કંચનજંગા એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે થયેલી ભીષણ ટક્કર પર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યુ પહેલુ રિએક્શન, જાણો શું બોલ્યા ?
Kanchanjunga Express Train Accident: પશ્ચિમ બંગાળમાં કંચનજંગા એક્સપ્રેસ સોમવારે (17 જૂન, 2024) સવારે ન્યૂ જલપાઈગુડી નજીક માલગાડી સાથે અથડાઈ હતી
Kanchanjunga Express Train Accident: પશ્ચિમ બંગાળમાં કંચનજંગા એક્સપ્રેસ સોમવારે (17 જૂન, 2024) સવારે ન્યૂ જલપાઈગુડી નજીક માલગાડી સાથે અથડાઈ હતી. આ ભીષણ ટક્કર બાદ હવે કેન્દ્રીય રેલવે મંત્રીનું પ્રથમ રિએક્શન સામે આવ્યું છે. આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે બચાવ કામગીરી ચાલી રહી છે.
અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, “NFR વિસ્તારમાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. રેલવે, NDRF અને SDRF કામ કરી રહ્યા છે. ઘાયલોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
Unfortunate accident in NFR zone. Rescue operations going on at war footing. Railways, NDRF and SDRF are working in close coordination. Injured are being shifted to the hospital. Senior officials have reached site.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 17, 2024
પશ્ચિમ બંગાળના સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ સોમવારે સવારે ન્યૂ જલપાઈગુડી પાસે માલગાડી સાથે અથડાઈ હતી. નોર્થ ફ્રન્ટિયર રેલ્વે (NFR)ના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી. નોર્થ ફ્રન્ટિયર રેલ્વે કટિહાર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરે જણાવ્યું કે સવારે લગભગ 9 વાગે થયેલા આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અધિકારીએ જણાવ્યું કે અગરતલાથી આવી રહેલી 13174 કંચનજંગા એક્સપ્રેસ ન્યૂ જલપાઈગુડી સ્ટેશન નજીક રંગપાની પાસે માલગાડી સાથે અથડાઈ હતી.
#BREAKING | न्यू जलपाईगुड़ी स्टेशन के पास बड़ा हादसा
— ABP News (@ABPNews) June 17, 2024
- कंचनजंगा एक्सप्रेस ट्रेन और मालगाड़ी की हुई टक्कर @awdheshkmishra | @PrakashJourno@ravikantabp | https://t.co/smwhXURgtc#Trainaccident #Westbengal #BreakingNews #PassengerTrain #KanchanjunghaExpressAccident pic.twitter.com/tk3LrtVVuY
બંગાળમાં મોટી રેલ્વે દુર્ઘટના, કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ, 5 મુસાફરોના મોત
17 જૂન, 2024ના સોમવારે સવારે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં એક ગંભીર ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. મુસાફરોથી ભરેલી કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી, જેમાં ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 5 લોકોના મોતના સમાચાર મળ્યા છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ દુર્ઘટના સવારે લગભગ 9 વાગ્યે જલપાઈગુડી નજીક રંગાપાની સ્ટેશન પાસે થઈ હતી. કંચનજંગા એક્સપ્રેસ સિલિગુડીથી દિઘા તરફ જઈ રહી હતી જ્યારે તે ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કંચનજંગા એક્સપ્રેસના ત્રણ પાછળના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યું
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું, દાર્જિલિંગ જિલ્લાના ફણસીવા વિસ્તારમાં હમણાં જ એક દુ:ખદ ટ્રેન દુર્ઘટનાના સમાચાર સાંભળીને હું આઘાતમાં છું. વધુ માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે. કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. ડીએમ, એસપી, ડોકટરો, એમ્બ્યુલન્સ અને ડિઝાસ્ટર ટીમને મદદ માટે સ્થળ પર મોકલવામાં આવી છે. યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આ હેલ્પલાઇન નંબરો ગુવાહાટી રેલ્વે દ્વારા જારી કરવામાં આવ્યા છે.
03612731621
03612731622
03612731623
આ હેલ્પલાઇન નંબરો સિયાલદહમાં જારી કરવામાં આવ્યા છે
033-23508794
033-23833326
એલએમજીએ આ હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે
03674263958
03674263831
03674263120
03674263126
03674263858
કટિહારમાં પણ હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે
9002041952
9771441956
ઇમરજન્સી NJP
+916287801758
આ દુર્ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે અથવા માર્યા ગયા છે તેની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનાના કારણે રેલ્વે ટ્રાફિકમાં ભારે વિક્ષેપ પડ્યો છે. ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે અથવા તેમના માર્ગો બદલવામાં આવ્યા છે.