શોધખોળ કરો

વિશ્વના પાવરફુલ પાસપોર્ટની યાદી જાહેર, ભારતનું રેન્કિંગ ચોંકાવનારું, જાણો પાકિસ્તાન અને માલદીવનો નંબર

Henley Passport Index 2024 માં ફ્રાન્સ ટોચ પર છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ચીનના પાસપોર્ટે ઈન્ડેક્સમાં સારું પ્રદર્શન કર્યું છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ પાકિસ્તાનનો પાસપોર્ટ 106માં સ્થાને છે.

World's most powerful passport list: હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2024 જાહેર કરવામાં આવી છે જેમાં ફ્રાન્સે ટોચનું સ્થાન મેળવ્યું છે. ફ્રેન્ચ પાસપોર્ટ ધારકો 194 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. કોઈપણ દેશના પાસપોર્ટની મજબૂતાઈ દર્શાવે છે કે તે સોફ્ટ પાવર તરીકે વિશ્વમાં કેટલો પ્રભાવશાળી છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારતે ગયા વર્ષ કરતાં આ વર્ષે ખરાબ પ્રદર્શન કર્યું છે અને ભારતીય પાસપોર્ટ એક સ્થાન સરકીને 85માં સ્થાને આવી ગયો છે.

દેશનો પાસપોર્ટ કેટલો મજબૂત છે તે વિઝા ફ્રી એક્સેસના આધારે હેનલી ઈન્ડેક્સ દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલે કે જે દેશનો પાસપોર્ટ મોટાભાગના દેશોમાં વિઝા વિના મુસાફરી કરવા માટે વાપરી શકાય છે તે દેશનો પાસપોર્ટ સૌથી મજબૂત હોય છે.

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં કયા દેશો ટોચ પર છે?

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ફ્રાન્સ ટોચ પર છે. ફ્રાંસની સાથે સાથે જર્મની, ઈટાલી, જાપાન, સિંગાપોર અને સ્પેન ટોચના સ્થાને છે. હેનલી પાસપોર્ટ રેન્કિંગમાં ફિનલેન્ડ, દક્ષિણ કોરિયા અને સ્વીડન 193 વિઝા મુક્ત સ્થળો સાથે બીજા સ્થાને છે. ઓસ્ટ્રિયા 192 વિઝા ફ્રી ડેસ્ટિનેશન સાથે ત્રીજા સ્થાને છે.

રેન્કિંગમાં ભારતનો ઘટાડો ચોંકાવનારો છે

ગયા વર્ષની સરખામણીમાં 2024માં ભારતના પાસપોર્ટમાં એક સ્થાનનો ઘટાડો થયો છે. ગયા વર્ષે હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારત 84માં ક્રમે હતું, પરંતુ આ વર્ષે તે 85માં સ્થાને આવી ગયું છે.

રેન્કિંગમાં ભારતનો ઘટાડો થોડો આશ્ચર્યજનક છે કારણ કે ગયા વર્ષે, જ્યારે ભારતીય પાસપોર્ટ ધારકો 60 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકતા હતા, ત્યારે આ વર્ષે વિઝા મુક્ત દેશોની સંખ્યા વધીને 62 થઈ ગઈ છે.

તે જ સમયે, જો આપણે પાકિસ્તાનની રેન્કિંગની વાત કરીએ તો ગયા વર્ષની જેમ આ વખતે પણ તે 106માં સ્થાને છે. ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ પણ ગયા વર્ષની સરખામણીમાં એક સ્થાન નીચે 101માથી 102મા ક્રમે આવી ગયો છે.

માલદીવ પાસપોર્ટનું રેન્કિંગ શું છે?

ભારતના દરિયાઈ પડોશી માલદીવનો પાસપોર્ટ પહેલા જેવો જ મજબૂત છે. માલદીવિયન પાસપોર્ટ 58માં ક્રમે છે અને માલદીવિયન પાસપોર્ટ ધારકો 96 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે.

ચીનના પાસપોર્ટમાં મોટી તાકાત

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ચીનના પાસપોર્ટે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. ચીનનો પાસપોર્ટ વર્ષ 2023માં 66મા સ્થાને હતો, જ્યારે આ વર્ષે તે બે પોઈન્ટના ઉછાળા સાથે 64મા સ્થાને આવી ગયો છે. કોવિડ રોગચાળા પછી તેમના પર્યટનને પુનર્જીવિત કરવા માટે ચીને ઘણા યુરોપિયન દેશોને વિઝા ફ્રી એન્ટ્રી આપી છે.

તે જ સમયે, અમેરિકાનો પાસપોર્ટ પણ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ મજબૂત બન્યો છે. ગયા વર્ષે અમેરિકા સાતમા સ્થાને હતું પરંતુ આ વર્ષે તે છઠ્ઠા સ્થાને આવી ગયું છે.

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ ડેટા દર્શાવે છે કે છેલ્લા બે દાયકામાં વૈશ્વિક ગતિશીલતામાં નોંધપાત્ર ફેરફાર થયો છે. વર્ષ 2006માં, લોકો સરેરાશ 58 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકતા હતા, પરંતુ આ વર્ષે આ સંખ્યા લગભગ બમણી થઈને 111 દેશો થઈ ગઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime : યુવતીએ ફાર્મ હાઉસમાં પડાવ્યા ફોટા, યુવકે મોર્ફ કરી બનાવ્યા અશ્લીલ ફોટા ને પછી તો....Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડીMehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ
Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ
2 રૂપિયા વાળા શેરની કિંમત થઇ ગઇ 1400 ને પાર, 5 વર્ષમાં આપ્યું 63 હજાર ટકાથી વધુ રિટર્ન
2 રૂપિયા વાળા શેરની કિંમત થઇ ગઇ 1400 ને પાર, 5 વર્ષમાં આપ્યું 63 હજાર ટકાથી વધુ રિટર્ન
Embed widget