ભારતમાં ચીનના ખતરનાક HMPV ના 3 કેસ, ICMR એ કરી પુષ્ટી, દેશમાં એલર્ટ
હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) જે ચીનમાં ફેલાઈ રહ્યો હતો, તેની ભારતમાં એન્ટી થઈ ગઈ છે. માહિતી આપતાં, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું છે કે કર્ણાટકમાં બે HMPV સંક્રમિત જોવા મળ્યા છે.
HMPV Virus: હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) જે ચીનમાં ફેલાઈ રહ્યો હતો, તેની ભારતમાં એન્ટી થઈ ગઈ છે. માહિતી આપતાં, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું છે કે કર્ણાટકમાં બે HMPV સંક્રમિત જોવા મળ્યા છે. આ સિવાય ગુજરાતમાં એક 2 વર્ષના બાળકમાં પણ આ વાયરસ જોવા મળ્યો છે. બાળકને અમદાવાદના ચાંદખેડા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કર્ણાટક સરકારે કહ્યું છે કે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી. તમને જણાવી દઈએ કે આ ત્રણેય કેસમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનો કોઈ ઈતિહાસ નથી.
કર્ણાટકમાં બે કેસ સામે આવ્યા છે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે આ જાણકારી આપી. મંત્રાલયે જણાવ્યું હતું કે ત્રણ મહિનાની બાળકી 'બ્રોન્કોન્યૂમોનિયા'થી પીડિત હતી અને તેને બેંગલુરુની બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેને HMPVથી ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેમને પહેલા જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બ્રોન્કોન્યુમોનિયાથી પીડિત આઠ મહિનાના શિશુને 3 જાન્યુઆરીના રોજ બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને HMPVથી ચેપ લાગ્યો હોવાનું જણાયું હતું. કહેવાય છે કે બાળકની તબિયતમાં હવે સુધારો થઈ રહ્યો છે. મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે એ નોંધવું મહત્વપૂર્ણ છે કે બંને દર્દીઓનો કોઈ આંતરરાષ્ટ્રીય પ્રવાસ ઇતિહાસ નથી.
મંત્રાલયે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં તાજેતરની તૈયારીઓ દર્શાવે છે કે ભારત શ્વસન રોગોમાં કોઈપણ સંભવિત વધારાનો સામનો કરવા માટે તૈયાર છે અને જો જરૂર પડે તો જાહેર આરોગ્યના પગલાં તાત્કાલિક લાગુ કરી શકાય છે.
HMPV વાયરસના લક્ષણો
કોરોના જેવા લક્ષણો દેખાય
વધુ તાવ અને ઉધરસ આવવી
શ્વાસ લેવામાં તકલીફ પડવી
ફેફસામાં ચેપ લાગવો
નાક બંધ થઇ જવું
ગળામાં ઘરઘરાટી આવવી
સંપર્ક દ્વારા ફેલાય છે
HMPV વાયરસ શું છે ?
એવું કહેવામાં આવી રહ્યું છે કે, HMPV વાયરસ છેલ્લા ઘણા દાયકાઓથી હાજર છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, 2001માં નેધરલેન્ડ્સમાં તેની પ્રથમ ઓળખ થઈ હતી. શ્વસન રોગોવાળા બાળકોના નમૂનાઓમાં વાયરસની પુષ્ટિ થઈ હતી. HMPV એ પેરામિક્સૉવિરિડે પરિવારનો વાયરસ છે. આ વાયરસ દરેક ઋતુમાં હવામાં હોય છે. તે ચેપગ્રસ્ત લોકોની ઉધરસ અને છીંક દ્વારા ફેલાય છે. શિયાળામાં તેના વધુ ફેલાવાનો ભય રહે છે. જો કે, નિષ્ણાતો કહે છે કે એચએમપીવી વાયરસ 1958 થી વ્યાપકપણે ફેલાયો હતો.
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત