલીસ તરફથી હાજર રહેલા વકીલે કોર્ટને માહિતી આપી કે, દિલ્લી પોલીસે પણ જૈકલીન ફર્નાન્ડીસને 12 સપ્ટેમ્બરના રોજ પુછપરછ માટે બોલાવી છે અને સમન્સ મોકલ્યું છે. આ પહેલાં મોકલાયેલા સમન્સમાં તે હાજર રહી નહોતી. જૈકલીનના વકીલે આશ્વાસન આપ્યું કે, તેઓ દિલ્લી પોલીસ દ્વારા કરવામાં આવનાર પુછપરછ માટે આગળની તારીખ પર હાજર રહેશે.
EDએ 215 કરોડની ખંડણી મામલે બનાવી આરોપીઃ
પ્રવર્તન નિદેશાલય (ED)એ આ મહિને તિહાડ જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલ ખંડણીના 215 કરોડ રુપિયા મામલે અભિનેત્રી જૈકલીન ફર્નાન્ડીસને આરોપી બનાવી હતી. સુકેશ સાથે કથિત સંબંધોને લઈને જૈકલીન સાથે EDએ ઘણી વખત પુછપરછ કરી હતી. કેટલાક સમય પહેલાં જૈકલીનની 12 લાખ રુપિયાની એફડીને પણ જપ્ત કરાઈ હતી.
સુકેશ પાસેથી ગિફ્ટ લઈને ફસાઈ જૈકલીનઃ
EDના રિપોર્ટ અનુસાર, ઠગ સુકેશ ચંદ્રશેખરે ખંડણી દ્વારા મેળવેલા પૈસાથી જૈકલીનને કરોડો રુપિયાની ગિફ્ટ્સ આપી હતી. સુકેશે જૈકલીનના પરિવારના સભ્યોને પણ મોંઘી ગિફ્ટ્સ આપી હતી. રિપોર્ટમાં જણાવાયું હતું. કે, સુકેશે બધા રુપિયા ક્રાઈમ કરીને કમાયા હતા. ત્યારથી જૈકલીન ઈડીના રડાર પર છે.
આ પણ વાંચોઃ
Microsoft એ દૃષ્ટિહીન સોફ્ટવેર એન્જિનિયરને નોકરીની ઓફર કરી, જાણો કેટલા લાખ રૂપિયાનું પેકેજ આપ્યું
IT કંપનીઓએ જૂન ક્વાર્ટરમાં કરી મોટા પાયે ભરતી, જાણો TCS, Wipro અને Infosys એ કેટલી નવી નોકરીઓ આપી